Gujarat

48 કલાક માટે કચ્છમાં હિટવેવની ચેતવણી : રાજયમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી જશે

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આગામી 48 કલાક માટે કચ્છમાં હિટવેવની (Hit wave) ચેતવણી ઈશ્યુ કરાઈ છે. બીજી તરફ રાજયમાં આગામી 4 દિવસ દરમ્યાન ગરમીનો પારો 4 ડિગ્રી સુધી ઉંચે જઈ શકે છે. ગરમીનો (Summer) પારો 43 ડિગ્રીને પાર કરી શકે છે. તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા અપાઈ છે. હિટ વેવની સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળશે. જેના પગલે કચ્છમાં સ્થાનિક લોકોએ કામ વિના બપોરના સમયે ઘરની બહાર ના નીકળવું તેવી ગાઈડલાઈન છે. સતત પાણી કે લીંબુ પાણી પીવુ તેવી સલાહ અપાઈ છે.

દરમ્યાનમાં, આગામી 26 અને 27મી એપ્રિલ દરમ્યાન રાજયમાં ફરીથી માવઠાની ચેતવણી અપવામાં આવી છે. ખાસ કરીને પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવા સાથે રાજયમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ તથા દાદરા નગર હવેલી ખાતે માવઠુ થઈ શકે છે. માવઠાના પગલે બાગાયતી પાકોને નુકસાન વેઠવું પડશે. આ ઉપરાંત આ જિલ્લાઓમાં સાવ કાચા મકાનોને તેજ ગતિએ ફૂંકાનાર પવનના કારણે નુકસાન થઈ શકે છે.

વિવિધ શહેરોનું તાપમાન
અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 39 ડિ.સે., ગાંધીનગર 38 ડિ.સે., ડીસામાં 38 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 38 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 34 ડિ.સે., કંડલા એરપોર્ટ 41 ડિ.સે., અમરેલીમાં 38 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 39 ડિ,સે., અને કેશોદમાં 38 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top