Top News

More Posts

   The Latest

Most Popular

વ્યારા: (Vyara) સોનગઢના સોનારપાડા ઇદગાહની સામે સુરત-ધુલિયા હાઇવે નં.૫૩ ઉપર પૂરપાટ ઝડપે જતી ટ્રકે (Motorcycle) મોટરસાઇકલને અડફેટે લેતાં બાઇકચાલકની (Bike) સાથે પાછળ બેસેલા આધેડનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી ટ્રકચાલક ભાગી છૂટ્યો હોવાથી પોલીસે (Police) તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • સોનગઢના સોનારપાડા ઇદગાહની સામે ટ્રકચાલકે અડફેટે લેતાં બાઇકસવાર બેનાં મોત
  • અકસ્માત કરી ટ્રકચાલક ભાગી છૂટ્યો
  • જમીન બાબતની તારીખ હોવાથી ગાયસવારનો બાઇકચાલક વ્યારા કોર્ટ જવા માટે નીકળ્યો હતો

સોનગઢના ગાયસાવર ગામે નિશાળ ફળિયામાં રહેતા મનીષ છગન ગામીત (ઉં.વ.૪૬) તા.૩૦/૦૫/૨૦૨૩ના રોજ સુરજી ઇસરિયા ગામીત (ઉં.વ.૬૦) સાથે પોતાની CT-110 XX મોટરસાઇકલ નં.(GJ 26 AD 1450) ઉપર સુરત-ધુલિયા ને.હા. નં.૫૩ ઉપર વ્યારા કોર્ટ તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન સવારે ૧૧ વાગ્યાના અરસામાં ટ્રક નં.(GJ 06 BT 8139)ના ચાલકે ટ્રક પૂરઝડપે હંકારી મનીષ ગામીત તથા સુરજી ગામીતની આ બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મનીષભાઇ અને તેમની સાથેના સુરજી ગામીતનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકચાલક પોતાનું વાહન લઇ નાસી છૂટતાં પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યારા કોર્ટમાં મનીષભાઇની પોતાની માતા કીલુબેનની જમીન બાબતની તારીખ હોય, તેઓ પોતે કીલુબેનના પિતરાઇ ભાઇ સુરજી ગામીત સાથે બાઇક ઉપર સવારે નવેક વાગે વ્યારા કોર્ટ જવા માટે નીકળ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

ડોલવણમાં અજાણ્યા વાહને અડફેટે ઘાયલ આધેડનું મોત
રા: ડોલવણ ગામે ડુંગરી ફળીયામાં રહેતા ઠાકોર વજા કોટવાળિયા તા.૨૪/૦૫/૨૦૨૩ના રોજ પગપાળા ચિકન લેવા જઇ રહ્યા હતા. ત્યારે સાંજે ૭થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં ઇજા થઈ હતી. આ વાહનચાલક અકસ્માત બાદ પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. ઇજા પામનાર ઠાકોરભાઇનું સારવાર દરમિયાન તા.૨૯/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

To Top