નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) મહિલાઓની નગ્ન પરેડ કરવાના વાયરલ વીડિયો (Viral Video) કેસ CBIને સોંપવામાં આવ્યો છે. જે બાદ આ કેસમાં દાખલ...
ભરૂચ: આજે અધિક શ્રાવણ મહિનાનો (Shravan Month) સોમવાર જેને હિંદુ પરંપરામાં (Hindu Religion) ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ‘નર્મદા નદીના કાંઠે...
હરિયાણા: હરિયાણાના (Haryana) મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણના સમાચાર છે. ભગવા યાત્રા દરમિયાન અચાનક થયેલા પથ્થરમારામાં (Stoning) ઘણા લોકો...
મુંબઈ: કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) દિવસેને દિવસે વધુ સારી...
સુરત: માંડવી (Mandavi) તાલુકામાં દરવાજાવાળો વેર-2 (આમલી) ડેમ (Dam) આવેલો છે. ડેમની પુર્ણ સપાટી 115.80 મીટર છે. રાજય સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન...
સુરત: છેલ્લા બે વર્ષથી સતત દારૂના (Alcohol) વ્યસનમાં રહેતા ડિંડોલીના યુવકને પરિવારજનો દારૂ માટે ના પાડતાં તેણે દારૂને બદલે કફ સીરપ (Cough...
નેત્રંગ – ડેડીયાપાડા (Dediyapada) રોડ પર આવેલા થવા ગામ નજીકથી વહેતી કરજણ નદીમાં (Karajan River) થવા ગામના નવયુવાનનો પગ લપસી જતાં નદીના...
વારાણસી: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને (Gyanvapi)...
આજે દેશના બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને...
નવી દિલ્હી: 27 જૂને ICCએ ODI વર્લ્ડ કપ 2023ની મેચોનો શેડ્યુલ જાહેર કર્યો હતો. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે...
મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની...
વાપી : વાપી (Vapi) જીઆઈડીસી (GIDC) વિસ્તારના ડોક્ટર્સ (Doctors) કો.ઓ.હા.સોસાયટીના પ્લોટમાં રહેતા વેપારીએ પોતાની મોંઘીદાટ કાર (Car) ઘર સામે લોક કરીને પાર્કિંગમાં...
મણિપુરમાં હાલમાં જે હિંસક ઘટનાઓ બની રહી છે, તેનું ખરું કારણ જાણવા માટે તેના ઇતિહાસમાં ઊંડા ઊતરવું પડશે. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા...
મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ ગુજરાતના વિવિધ શહેરોમા પુલો તૂટવાની ઘટનાની વણઝાર વણથંભી રહી છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર વલસાડના...
આમતો એક મોટો નિબંધ લખી શકાય એટલી વિગતો છેલ્લા છ દાયકાથી મનપાનાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતી નાટય સ્પર્ધા અંગે છે.આમાં સારાં અને...
ટેક્સટાઈલ માર્કેટોમાં ઠગ વેપારીઓ આયોજન બદ્ધ વેપાર કરે છે, પહેલા તો તેવો રોકડમાં માલ ખરીદે છે અને વિવર્સો ને વિશ્વાસ આવી જાય...
સુરત: લિંબાયત ખાતે ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી ઘરની નીચે પેન્સિલ લેવા ગઈ ત્યારે એક છોકરાએ તેને ‘ગેમ ખેલતે હૈ’,...
સુરતમાં તાપી નદી ઉપર બાંધવામાં આવેલો કોઝ વે છલકાઈ ગયો છે. તેથી તેના ઉપરની લોકોની અવર-જવરને બંધ કરી દીધી છે. આમ છતાં...
નવી દિલ્હી: એક ન સાંભળેલી ઘટનામાં ટોકો (Toko) નામની એક જાપાની વ્યક્તિએ (Japanese person) પોતાની જાતને કૂતરામાં (Dog) બદલવા માટે 20,000 ડોલર...
બાંધકામ બાબતે વિચારીયે તો સાબરમતીનો કેબલ સ્ટ્રેટ બ્રીજ નાણાં કમાવાની લ્હાયમાં જલદી શરૂ કરતા તૂટયો. 141 વ્યકિતઓના અવસાન થયા. અમદાવાદનો 40 કરોડના...
થોડા દિવસ પેહલા પ્રધાનમંત્રીશ્રી ના ભાષણમાં ફરીવાર પરીવારવાદ ની વાતો જોરશોરથી સાંભળવા મળી.સાહેબ કહી રહ્યાં હતા કે તમારે મુલાયમ સિંહ ના દીકરાનું...
નવસારી: રાજ્યમાં એસ.ટી.બસોમાં (ST Bus) મુસાફરોની સુરક્ષિતતા પર વધુ એક વાર પ્રશ્ન ઉભો થયો છે. ગઈકાલે રાતે નવસારીના નેશનલ હાઈવે નં.48 (National...
24 ફેબ્રુઆરી 2022ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને આજે 500 દિવસ પૂર્ણ થયા છે. આ 500 દિવસમાં યુક્રેનના 9 હજાર સામાન્ય નાગરિકોનાં...
સુરત : ત્રણ મહિના પહેલા ઘરમાં પહેલી દીકરીએ જન્મ લીધો હતો. જેની ખુશી માતમમાં છવાઇ ગઇ હતી. ફેફસામાં (Lungs) દૂધ (Milk) જતાં...
ડાકોર,: ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન કરવા આવતાં હોય છે. તેમ છતાં તળાવના કિનારે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા કરવામાં...
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં સતત એક કલાક વરસાદ વરસવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જેને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો ફેલાવાની...
પેટલાદ : પેટલાદ વિભાગીય મથક ઉપરાંત તાલુકો છે. અહીંયા રેલ્વે સ્ટેશનને જંક્શનનો દરજ્જો છે. પરંતુ જંક્શનને મળવા પાત્ર સુવિધાઓનો અભાવ છે. પેટલાદ...
નવી દિલ્હી: મહિલા ફીફા વર્લ્ડ કપ 2023 (Women’s FIFA World Cup 2023) હાલમાં ઝીલેન્ડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે અને દર્શકોને રોજેરોજ...
કપડવંજ : રાજ્યની ગ્રામ પંચાયતોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રામ્ય કક્ષાની જનતા માટે પોતાના જ ગામમાં જરૂરી નકલો મેળવી શકે તે માટે...
સુરત: સુરતમાં (Surat) વાલીઓ માટે ફરી એકવાર લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વરાછા યોગી ચોક સ્થિત એક સોસાયટીની ગેલેરીમાંથી કિશોરી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) મહિલાઓની નગ્ન પરેડ કરવાના વાયરલ વીડિયો (Viral Video) કેસ CBIને સોંપવામાં આવ્યો છે. જે બાદ આ કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી (FIR) પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે લગભગ ત્રણ મહિના પહેલા પૂર્વોત્તર રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા પછી મહિલાઓ વિરુદ્ધ આ એકમાત્ર ઘટના નથી. મણિપુરમાં નગ્ન પરેડ અને યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓએ સુપ્રીમ કોર્ટનો (Supreme Court) સંપર્ક કર્યો છે.
દેશની સર્વોચ્ચ અદાલતે મણિપુર મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ એફઆઈઆર તપાસ માટે લેવામાં આવેલા પગલા વગેરે પર જવાબ માંગ્યા છે. આ જવાબો સાથે સુપ્રીમ કોર્ટ મંગળવારે આ મુદ્દે ફરી સુનાવણી કરશે. આ સુનાવણી દરમિયાન એનજીઓએ કોર્ટને જણાવ્યું કે ઘણી મહિલાઓ હિંસાથી ભાગીને અન્ય રાજ્યોમાં ગઈ હતી. તેઓ જ્યાં છે ત્યાં તેમના નિવેદનો નોંધવા જોઈએ. તેના પર સીજેઆઈએ પૂછ્યું કે શું તેમાંથી મોટાભાગની મહિલાઓ માત્ર દિલ્હીમાં જ છે? જો હા, તો તેમના નિવેદનો પણ નોંધવા જોઈએ. CJI એ કહ્યું કે અમારો વિચાર એ સુનિશ્ચિત કરવાનો છે કે આપણે સમાજમાં બંધારણીય પ્રક્રિયામાં વિશ્વાસની ભાવના જગાડીએ.
રાજ્યમાં 4 મેની હિંસામાંથી બચી ગયેલા લોકોએ જાતીય શોષણની ઘટના સંબંધિત એફઆઈઆરમાં તેમની અરજી સાથે એક અલગ અરજી દાખલ કરી છે. આ મામલાની સુનાવણી કરતા CJIએ કહ્યું કે આ વીડિયો માત્ર મહિલાઓ પર હુમલાની ઘટના નથી. ગૃહ સચિવ દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટ આવા ઘણા કિસ્સા દર્શાવે છે.” CJI એ એટર્ની જનરલને પૂછ્યું કે 3 મેના રોજ કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી ત્યારથી મહિલાઓ પર હુમલાની કેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. સીજેઆઈએ કહ્યું, “એવું ન જોઈએ કે જ્યારે કોઈ અન્ય વીડિયો સામે આવે, ત્યારે અમે કેસની નોંધણીનો નિર્દેશ કરીએ… અમારે આ ત્રણ મહિલાઓને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું પડશે.”
અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે તેઓ આ ઘટનાની સીબીઆઈ તપાસ ઈચ્છતા નથી. તેઓ એમ પણ નથી ઈચ્છતા કે કેસ રાજ્યની બહાર ટ્રાન્સફર થાય. સિબ્બલે કહ્યું કે તે સ્પષ્ટ છે કે પોલીસ હિંસા આચરનારાઓને સમર્થન આપી રહી છે. તેઓ મહિલાઓને ભીડમાં લઈ ગયા. જો પક્ષપાતનું કોઈ તત્વ હોય, તો એક સ્વતંત્ર એજન્સીની જરૂર છે.”