સુરત(Surat) : હાલમાં શહેરમાં જોરશોરથી ગણેશોત્સવની (Ganesh Utsav) ઉજવણી ચાલી રહી છે. દરેક ગલી-મહોલ્લા, સોસાયટીઓમાં બાપ્પાની ભવ્ય રીતે ભક્તિ કરવામાં આવી રહી...
સુરત : સચિન SBI બેંકના ATM બહાર MP વાસીને ચપ્પુ ઘુસાડી 10 હજારની લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકને...
સુરત(Surat) : સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની (UkaiDam) સપાટી સતત વધી રહી છે. છેલ્લા અપડેટ અનુસાર ઉકાઈ ડેમની સપાટી હાલ ભયજનક સપાટીથી...
સુરત(Surat) : પ્રેમિકાએ (GirlFriend) વિડીયો કોલ (VideoCall) નહીં ઉપાડતા રાજસ્થાની (Rajashthani) યુવકે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત (Sucide) કરી લીધો...
સુરત(Surat) : સ્માર્ટ સિટી (Smart City) સુરતમાં થોડો વરસાદ પડે તો રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામના (Traffic) દ્રશ્યો હવે...
સુરત(Surat) : વરાછામાં (Varacha) પાનના ગલ્લાવાળાની જાહેરમાં હત્યા (Murder) કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારની રાત્રે સિગરેટ પીવાને લઈ થયેલા...
સુરત(Surat): સરથાણાના (Sarthana) ખાણીપીણીના વેપારીના આપઘાત (Sucide) પાછળ આંશિક ત્રાસ, લોન ભરવા દબાણ અને ધંધામાં નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે. નૈતિક...
સુરત: (Surat) સુરતના એક કલાકારે લાકડા ની વ્હેરમાંથી 3.5 ફૂટની શ્રીજીની (Shriji) પ્રતિમાનું સર્જન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લાકડા અને પેપરના...
સુરત: (Surat) દામકામાંથી ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) વધુ સાડા છ કિલો અફઘાની ચરસ (Charas) પકડી પાડયુ છે. જેની બજાર કિંમત સાડા છ...
ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠામાં અંબાજી – હડાદ રોડ પર આજરોજ રવિવારે સજાર્યેલા એક વિચિત્ર અકસ્માતમાં (Accident) એક લકઝરી બસના (Bus) બે ટુકડા થઈ...
ગુજરાતના સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક નદી (River) પરનો એક પુલ અચાનક ધરાશાયી (Bridge Collapsed) થઈ ગયો હતો. આ પુલ (Bridge) તૂટી પડવાને કારણે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ અને મહાલ ખાતે ફરવા આવેલા સુરતી પ્રવાસીઓનાં ત્રણ મોબાઈલ (Mobile) ચોરાઇ ગયા હતા. વરસાદની સીઝનમાં સાપુતારા અને...
ઉદયપુરનું (Udaipr) લીલા પેલેસ (Leela Palace) રવિવારે વિવાહ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું હતું. અહીં બોલીવુડ દીવા પરિણીતિ ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી...
ચીનના (China) હાંગઝોઉમાં આ વર્ષે એશિયન ગેમ્સનું (Asian Games) આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતના 655 ખેલાડીઓ 39 વિવિધ રમતોમાં...
ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની વનડે ક્રિકેટ (Cricket) શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ શ્રેણીની બીજી મેચ ઇંદોરના...
સુરતઃ (Surat) શહેરમાં રવિવારે સવારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરા બજારમાં (Diamond Market) દોડધામ મચી ગઈ હતી. કોઈક વ્યક્તિના હાથમાંથી હીરાનું (Diamond)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેશવાસીઓને એક સાથે નવ વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ભેટ આપી છે. PM મોદીએ...
સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના (Rain) વિરામ વચ્ચે ગઈકાલે રાતથી ડેમના 2 ગેટ 6 ફુટ ખોલીને 44 હજાર ક્યુસેક પાણી (Water)...
સુરત: (Surat) મૂળ આસામની 7 વર્ષની બાળકીને તેના માતા પિતાએ (Father) મદ્રેસામાં અભ્યાસ કરવા સુરત સચિનમાં તેના સંબંધીના ઘરે મુકી હતી. ત્યારે...
ભરૂચ: (Bharuch) લોકસભા સત્ર પૂર્ણ કરી દિલ્હીથી પોતાના મતક્ષેત્ર વડોદરાના શિનોર નજીકના સૂરાશામળ ગામે પહોંચી ગાડીમાંથી (Car) નીચે પગ મૂકતાં જ ભરૂચના...
ગાંધીનગર: વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના (Bhadarvi Poonam Melo) મહામેળાનો આજે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સુબીર તાલુકાના ખોખરી ગામમાં પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ (Affair) હોવાથી પત્ની સાથે છૂટાછેડા કરવા...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં બે...
વડોદરા: શહેરના (Vadodara) પ્રતાપનગર બીજ નીચેથી SOGની ટીમ દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. જ્યાં નવગ્રહ મંદીર પાછળ આવેલ વણકર વાસમાં એસઓજીની...
વડોદરા: આગામી 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) વડોદરાની (Vadodara) મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરમાં દિવાળી...
અનાવલ: (Anawal) મહુવા તાલુકાના ડુંગરી ગામે (Village) દશામાં નું મંદિર (Temple) આવેલું છે. મંદિરમાં ભગત ભુવાનું કામ કરતા ૩૯ વર્ષીય યુવાને પોતાના...
રાજસ્થાન: રાજસ્થાન (Rajasthan) વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી (Rahul Gandhi) જયપુર (Jaipur) પહોંચી ગયા...
અંકલેશ્વર: (Ankleshwar) હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના (Flood) પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ (Cleaning) નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. યુરોપીયન દેશોમાં બેન્કીંગ કટોકટી, પોલિશ્ડ ડિમાન્ડની ઓછી માંગ જેવી સમસ્યાના...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
સુરત(Surat) : હાલમાં શહેરમાં જોરશોરથી ગણેશોત્સવની (Ganesh Utsav) ઉજવણી ચાલી રહી છે. દરેક ગલી-મહોલ્લા, સોસાયટીઓમાં બાપ્પાની ભવ્ય રીતે ભક્તિ કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાંક મંડળો દ્વારા નોંધનીય સેવાકાર્યો પણ કરાઈ રહ્યાં છે. આવું જ સેવાકાર્ય વરાછા વિસ્તારના એક મંડળ દ્વારા કરાયું છે. અહીંના એક ગણેશ મંડપમાં શ્રદ્ધાળુઓ દ્વારા અંગદાનના (Organ Donation) સંકલ્પ લેવામાં આવી રહ્યાં છે.
જીવતે જીવ રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાન આ સૂત્રને સાર્થક કરવા માટે શહેરમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ્ર (Sudama Charitable Trust) દ્વારા પણ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ટ્રસ્ટ દ્વારા સુદામા કા રાજા ગણેશજીની પ્રતિમાં સ્થાપવામાં આવી છે.
ગણેશ ઉત્સવના પાંચમા દિવસે 108 દિવડાની, ભષ્મ મહાઆરતી અને છપન્ન ભોગનો થાળ ચઢાવવામાં આવ્યો હતો. સાથો સાથ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના અગ્રણી વિપુલ તળાવિયા, ધીરૂભાઇ ચોથાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોક ડાયરામાં ઉપસ્થિત લોક ગાયિકા અલ્પા પટેલ દ્વારા ઉપસ્થિત લોકોને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી અંગદાન કરવા માટેની શપથ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા હજારો લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
સુદામા કા રાજા કાર્યક્રમમાં ઉપસ્થિત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના અગ્રણી વિપુલ તળાવિયા દ્વારા લોકોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ હાલમાં ઓર્ગન ફેઇલ્યોરને કારણે કેટલા લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે તેની વિગતો પણ આપી હતી.
વિપુલભાઇએ જીવનદીપ ઓર્ગન ડોનેશનના હેતું વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ સંસ્થા લોકોને નવું જીવન આપવા માટે કાર્ય કરી રહી છે અને કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર જે લોકો ઓર્ગન ફેઇલ્યોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને નવું જીવન આપવાની દીશામાં કામ કરે છે. અંગદાન અંગે સમાજમાં જાગૃતિ આવે એવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ઓર્ગન ફેઇલ્યોર લોકોનું વેઇટીંગ લિસ્ટ ઝીરો કરવાની નેમ સાથે આ સંસ્થા કાર્ય કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.