Dakshin Gujarat

ડુંગરી ગામના ભગત ભૂવાએ પીંછી નાંખવાના બહાને યુવતીને બોલાવી અને પછી..

અનાવલ: (Anawal) મહુવા તાલુકાના ડુંગરી ગામે (Village) દશામાં નું મંદિર (Temple) આવેલું છે. મંદિરમાં ભગત ભુવાનું કામ કરતા ૩૯ વર્ષીય યુવાને પોતાના જ ગામની ૨૧ વર્ષીય યુવતી સાથે પીંછી નાખવાના બહાને શારીરિક છેડછાડ (Abuse) કરતા મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદ આધારે મહુવા પોલીસે (Police) લંપટ ભગતની અટક કરી તેને કસ્ટડી ભેગો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • ડુંગરી ગામના ભગત ભૂવાએ યુવતીની છેડછાડ કરતા પોલીસ ફરિયાદ
  • 21 વર્ષીય યુવતી સાથે પીંછી નાખવાના બહાને શારીરિક છેડછાડ
  • ફરિયાદ બાદ મહુવા પોલીસે લંપટ ભગતની અટક કરી તેને કસ્ટડી ભેગો કર્યો

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના એક ગામમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને શરીરમાં અશક્તિ અને તેના મગજ ઉપર ભાર હોવાના કારણે તેનું ભણવામાં ધ્યાન લાગતું ન હતું. જેથી ડુંગરી ગામમાં આવેલ ઝાબ ફળિયામાં આવેલ દશામાંના મંદિરમાં પીંછી નાખી મંત્રેલા ચોખા આપતા બધા સાજા થઈ જતા હોવાની માહિતી સાથે ૨૧ વર્ષીય યુવતી તે મંદિર ખાતે પહોંચી હતી. અને મંદિરમાં ભગત ભુવાનું કામ કરતા નરેશભાઈ ગામીતને મળી હતી. ઠગ ભગત નરેશે યુવતીને સાંજના ૭:૩૦ વાગ્યાના સમયે પોતાની પાસેની થેલીમાંથી કોઈ વસ્તુ કાઢી અગરબત્તી સળગાવતા યુવતી બેબાક થઈ ગઈ હતી અને કશું પણ બોલી ન શકે તેવી હાલતમાં ઠગ ભગતે યુવતીના છાતી ઉપર હાથ ફેરવી, તેના પેટ ઉપર પણ હાથ ફેરવ્યો હતો.

ઠગ ભગતની આ મેલી હરકતથી ગભરાઈને યુવતી મંદિરની બહાર ભાગી ગઈ હતી. આ સમયે લંપટ ભગતે “તારે આવવુજ પડશે, કારણ કે વિધિ બાકી છે અને મોડે થી એકલી આવજે તથા કોઈ ને સાથે લાવતી નઈ ” મુજબનું જણાવતા યુવતી ગભરાઈ ને પોતાના ઘરે પરત ગઈ હતી. અને ઠગ ભગતની આ અશ્લીલ હરકતો બાબતે પરિવારજનોને જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદ આધારે મહુવા પોલીસે લંપટ ઠગ ભગત નરેશ ગામીતની અટક કરી તેને કસ્ટડીમાં મોકલી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ વિજ્ઞાનના યુગમાં અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા લોકોનો આવા લંપટ તાંત્રિકો ફાયદો ઉઠવતા જ રહેશે તેવું આ ઘટના પરથી સાબિત થઈ જવા પામ્યું છે.

Most Popular

To Top