Gujarat

બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર વિચિત્ર અકસ્માત, બસના બે ટુકડા થઈ ગયા

ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠામાં અંબાજી – હડાદ રોડ પર આજરોજ રવિવારે સજાર્યેલા એક વિચિત્ર અકસ્માતમાં (Accident) એક લકઝરી બસના (Bus) બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાના પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. નશીબજોગે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ અકસ્માતમાં 40 પ્રવાસીઓને ઈજાઓ થવા પામી હતી.

  • અંબાજી પાસે લકઝરી બસના બે ટુકડા થઈ ગયા – અકસ્માતમાં 40 પ્રવાસીઓને ઈજા
  • બસની છત છૂટી પડી ગઈ, જ્યારે બસ નજીકના પહાડ સાથે અથડાઈ

આ અક્માતમાં લકઝરી બસ પલટી મારી જતા બે ટૂકડા થઈ ગયા હતા. બસ પલટી જતા 40 જેટલા પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે અકસ્માતમાં ઈજા પામનારમાં બાળકો, મહિલા, પુરુષો સહિત વડીલો છે, જેઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. શ્રદ્ધા ટ્રાવેલ્સની આ બસ હતી. જેમાં બસની ઉપરની છત અકસ્માત વખતે જુદી પડી ગઈ હતી. ઉપરની છત બીજે પડી હતી. જયારે આ બસ નજીકના પહાડના પથ્થર સાથે ભટકાઈ હતી.

નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ વરસાદ- રાજયમાં સરેરાશ 69 તાલુકાઓમાં વરસાદ થયો
ગાંધીનગર: આજે રવિવારે દક્ષિણ ગુજરાતમાં નર્મદાના નાંદોદમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સવા પાંચ ઈંચ વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે પાણી પાણીની સ્થિતિ પેદા થવા પામી હતી. એકંદરે રાજયમાં આજે 69 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા અપાયેલી ચેતવણી મુજબ , રાજયમાં તા.29મી સપ્ટે. સુધી ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરી છે.

જેમાં સુરત , નવસારી , નર્મદા , ભરૂચ , ડાંગ , તાપી , વલસાડ , ભાવનગર , બોટાદ , બનાસકાંઠા, સાબરકાંઠામાં પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે તેજ ગતિએ પવન ફૂંકાશે. એટલું જ નહીં ગાજવીજ સાથે વરસાદ થશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં નાંદોદમાં સવા પાંચ ઈંચ, તિલકવાડામાં 3 ઈંચ, ભરૂચમાં 2 ઈંચ, ડેડિયાપાડામાં 2 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ, ખાંભામાં પોણા બે ઈંચ, જામકંડોરણામાં પોણા બે ઈંચ, નવસારીમાં 1.5 ઈંચ, કચ્છના ભચાઉમાં 1.2 ઈંચ વરસાદ થયો હતો. સરેરાશ રાજયમાં 69 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકની અંદર કરાજયમાં સરેરાશ 89 તાલુકાઓમાં વરસાદ થયો હતો. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ચુડામાં પોણા પાંચ ઈંચ વરસાદ થયો હતો. ચોમાસાની મોસમનો રાજયમાં સરેરાશ 102.56 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 162.88 ટકા, ઉત્તર ગુજરાતમાં 96.05 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 96.90 ટકા, સૌરાષ્ટ્રમાં 121.54 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.33 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top