National

દિલ્હીમાં યથાવત પ્રાણવાયુ સંકટ: બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન કાપને કારણે 8 કોરોના દર્દીઓનાં મોત

કોરોના વાયરસ(CORONA VIRUS)ની બીજી લહેર(SECOND WAVE)માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (DELHI) સહિત અનેક જગ્યાએ ઓક્સિજન(OXYGEN)નો અભાવ જોવા મળ્યો છે. કોવિડ(COVID)ના કેસમાં ઝડપી વધારાને કારણે ઓક્સિજનની માંગમાં પણ વધારો (INCREASING DEMAND OF OXYGEN) થયો છે. ત્યારે ઓક્સિજનના અભાવને કારણે દિલ્હીમાં ફરી એકવાર કોરોના દર્દીઓનું મોત (DEATH BECAUSE OF LACK OF OXYGEN) નીપજ્યું છે. શનિવારે પાટનગરની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાના કારણે આઠ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

ઓક્સિજનના અભાવને કારણે બત્રા હોસ્પિટલ પણ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરી રહી છે. હોસ્પિટલે કોર્ટને કહ્યું કે એક કલાક કરતા વધારે સમય સુધી કોઈ ઓક્સિજન સપ્લાય બચ્યો નથી, જેના કારણે આઠ કોરોના દર્દીઓ મરી ગયા છે. મૃત્યુ પામેલા લોકોમાં ડોક્ટર પણ સામેલ છે. બત્રા હોસ્પિટલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, અમને સમયસર ઓક્સિજન મળ્યો નથી. બપોરે 12 વાગ્યે ઓક્સિજન ખૂટી ગયો હતો. પછી દોઢ વાગ્યે ફરીથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો હતો. જેથી આ અછતના પરિણામે અમારા એક ડોક્ટર સહિત કેટલાક લોકો ઓક્સિજન અભાવને કારણે મૃત્યુ પામ્યા હતા.

“અગાઉ, હોસ્પિટલે ઓક્સિજન સપ્લાય મેળવવા એસઓએસ સંદેશ પણ મોકલ્યો હતો. જાણ કરવામાં આવી હતી કે હોસ્પિટલમાં માત્ર દસ મિનિટનો ઓક્સિજન બાકી છે. હોસ્પિટલમાં 326 દર્દીઓ દાખલ થયા હતા. બાદમાં, આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય રાઘવ રાવ ચઢઢાએ જણાવ્યું હતું કે અમારો ક્રાયોજેનિક ટેન્કર પાંચ મિનિટમાં બત્રા હોસ્પિટલમાં પહોંચશે. બાદમાં હોસ્પિટલમાં ઓક્સિજન પુરું પાડવામાં આવ્યું હતું, પરંતુ આ સમયગાળા દરમિયાન આઠ દર્દીઓનાં મોત થઇ ચુક્યા હતાં. જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટ છેલ્લા ઘણા દિવસોથી કોરોના અને ઓક્સિજનના અભાવને લઈને સતત સુનાવણી કરી છે. તાજેતરમાં જ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વખત ઠપકો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં શનિવારે પણ સુનાવણી ચાલી રહી છે.

સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી સરકારને કહ્યું હતું કે જો તમે સૈન્યને વિનંતી કરી હોત તો તેઓ તેમના સ્તરે કામ કરતે. તેમની પાસે પોતાનું માળખું છે. દિલ્હીમાં વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા સશસ્ત્ર દળોની મદદ મેળવવા સૂચનો પર દિલ્હી સરકારની સલાહકારે કહ્યું કે અમે ઉચ્ચતમ સ્તર પર પ્રક્રિયામાં છીએ. સરકાર તેમની નજર રાખી રહી છે. અમે વધુ 15,000 બેડ લાવી રહ્યા છીએ.

Most Popular

To Top