Entertainment

OMG-2ને “A સર્ટિફિકેટ” મળ્યું, વિવાદ વગર અક્ષય કુમારની ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઇ: અક્ષય કુમારની (akshay kumar) ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ (OMG-2) રિલીઝ (Release) પહેલા જ ઘણા વિવાદોમાં ફસાઈ ગઈ છે. શ્રદ્ધા અને સેક્સ એજ્યુકેશન પર આધારિત OMG-2ના ઘણા સીન સામે વાંધો ઉઠાવતા સેન્સર બોર્ડે સીન કટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડે 20 થી વધુ કટ સાથે ફિલ્મને ‘A’ પ્રમાણપત્ર આપવાની વાત કરી હતી. પરંતુ હવે આ ફિલ્મ વિશે નવા અપડેટ્સ આવ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ બદલવાની ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતુ કે આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023 ના રોજ રિલીઝ નહીં થાય. પરંતુ હવે આ અટકળો પર રોક લગાવવમાં આવી છે. આ ફિલ્મ નિશ્ચિત તારીખે જ રીલિઝ થશે.

‘ઓહ માય ગોડ 2’માં કોઈ વિઝ્યુઅલ કટ કરવામાં આવ્યો નથી. સેન્સર બોર્ડની કાતર માત્ર ઓડિયો એટલે કે ફિલ્મના ડાયલોગ્સ પર ચાલી છે. લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેની કાળજી લેતા સેન્સર બોર્ડે ફિલ્મમાંથી વાંધાજનક સંવાદો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. CBFC સૂત્રોએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું છે કે OMG-2ના નિર્માતાઓએ બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ કટ અને ફેરફારોને સ્વીકારી લીધા છે અને હવે આ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ 11 ઓગસ્ટે ફેરફારો સાથે રિલીઝ કરવામાં આવશે.

સેન્સર બોર્ડે અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ને ‘A’ પ્રમાણપત્ર સાથે પાસ કરી દીધી છે. ‘A’ પ્રમાણપત્રનો અર્થ થાય છે ‘A – માત્ર વયસ્કો’. ખાસ વાત એ છે કે છેલ્લા 12 વર્ષમાં અક્ષયની આ પહેલી ફિલ્મ છે, જેને ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ પહેલા વર્ષ 2011માં અક્ષયની ફિલ્મ દેસી બોયઝને ‘A’ સર્ટિફિકેટ મળ્યું હતું.

OMG 2′ ફિલ્મ 2 કલાક 36 મિનિટની છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે, જ્યારે પહેલા ભાગમાં અક્ષયે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ પણ મહત્વની ભૂમિકામાં છે. OMG-2નું નિર્દેશન અમિત રાયે કર્યું છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની ટક્કર સની દેઓલની ગદર-2 સાથે થવાની છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો કેવી પ્રતિક્રિયા આપે છે.

Most Popular

To Top