SURAT

લો બોલો હવે તસ્કરો કાજુને પણ છોડતા નથી : સુરતમાં લાખોના કાજુની ચોરી

સુરત: હરીપુરા કાંસકીવાડ ખાતે એસએમસી સ્કૂલની નીચે ડ્રાઇફ્રુટના હોલસેલ વેપારીની દુકાનમાં તસ્કરોએ ડુપ્લીકેટ ચાવી વડે હાથફેરો કરી રૂ. 31.89 લાખની કિંમતના 6340 કિલો કાજુના જથ્થાની ચોરી કરી ગયા હતા.

file photo

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણના હનીપાર્ક રોડ પર ગંગા-જમના રો-હાઉસ (row house) માં રહેતા મહેશકુમાર હસમુખલાલ બામણીયા (હાલ રહે. હરીપુરા, કાંસકીવાડ એસએમસી સ્કૂલની નીચે) ડ્રાઇફ્રુટના હોલસેલના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓની દુકાન (stall) માં છેલ્લા પાંચ મહિના દરમિયાન ચોર શખ્સો રૂ. 31,89,670ની કિંમતના 6340 કિલોની 317 પેટીની ચોરી કરી ગયા હતા. લાલગેટ પોલીસે હાલ ચોરીની ફરિયાદ (fir) નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

સ્ટોકનો હિસાબ કરતા ચોરીની ઘટના બહાર આવી
ચોર શખ્સો ડુપ્લીકેટ ચાવી (duplicate key) વડે ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ચોર શખ્સો છેલ્લા પાંચ મહિનાથી ડ્રાઇફ્રુટની દુકાનમાં ચોરી કરતા હતા. ચોર શખ્સો સપ્તાહમાં બેથી ત્રણ વાર ડુપ્લીકેટ ચાવી લઇને આવી કાજુની પેટીની ચોરી કરતા હતા. તસ્કરો 20 કિલો (20 kg) કાજુની 317 પેટી (box) ની ટુકડે ટુકડે ચોરી કરી ગયા હતા.

file photo

સીસીટીવી ફુટેજમાં બે ચોર કેદ થયા
ડ્રાયફ્રુટ (dry fruit) ના વેપારી મહેશ બામણીયાએ પોતાની દુકાનમાં સીસીટીવી કેમેરા (cctv camera) ફિટ કરાવેલા છે. સીસીટીવીના ફુટેજ મુજબ ચોર શખ્સો રાત્રીના અરસામાં દુકાનમાં ચોરી કરતા હતા અને 20 કિલોની કાજુની પેટી દુકાનમાંથી બહાર કાઢી સાઇડમાં મુકતા નજરે ચઢ્યા છે. અને બાદમાં રોડની સામેની સાઇડમાં લઇ જઇ વાહન મારફતે ચોરી કરતા હતા. જેથી કેમેરામાં વાહન આવી શકે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top