Vadodara

હવે રાત્રે 9થી કર્ફ્યૂ, મોલ-મલ્ટીપ્લેક્સ બંધ

વડોદરા: ચૂંટણીઓના રાજકિય તાયફાઓથી રોકેટ ગતિએ ફાટી નીકળેલા કોરોનાને કાબુમાં લેવા માટે વડોદરામાં પણ શુક્રવાર  થી જ નવથી સવારે છ વાગ્યા સુધી સંચારબંધિનો કડકાઈપૂર્વક અમલ કરાવાશે.

સુરત અને અમદાવાદમાં તો કોરોનાના કેસમાં જંગી વધારો થતા સફાળુ જાગી ઉઠેલું તંત્ર રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ વડોદરામાં પણ કોરોના બેકાબુ બન્યો હોવાના એંધાણ જણાતા જ સરકારી તંત્ર અને વડોદરા ઓએસડી ડો. વિનોદ રાવ સાથે સરકારી તંત્રએ બેઠક યોજી હતી.

જેમાં કોરોનાની બીમારી વધુ ફેલાઈ હોવાના એંધાણ જણાયા હતા. તમામ રિપોર્ટ મેળવ્યા બાદ તંત્રની તાકિદની બેઠકમાં અતિ મહત્વપૂર્ણ નિર્ણય શુક્રવારે  લેવાયો હતો. અને કરફ્યુનો અમલ રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો. લારી ગલ્લા ખાણીપીણીની દુકાનો હોટલો વિગેરે ફરજીયાત બંધ રાખવામાં આવશે.

જયારે મોલ અને મલ્ટીપ્લેકસ સિનેમાઓ પાંચ દિવસ કાર્યરત રહેશે અને શનિવાર રવિવાર બંને દિવસ ફરજીયાત બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. ચૂંટણીઓમાં રેલીઓ અને સભા સરઘસો વખતે કુંભકર્ણની નિંદ્રામાં ગરકાવ થઈ ગયેલું તંત્ર હવે આકરા પગલા ભરવા અને િનર્દોષ પ્રજાને દંડવા માટે સજ્જ થઈ ગયું હોવાથી આગામી િદવસોમાં તંત્ર અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવ પણ બનવા પામશે તેમાં નવાઈ નહીં.

સિટીબસો અને ખાનગી વાહનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાતપણે પાલન કરવામાં આવશે. અને ભીડભાડવાળા સ્થળો પર પણ પ્રતિબંધાત્મક હુકમો થતાં તંત્ર સાબદુ બની ગયું છે. લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે પણ અિપલ કરવામાં આવી રહી છે.

રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યારે?

ટ્રાફિકના લાડકા અને કમાઉ દીકરા જેવા રિક્ષાચાલકો તો ઠાંસી ઠાંસીને મુસાફરો ભરે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના ટ્રાિફક વિભાગ સામે જ કાયદાના ધજાગરા ઉડાવીને નીકળે છે છતાં ટ્રાફિકના જવાનો હરફ સુધ્ધા નથી ઉચ્ચારતા. ખુદ ઉચ્ચ અિધકારીઓ પણ રિક્ષા તંત્ર માટે કયા કારણે આંખ આડા કાન કરે છે તે પ્રજાને કયારે સમજાતું જ નથી.

કોરોના @ 105 : ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી, વોર્ડ પ્રમુખ તેમજ 30 ટ્રાફિક બ્રિગેડના તાલીમાર્થીઓ કોરોના પોઝિટિવ

       વડોદરા : કોરોનાં પોઝિટિવના શુક્રવારે વધુ 105 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 25,836 ઉપર પહોંચ્યો છે.જ્યારે શુક્રવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એક મરણ નોંધાતા મોંતની સંખ્યા 244 પર પહોંચી હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 3,588 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 105 પોઝિટિવ અને 3,483 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 657 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 488 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 169 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 119 અને 50 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1,743 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી  અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાંથી 83 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 24,935 ઉપર પહોંચી હતી.જ્યારે શહેરમાં કોરોનાંના વધતા જતા કહેર વચ્ચે છેલ્લા 10 દિવસમાં શહેરના રાજકીય અગ્રણીઓ ,હોદ્દેદારો પણ કોરોનાં સંક્રમિત બની રહ્યા છે.

શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને વોર્ડ નં 6 ના વોર્ડ પ્રમુખ પણ કોરોનાંમાં સપડાયા હતા.તેની સાથે સાથે ટ્રાફિકબ્રિગેડના 30 તાલીમાર્થીઓ પણ કોરોનાં સંક્રમિત થયા હતા.ટ્રાફિકબ્રિગેડના તાલીમાર્થીઓની તાલીમ ચાલી રહી હતી.જે 15 દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં 30 માંથી 11 મહિલા અને 19 પુરુષ ટ્રાફિકબ્રિગેડના તાલીમાર્થીઓ નો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો હતો.

વધતા જતાં કોરોનાના કેસોને કારણે ESI અને ચેપીરોગ હોસ્પિટલ તૈયાર કરાઈ

બીજા તબક્કામાં કોરોના વકર્યો છે. વડોદરાના પ્રભારી ઓએસડી ડો. વિનોદ રાવે સયાજી અને ગોત્રી હોસ્પિટલના સ્ટાફ સાથે બેઠક યોજી હતી. જેમાં ઈએસઆઈ અને ચેપીરોગ દવાખાનામાં, સારવાર િવભાગ તૈયાર રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સયાજી હોસ્પિટલમાં હાલમાં 185 અને ગોત્રી હોસ્પિટલમાં 203 દર્દીઓ દાખલ છે. વધતા દર્દીઓને કારણે નર્સિંગ સ્ટાફ, સેવકો, ફાઈ સેવકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ હોસ્પિટલોમાં 20 થી 30 ટકા વેન્ટિલેટર ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે.  િધરજ અને પારૂલ અને પાયોનિયર હોસ્પિટલના સંચાલકોને અનુક્રમે 300, 125, અને 100 પથારી તૈયાર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આજે શુક્રવારના રોજ 2500 દર્દીઓ સારવાર હેઠળ છે.

પથારી કે વેન્ટિલેટરની અછત નહીં પડે. વડોદરામાં રાત્રિ કરફયુનો અમલ નવ વાગ્યાથી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર થી કડક અમલ થશે. મોલ અને મલ્ટિપ્લેકસ શનિવાર-રવિવાર બંધ રાખવામાં આવશે. ભીડભાડવાળી તમામ જગ્યાઓ, બજારો, માર્કેટ કડકાઈથી ટીમ મારફત માસ્ક અને સોિશયલ ડિસ્ટન્સિંગ ગાઈડલાઈન નો અમલ થાય તે જોવામાં આવશે.

કોરોના રસીકરણમાં વડોદરા જિલ્લાનો વિક્રમ: આજે 8027 લોકોએ મૂકાવી રસી

શુક્રવારે દિવસ દરમિયાન જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 8 હજારથી વધુ લોકોને કોવિડની રસી મુકાઈ છે આજે દૈનિક રસીકરણમાં વડોદરા જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. જેની માટે આજથી સમગ્ર જિલ્લામાં 202 રસીકરણ કેંદ્રોની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ હતી. આ કામ માટે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા લોકોને રસીકરણ કેંદ્ર સુધી લાવવામાં અને રસીકરણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે જરૂરી પગલા લેવામાં આવેલ હતા.

જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રસીકરણ ને વધુ સરળ અને વ્યાપક બનાવવામાં આવ્યું હોવાથી પાત્રતા ધરાવતા તમામ લોકો સત્વરે રસી મૂકાવી લે તેઓ ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ધ્યાન રહે કે વડોદરા  જિલ્લાના ગ્રામ વિસ્તારમાં અગાઉ 87 રસીકરણ કેન્દ્રો હતો. રસીકરણ ની ઝડપ વધારવા તેમાં ગઇકાલે તેમાં એકસામટા 63 નો વધારો કરી, કેન્દ્રો ની સંખ્યા 150 કરવામાં આવી હતી.

તે પછી આજે તેમાં 52 નવા કેન્દ્રો ઉમેરી 202 સાઈટ્સ ખાતે રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આમ,બે દિવસમાં રસીકરણ કેન્દ્રોમાં પણ 115 નો ખૂબ જ ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે. જેનાં પરિણામે આજની તારીખ સુધીમાં પાત્રતા ધરાવતા 62,017 લોકોને રસી મુકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ રસીકરણમાં પ્રથમ અને બીજા તબક્કા અંતર્ગત કુલ 11284 હેલ્થ કેર વર્કર્સ તથા 11,470 ફ્રન્ટલાઇન વર્કર્સ મળી કુલ 22,754 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડૉઝ મુકવામાં આવેલ છે. જે પૈકી અત્યાર સુધીમાં 16,051 વ્યક્તિઓને રસીનો બીજો ડૉઝ પણ મુકી દેવામાં આવેલ છે. આમ, હાલમાં 84,769 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડૉઝ અપાયેલ છે.

જનતાની બેદરકારીને લીધે કોરોનના વકર્યો છે : ડીજીપી

રાજયમાં ફાટી નીકળેલા કોરોના સંક્રમણ અંગે ડીજીપી આશિષ ભાટિયાને પત્રકાર પરિષદમાં પૂછતા જ દોષનો ટોપલો નાગરિકો પર ઢોળીને ચૂપકીદી સાધી લીધી હતી. પબ્લિકની બેદરકારીના કારણે જ કેસ વધ્યા હોવાનું રટણ કરતા ડીજીપીએ એમ પણ જણાવેલ કે, રસીની સુિવધામાં વધારો કરીને વેક્સિનેશન શકય તેટલુ જલદી પુરૂ થાય તો કોરોનાને કાબુમાં કરી શકાય. આગામી દિવસોમાં આવનારા તહેવારોની ઉજવણી અંગેની વાતચિત ઉપર પણ પડદો પાડી દીધો હતો. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, કોરોના હોવા છતાં તમામ કાયદા કાનૂન નેવે મૂકીને હજારોની મેદની સાથે નેતાઓ રેલીઓ અને સરઘસ કાઢતા હતા. ત્યારે નેતાઓની િવરૂધ્ધ દંડાત્મક પગલા ના લીધા ત્યારે કોરોના અંગે તંત્ર શું કરતું હતું. પુછતા જ ડીજીપીએ ભીનુ સંકેલીને અાજના કાર્યક્રમની વાત કરો કહેતા વાતને બીજી તરફ વાળી જ દીધી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top