National

‘નીતીશ દરેકના છે’ પટનામાં PM મોદી સાથે નીતિશ કુમારના પોસ્ટર લાગ્યા, રોહિણી આચાર્યએ કહ્યુ…

બિહાર: બિહારના મુખ્યમંત્રી (Chief Minister) નીતિશ કુમારે (Nitish Kumar) રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે. નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં પીએમ મોદી (PM Modi) સાથે નીતીશની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેના પર લખવામાં આવ્યું છે કે- નીતિશ દરેકના છે, દરેકને ગર્વ છે- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.

જણાવી દઈએ કે આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા બાદ નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જનતા દળ (યુનાઈટેડ)ના દિગ્ગજ નેતા હવે ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે.

આ સંદર્ભમાં બિહાર રાજભવનના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી કહેવામાં આવ્યું છે કે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે મુખ્ય પ્રધાન નીતિશ કુમારનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમજ તેમના વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમણે હાલ કાર્યકારી મુખ્ય મંત્રી તરીકે કામ કરવા જણાવ્યું હતું.

દરમિયાન નીતીશ કુમારે આજે સવારે જનતા દળ (યુનાઈટેડ) વિધાનસભાની બેઠકમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા નીતિશ કુમારે કહ્યું કે તેમણે રાજ્યપાલને બિહારમાં મહાગઠબંધનને ભંગ કરવા પણ કહ્યું છે.

રોહિણી આચાર્યએ ફરી પોસ્ટ કરી
સમગ્ર મામલે લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિની આચાર્યએ X પર પોસ્ટ કરતા ફરી એકવાર નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, ‘કચરો પાછો ડસ્ટબિનમાં જાય છે, દુર્ગંધ મારતા કચરાના જૂથને અભિનંદન.’

https://twitter.com/RohiniAcharya2/status/1751498128094863564

NDA ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમાર ચૂંટાયા
નીતિશ કુમાર ફરી એકવાર NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. બેઠક બાદ નીતિશ કુમાર રાજભવન પહોંચ્યા જ્યાં તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ દરમિયાન એનડીએના તમામ ધારાસભ્યો પણ તેમની સાથે રાજભવન પહોંચ્યા હતા.

નીતિશ કુમારે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
રાજીનામુ આપ્યા બાદ નીતિશ કુમાર ફરી એકવાર રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને એનડીએ ગઠબંધનના ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. આ સમર્થન પત્રમાં 128 ધારાસભ્યોના હસ્તાક્ષર છે. જેમાં ભાજપના 78 ધારાસભ્યો, JDUના 45 ધારાસભ્યો, HAMના ચાર ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. તેમજ નીતીશ કુમાર સાંજે 5 વાગ્યે રાજભવનમાં શપથ લેશે.

Most Popular

To Top