National

કુસ્તીબાજોએ કહ્યું- હવે લડત રસ્તા પર નહીં કોર્ટમાં લડીશું, આંદોલન સમેટી લેવાની જાહેરાત

નવી દિલ્હી : નવી દિલ્હીમાં (New Delhi) છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા કુસ્તીબાજોના આંદોલનનો આખરે અંત આવ્યો છે. કુસ્તીબાજોએ (Wrestlers) પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજોએ કહ્યું હતું કે તેઓ રસ્તા પરની લડત બંધ કરી રહ્યા છે. હવે તે તેમની લડત કોર્ટમાં (Court) લડશે. તેઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તે પોતાની લડાઈ ચાલુ રાખશે. આ વાતની માહિતી કુસ્તીબાજોએ ટ્વિટ કરીને આપી હતી.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Wrestling Federation of India) પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષન સિંહનો (Brijbhushan Singh) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક ટ્વિટ કરીને માહિતી આપી હતી. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બંજરંગ પુનિયાએ ત્રણેયે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે 7 જુને સરકાર સાથે વાતચીત થઈ હતી. સરકારે કુસ્તીબાજોને વચન આપ્યા બાદ મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગે FIR નોંધાવી હતી. દિલ્હી પોલીસ દ્વારા તેની તપાસ પુર્ણ કરવામાં આવી હતી. તેની 15 જુને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ મામલે કુસ્તીબાજો કાનુની લડાઈ રસ્તા પર નહી કોર્ટમાં લડશે. આ લડાઈ જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી ચાલુ રહશે.

તેઓએ ટ્વિટમાં વધારે લખ્યું હતું કે કુસ્તી સંધના સુધારા સંબંધમાં નવી કુસ્તી સંધની ચૂંટણી પક્રિયા વચન પ્રમાણે શરૂ થઈ ગઈ છે. જેની ચૂંટણી 11 જુલાઈના રોજ યોજાવા જઈ રહી છે. અમે સરકાર દ્વારા કરવામાં આવેલા વચનના અમલની રાહ જોઈ રહ્યા છીએ. આ સાથે મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ પોતાના સોશિયલ મીડીયા પરથી થોડાક દિવસો માટે બ્રેક લેશે.

આંદોલન સાથે શાબ્દિક યુદ્ધ પણ લડી રહ્યા હતા
કુસ્તીબાજોના આ આંદોલન દરમિયાન રોજ નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે. તેઓ આ આંદોલની સાથે રોજ સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ પણ લડી રહ્યા હતા. જેના લીધે તેઓ ધણી માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આ કારણસર કુસ્તીબાજોએ પોતાના સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવા માટે જણાવ્યું હતું. તેઓ હવે પોતાનું ધ્યાન પોતાની રમતની પ્રેક્ટીસમાં લગાડવા માંગે છે. જેના કારણે તેઓએ આ નિર્ણય કર્યો છે.

Most Popular

To Top