Gujarat

કોરોનાના બે વર્ષ બાદ ગાંધીનગરમાં 10,000 ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમશે

ગાંધીનગર : આવનારી પેઢીમાં ભારતની પ્રાચીન પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એવા ઉદ્દેશ સાથે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી (Navratri) મહોત્સવ (Mahotshav) ભક્તિભાવપૂર્વક ઊજવવા ગાંધીનગર (Ghandhi Nagar) કલ્ચરલ ફોરમે ગાંધીનગરની મધ્યમાં – સેન્ટ્રલ વિસ્ટા પાસે, સેક્ટર-11ના વિશાળ મેદાનમાં દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું છે. કોરોનાકાળના (Corona Period) બે વર્ષ પછી નવરાત્રીના ગરબા યોજાઈ રહ્યા છે એટલે ગાંધીનગરના શહરીજનો અને ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. નવરાત્રી દરમ્યાન રાત્રીના ૭થી ૮ દરમ્યાન ખેલૈયાઓને એકદમ ફ્રી પ્રવેશ આપવામાં આવનાર છે.

  • ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા સેક્ટર – ૧૧માં વિશાળ ડસ્ટ-ફ્રી ગ્રાઉન્ડમાં વરાત્રી મહોત્સવનું આયોજન
  • મુખ્ય મંચ પર માતાજીની ૧૨ ફૂટ ઉંચી મૂર્તિની સ્થાપના કરાશે, ખેલૈયાઓને ફ્રી પ્રવેશ અપાશે

માતાજીની જ્યોતનું પવિત્રતાપૂર્વક સ્થાપન કરાશે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ નવલી નવરાત્રી- ૨૦૨૨ના વિશિષ્ટ આયોજન અંગે જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ દરમ્યાન 10,000 ખેલૈયાઓ મોકળાશથી પરંપરાગત રીતે ગરબે રમી શકે એ માટે ૩ લાખ ચો.ફૂટનું ડસ્ટ ફ્રી ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. છેલ્લા ૩૪ વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ અંબાજીથી જ્યોતિ સ્વરૂપ મા અંબાજીને ગાંધીનગર લાવે છે. માતાજીની આ જ્યોતની ભવ્ય શોભાયાત્રા નવરાત્રી મેદાનમાં પહોંચશે અને ત્યાં માતાજીની જ્યોતનું પવિત્રતાપૂર્વક સ્થાપન કરાશે.

ગરબા અને ચાકડાથી ગામઠી સજાવટ કરવામાં આવી

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાથી વિશ્વગગનમાં ગાંધીનગરે આગવી ઓળખ ઊભી કરી છે. ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોના યુવાનો અને વ્યવસાયિક કે કૌટુંબિક રીતે ગાંધીનગરની બહાર સ્થાયી થયેલા મૂળ ગાંધીનગરના પરિવારો પણ નવરાત્રી દરમિયાન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા ગાંધીનગર આવી જાય છે. યુવાન ગરબા ખેલૈયાઓ પણ નવરાત્રીની ઊજવણી પાછળનું શાસ્ત્રોક્ત માહાત્મ્ય સમજે અને આદ્યશક્તિની આરાધનાના આ પર્વને યોગ્ય રીતે ઊજવે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાના પ્રવેશદ્વારમાં ગરબા અને ચાકડાથી ગામઠી સજાવટ કરવામાં આવી છે. મુખ્ય મંચ પર મા જગદમ્બાની ૧૨ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાશે. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે. નવરાત્રીમાં આઠમની રાત્રે અહી મહાઆરતી યોજાય છે. સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જવા પામી છે.

Most Popular

To Top