Charchapatra

નાણાંધનથી ઉત્તમ બુધ્ધિધન

 ‘‘જીવન સરિતાને તીરે’’ના લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વિચાર એકવાર રજૂ કર્યો હતો. ‘‘પારસીઓ પોતાના ધર્મસ્થાનો પાછળ બેફામ ખર્ચ કરવાને બદલે વિશાળ જનહિતાર્થે નાણાંનો સદ્દઉપયોગ કરે છે. પૈસા સાથે વિવેક – બુધ્ધિમાં જ સાચું હિત છુપાયેલું છે.’’ ભારતમાં કેટલાય ધર્મસ્થાનો એવા છે જેનો નિભાવ ખર્ચ મહિને હજારો કે લાખોમાં થાય છે. શ્રાવણ માસમાં તો ધનશક્તિ સાથે જનશક્તિ સુધ્ધાનો ઊભરો નજરે ચઢે. રાષ્ટ્રીય વિકાસ તો ઠીક પરંતુ યોગ્ય રીતે ધર્મસંદેશ વહેવડાવવામાં પણ નિષ્ફળ પુરવાર થઈ છે અને એમાંથી ઉદ્દભવ્યો ક્રાંતિકારી સત્યશોધક વિચાર. અલબત્ત, અપવાદરૂપ ધર્મસ્થળોએ રચનાત્મક પ્રવૃત્તિ ડોકાય છે, જે લોકકલ્યાણ માટે આવશ્યક, અનિવાર્યક.

જૂના જમાનામાં ઘણા ધાર્મિક સ્થળો પોતપોતાની રીતે લોકોપયોગી આયોજનો રચનાત્મક રીતે કરતાં અને આવા ધર્મસ્થાનો પ્રકાશસ્તંભ, લાઈટ હાઉસની ગરજ સારતા. સદ્દપ્રવૃત્તિઓનું કેન્દ્ર અને સમાજની દીવાદાંડી બનતી હતી. આવી સંસ્થાઓ આજે તો હવે નિભાવ ખર્ચની સામે લોકકલ્યાણ પ્રવૃત્તિ જૂજ. જો આ ધનશક્તિ માનવશકિતને રાષ્ટ્રના જરૂરિયાતમંદ, દલિત, પિડિતના, અસાધ્યરોગનો ભોગ બનેલ દર્દીઓના શ્રેયાર્થે ઉપયોગમાં લેવાય તો આવી સંસ્થાઓ સાચા અર્થમાં કલ્યાણ કેન્દ્ર બને. ક્રાંતિકારી સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણપરમહંસે પોતાના ગુરૂની યાદમાં કલકત્તા ખાતે એમણે બેલૂરમઠ સ્થાપ્યો હતો, જે જોવાની તક ઝડપી. દેશ અને સમાજને જરૂરી છે આવા કલ્યાણકારી ધર્મસ્થાનોની જે માત્ર પૂજા – અર્ચના – પાઠ કે અનુયયીઓના વિરાટ કાફલાથી સંતોષ ન માને.
અડાજણ          – કુમુદભાઈ બક્ષી – – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top