Business

મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, ગૌતમ અદાણીને છોડ્યા પાછળ

નવી દિલ્હી: વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ ભારતીય રઇશો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેની સંપત્તિની દોડ દરરોજ નવા વળાંક લઈ રહી છે. ગયા શનિવારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી શેરમાં વધારાને કારણે તેમની નેટવર્થમાં થયેલા વધારાને કારણે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. પરંતુ છેલ્લા 24 કલાકમાં તેમને થયેલા નુકસાન બાદ તેઓ ફરી એક વાર રઇશોની યાદીમાં બે ક્રમ નીચે પહોંચી ગયા. ત્યારે રિલાયન્સના ચેરમેન હવે એશિયાના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો
એક તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો છે તો બીજી તરફ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર અંબાણીની નેટવર્થ $536 મિલિયન એટલેકે લગભગ 4500 કરોડ રૂપિયા વધી છે અને તેની સાથે તે વધીને $97.5 બિલિયન થઈ ગઈ છે. સંપત્તિના આ આંકડા સાથે તેઓ વિશ્વના ટોચના અમીરોની યાદીમાં એક સ્થાન આગળ વધીને 12માં સ્થાને પહોંચી ગયા છે. જ્યારે એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ પણ તેમને મળ્યો છે.

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શેરબજારમાં લિસ્ટેડ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત વધારો જોવા મળ્યો હતો. આ કારણે તેમની નેટવર્થ પણ ઝડપથી વધી હતી અને ગયા શનિવારે તેઓ વધીને 97.6 બિલિયન ડોલર થઈ ગઈ હતી. એટલું જ નહીં આ આંકડા સાથે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા હતા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. તેમજ 24 કલાકની અંદર તેમની સંપત્તિમાં 7.6 અબજ ડોલરનો જંગી વધારો થયો છે. પરંતુ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર રવિવારે અદાણીને 3.09 અબજ ડોલર (લગભગ 25,000 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું અને તે અમીરોની યાદીમાં બે સ્થાન નીચે આવી ગયા હતા.

હવે અદાણીની નેટવર્થ આટલી છે
છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા ઘટાડા પર નજર કરીએ તો તેમની નેટવર્થ $3.09 બિલિયનના ઘટાડા સાથે $94.5 બિલિયન થઈ ગઈ છે. આ કારણે જ્યાં મુકેશ અંબાણી તેમનાથી બે સ્થાન ઉપર ખસી ગયા છે. ત્યાં ફ્રાન્કોઈસ બેટ્ટેકોર્ટ મેયર્સ નામના અબજોપતિ પણ તેમનાથી આગળ વધીને 13માં સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે અત્યાર સુધીની કમાણી વિશે વાત કરીએ તો ગૌતમ અદાણીની કંપનીએ અન્ય તમામ અબજોપતિઓને પાછળ છોડી $10.2 બિલિયનની સંપત્તિ ઉમેરી છે.

Most Popular

To Top