SURAT

મધ્યપ્રદેશના મંદિરમાં ચોરી કરીને આવેલા સુરતના યુવાનના થયા આવા હાલ

સુરત: (Surat) મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં મંદિરમાં (Temple) ચોરી કરીને આવેલો યુવક ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો. મધ્યપ્રદેશ પોલીસ તેને પકડીને સુરત રેલવે સ્ટેશન પાસેની હોટલમાં (Hotel) રોકાઈ હતી. સવારે ચોરે ભાગવાની કોશિષ કરી હતી. તે બાથરૂમની બારીના કાચ કાઢીને પાઈપથી નીચે ઉતરથી વખતે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી.

  • મધ્યપ્રદેશના મંદિરમાં ચોરી કરીને આવેલા સુરતના યુવાનના થયા આવા હાલ
  • પોલીસ કસ્ટડીમાંથી હોટલમાંથી ભાગવા જતા બીજા માળેથી પટકાયો, હાલત ગંભીર
  • સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ
  • મધ્યપ્રદેશમાં ચોરી કરીને ભાગીને સુરત આવેલો ચોરીનો આરોપી

નવી સિવિલ હોસ્પિટલ અને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના દામોહ જિલ્લાના બટીયાગઢ તાલુમાં રહેતો નરેન્દ્રસિંહ નત્થુસિંહ દોળી( 28 વર્ષ) ચોરી કરીને સુરત ભાગી આવ્યો હતો. તે છોલ્લા એકાદ વર્ષથી ઉત્રાણ વિસ્તારમાં નવી બાંધાતી કંસ્ટ્રક્શન સાઇટ પર રહેતો અને ત્યાંજ કામ કરતો હતો. તે ચોરી કરીને સુરતમાં ઉત્રાણ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા મધ્યપ્રદેશની પોલીસ સુરત આવી હતી. મધ્યપ્રદેશની પોલીસે નરેન્દ્રસિંહને પકડીને પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો.

રાત્રે તેમને દામોહ જવા માટે કોઈ ટ્રેન ન હતી. સવારે ટ્રેન હોવાથી મધ્યપ્રદેશ પોલીસ આરોપી નરેન્દ્રસિંહને લઈને સુરત રેલવે સ્ટેશન પાસેની સમ્રાટ હોટલમાં રોકાયા હતા. સવારે નરેન્દ્રસિંહ 7.30 વાગે બાથરૂમમાં ગયો હતો. ત્યાં બાથરૂમની બારીના કાચ કાઢીને ભાગવાની કોશિષ કરી હતી. તે બાથરૂમની બહાર પાઇપથી ભાગવા જતા નીચે પટકાયો હતો. તેને ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નરેન્દ્રસિંહે 2021માં દામોહ જિલ્લાના બટીયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરમાં ચોરી કરી હતી. ત્યારથી તે નાસતો-ફરતો હતો. હાલ તેની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

પાંડેસરા રચના આર્ટ પ્રિન્ટ સાથે કોલકત્તાના વેપારીઓએ 24.54 લાખની છેતરપિંડી કરી
સુરતઃ પાંડેસરા ખાતે રચના આર્ટ પ્રિન્ટના નામે વેપાર કરતા વેપારીને કોલકત્તાના વેપારીઓએ 24.54 લાખનો સાડી અને કુર્તીનો માલ ખરીદી બાદમાં પેમેન્ટ નહી આપ્યું હતું. વેપારીએ કાપડ દલાલ અને વેપારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અઠવાલાઈન્સ ખાતે આદર્શ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય સંજયભાઈ જયપ્રકાશભાઈ અગ્રવાલ પાંડેસરા જીઆઈડીસીમાં રચના આર્ટ પ્રિન્ટ પ્રા.લી. નામથી સાડી તથઆ લેડીઝ કુર્તીનો હોસસેલનો વેપાર કરે છે. તેમને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કામખ્યા ફેશનના પ્રોપરાઈટર મુન્ના દુબે (ઠે.રતન સરકાર ગાર્ડન સ્ટ્રીટ કોલકત્તા), શ્રીજી વસ્ત્રાલયના પ્રો.(ઠે. હિલી દક્ષિણ દિનાજપુર, કોલકત્તા), વિજય પાંડે, સંજય ભીંગરાડીયા (સિદ્ધનાથ ફેબના પ્રો. ઠે. બ્રિજદુલાલ સ્ટ્રીટ કોલકત્તા) અને ઓમપ્રકાશ (એસએસઓમ ક્રિએશનના પ્રો. ઠે.રામજી દાસ જાટીયા લેન કોલકત્તા) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2017 માં દલાલ વિજય પાંડેએ કોલકત્તાના આ વેપારીઓ સાથે સંપર્ક કરાવી તેમનું મોટુ કામ હોવાનું અને તેમની સાથે વેપાર કરવાથી સારો નફો મળવાની લાલચ આપી હતી. જેથી વિશ્વાસમાં આવીને સંજયભાઈએ કોલકત્તાના આ વેપારીઓને દલાલના કહેવાથી 24.54 લાખનો માલ આપ્યો હતો. પરંતુ 30 દિવસમાં પેમેન્ટ નહી આવતા સંજયભાઈએ ઉઘરાણી શરૂ કરી હતી. અને વેપારીઓએ જો પેમેન્ટ માંગશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સંજયભાઈએ તમામની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top