Sports

T20 વર્લ્ડ કપમાં આ ખેલાડીને સામેલ ન કરાતા મોહમ્મદ અઝહરુદ્દીન નારાજ

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ(World Cup) માટે ટીમ ઈન્ડિયા(Team India)ની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી. ટીમ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન(Mohammad Azharuddin) આનાથી નારાજ છે. મોહમ્મદ અઝહરુદ્દીને ટીમમાં શ્રેયસ અય્યર(Shreyas Iyer) અને મોહમ્મદ શમીને સામેલ કરવાની માંગ કરી છે. સોમવારે BCCI દ્વારા T20 વર્લ્ડ કપની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ અઝહરુદ્દીને ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું કે શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને મુખ્ય ટીમમાંથી પડતા જોઈને હું ચોંકી ગયો. પૂર્વ કેપ્ટને કહ્યું કે શ્રેયસ અય્યરના સ્થાને દીપક હુડા અને મોહમ્મદ શમીના સ્થાને હર્ષલ પટેલને સ્થાન મળવું જોઈતું હતું. તમને જણાવી દઈએ કે આ વખતે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે, મુખ્ય ઈવેન્ટ 16 ઓક્ટોબરથી રમવાની છે જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે રમાશે. 

શ્રેયસ અય્યરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સામેલ કરાયા
ટીમની વાત કરીએ તો મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2021માં ટીમનો ભાગ હતા, પરંતુ ત્યારથી T20 ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મોહમ્મદ શમીએ ટી20 વર્લ્ડ કપ પછી એકપણ ટી20 મેચ રમી નથી. હર્ષલ પટેલે IPLમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાની T20માં જગ્યા બનાવી લીધી છે. ઈજાના કારણે તે એશિયા કપ રમી શક્યો ન હતો, પરંતુ એવું માનવામાં આવતું હતું કે એકવાર તે ફિટ થઈ જશે તો તે T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નિશ્ચિત કરશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

T20 વર્લ્ડ કપમાં ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ
• 17 ઓક્ટોબર- ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (વોર્મ અપ મેચ) સવારે 9.30 વાગ્યે
• ઑક્ટોબર 19- ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (વૉર્મ-અપ મેચ) બપોરે 1.30 વાગ્યે
• ઑક્ટોબર 23- ભારત વિરુદ્ધ પાકિસ્તાન, બપોરે 1.30 વાગ્યે
• 27 ઓક્ટોબર – ભારત વિ A2, બપોરે 12:30 PM
• 30 ઓક્ટોબર – ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સાંજે 4.30 PM
• નવેમ્બર 2 – ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, બપોરે 1.30 PM
• 6 નવેમ્બર – ભારત વિરુદ્ધ B1, 1.30 PM

Most Popular

To Top