Entertainment

મન મોરા બાવરા

આઆઆઆ મન મોરા બાવરા! મન મોરા બવરા
નિશ દિન ગાયે ગીત મિલન કોરીમન મોરા બાવરા (૨)
આશાઓં કે દીપ જલાકે (૨) બૈઠી કબ સે આશ લગાકે (૨)
આયા પ્રિતમ પ્યારા, મન મોરા બાવરા, મન મોરા બાવરા
નિશ દિન ગાયે ગીત મિલન કે (૨) મન મોરા બાવરા (૨)
મન મંદિર મેં શ્યામ બિરાજે (ખો છૂન છૂન મેરી પાયલ બાજે (૨)
કૈસા જાદુ ડારા, મન મોરા બાવરા, મન મોરા બાવરા
નિશ દિન ગાયે ગીત મિલનકે (૨) મન મોરા બાવરા (૨)
મન મોરા બાવરા, નિશ દિન ગાયે ગીત મિલન કે (૨)
મન મોરા બાવરા, મન મોરા બાવરા

ગીત: જાં નિસાર અખ્તર સ્વર: મોહમ્મદ રફી સંગીત: ઓ.પી. નૈયર, ફિલ્મ: રાગિની દિગ્દશક: રાખન વર્ષ: 1958 કળાકારો: કિશોરકુમાર, અશોકકુમાર, પદ્મિની, જબીન જલીલ, નાઝીર હુસેન, અચલા સચદેવ, સુંદર, ઇફતેખાર

ઓ. પી. નૈયરના રોમેન્ટિક ગીતોની લોકપ્રિયતા એવી રહી કે તેમની પ્રતિભાના બીજા વિશેષો તરફ ધ્યાન જ ન ગયું, યા ઓછું ગયું. ‘મન મોરા બાવરા’ ગીત સાંભળો તો કોઇ તરત સ્વીકારે નહીં કે આ ઓ.પી.નું જ સ્વરાંકન છે. આ ગીતમાં રફી પણ બહુ જૂદા છે. ઓ.પી. સહુથી વધુ ગીતો પીલુ રાગમાં કમ્પોઝ કરેલા. બીજા રાગોમાં પણ તેમના યાદગાર સ્વરાંકનો છે પણ આ દરબારી કાનડામાં કમ્પોઝ થયેલું ગીત છે. આ ગીતની બે વિશિષ્ટતા પણ નોંધવી જોઇએ. ઓ.પી.ના ફેવરિટ પુરુષ ગાયક રફી હતા. ‘રાગિની’ ફિલ્મના હીરો કિશોરકુમાર છે તો સ્વર પણ તેમનો હોવો જોઇતો હતો પણ ઓ.પી. કાંઇ સચિન દેવ બર્મન નહોતા કે કિશોર પર વિશ્વાસ કરે.

વળી આ તો રાગ આધારીત વિરહની પીડાનું ગીત છે. કિશોરકુમાર તે વખતે હળવા, રમતિયાળ ગીતોથી વધુ જાણીતા હતા એટલે ઓ.પી.એ. કિશોર માટેનું ગીત રફી સાહેબ પાસે જ ગવડાવ્યું. એક બીજી વિશેષતા પણ શામિલ છે. પરદા પર આ ગીત કિશોરકુમાર પર ફિલ્માવાયું છે પણ તેમાં વ્યકત છે તે તો સ્ત્રીભાવ છે.
ગીત જે આલાપથી શરૂ થાય છે તે પોતે જ ગીતના ઉદાસીન ભાવની તરફ શ્રોતાને બાંધી દે છે. એક આલાપ આખા ગીતને આ રીતે બાંધી શકે એ સંગીતકારની વિશેષતા છે અને પછી ‘મન મોરા બાવરા’ને દોહરાવે છે ત્યારે મનની વિકલતા, ઝૂરાપો, પીડા પ્રગટ થઇ આવે છે.

ગીતકારના શબ્દો કાંઇ કહે તે પહેલાં સ્વરાંકન કહી દે છે. પ્રથમ પંકિતમાં જ ઓ.પી. નૈયર કેવા સ્વરકાર હતા તે સમાજય જાય છે. ગીતમાં પ્રગટ વિરહ વ્યથાને પ્રતિશની તીવ્રતા ભાવક સુધી પહોંચી જાય છે બીજી પંકિતમાં એ ભાવ વ્યકત થાય છે, ‘નિશ દિન ગાયે ગતી મિલનકે, મન મોરા બાવરા’. મન મોરા બાવરા આ ગીતનો ધ્રુવભાવ છે. રોજ મિલનના ગીત ગાઇ છે, મન મારું એટલું બહાવરું છે. આપણને સમજાય છે કે મિલનના ગીત ગાઇ છે પણ સામે કોઇ પ્રતિભાવ નથી. એ શૂન્ય જ પીડા આપે છે ને બ્હાવરા કરે છે. એવામાં ઉપાય શો? ‘આશાઓં કે દીપ જલા કે બૈઠી કબ સે આશા લગાકે’ એજ થઇ શકે.

આશાઓના દીવ-જલાવી, આશા લગાડી રાહ જોવી. અંધકાર જ વ્યાપ્ત હોય તો બીજો કોઇ દીપક પેટાવવો? ને આ આજનું રોજનું છે. એટલે રોજિ હતાશાની ઘનતા વધી રહી છે. તમને આ ઘનતા રફી સાહેબના ગાવામાં પણ અનુભવાશે. અંતરામાં જે વિરહની પીડા છે તેનું રૂપ બદલાઇ જાય છે અને કૃષ્ણત્વમાં ફેરવાઇ જાય છે. ‘મન મંદિરમાં શ્યામ બિરાજેલા છે ને તેની સામે નૃત્ય થઇ રહ્યું છે. પ્રેમ જયારે કૃષ્ણ માટે હોય તો તે મીરા સમો બની જાય. કૃષ્ણને ચાહવા હોય તો અનંત પ્રતિક્ષા પણ હોય અને પ્રેમ ભકિતરૂપે જ પ્રગટે. હે કૃષ્ણ તેં કેવો જાદુ કર્યો છે કે તને પામવા હું આકંઠ ડૂબી છે, મન બ્હાવરું થઇ ઉઠયું છે.

આરંભનો પ્રણય પ્રતિક્ષા ભાવે શાશ્વત પ્રેમી કૃષ્ણ માટેનો છે અને કૃષ્ણ તો બ્હાવરા જ કરેને! તેના માટે તો નિશ દિન ગીત મિલનનાં ગવાતા રહે. આખા આ ગીતની ધ્રુવ પંકિત એક જ છે. ‘મન મોરા બ્હાવરા’. ઓ.પી. નૈયરે તેને રફી સાહેબ પાસે બરાબર ઘુંટાવી છે. અહીં જો નિસાર અખ્તરને વિશેષ ભાવે યાદ કરવા જોઇએ તેઓ કૃષ્ણ માટેની આરતને એવી તીવ્રતાથી વ્યકત કરી શકયા છે કે તમે કૃષ્ણ-રાધા, કૃષ્ણ-મીરાના ભાવમાં પ્રવેશ કરી જાવ છો. અલબત્ત આ ગીત તેના સ્વરાંકનને કારણે જ વધારે પ્રભાવી બન્યું છે અને શાસ્ત્રીય રાગો આધારીત મહત્વના ગીતોમાં સ્થાન પ્રાપ્ત કરી શકયું છે.

Most Popular

To Top