National

વીર સાવરકરને ભારત રત્ન, યુવાનોને 80 ટકા રોજગારી… શિવસેનાની પ્રથમ કારોબારી બેઠકમાં આ મુદ્દાઓની ચર્ચા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) એક તરફ જયાં રાજકીય માહોલ રસાકસીનો ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ મહારાષ્ટ્રના સીએમ (CM) એકનાથ શિંદેએ હોટલ (Hotel) તાજ ખાતે રાષ્ટ્રીય કારોબારીની પ્રથમ બેઠક શિવસેનાનું નામ અને પાર્ટીના ચૂંટણી ચિન્હની ફાળવણી બાદ યોજી હતી. જેમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ સહિત અનેક મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા તો આ માંગ શિવસેનાના લોકસભા પાર્ટીના નેતા સાંસદ રાહુલ શેવાળેએ કરી હતી. આ ઉપરાંત આ બેઠકમાં એકનાથ શિંદેને શિવસેનાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યાં છે.

આ ઉપરાંત આ બેઠકમાં ચર્ચગેટ રેલ્વે સ્ટેશનનું નામ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ચિંતામનરાવ દેશમુખના નામ પર રાખવા, રાજ્યના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિક યુવાનોને 80 ટકા રોજગારી આપવા, મરાઠી ભાષાને ભદ્ર (અજાત) ભાષાનો દરજ્જો આપવા અને UPSC અને MPSC માટે મરાઠી વિદ્યાર્થીઓને મજબૂત ટેકો આપવા રજૂઆત કરવામાં આવી હતી.

17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના નિર્ણય બાદ શિવસેનાનું નામ અને પક્ષનું પ્રતીક ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું. તેના 78 પાનાના નિર્ણયમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે શિંદેના જૂથે વિધાનસભા ગૃહ તેમજ સંગઠનમાં બહુમતી દર્શાવી છે. કમિશન સમક્ષ, બંને પક્ષોએ તેમની પુષ્ટિ માટે પોતપોતાના દાવાઓ અને દસ્તાવેજો રજૂ કર્યા.

શિંદેના સાંસદ પુત્રએ એક અપરાધીને સોપારી આપી: સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે પોલીસ અને સરકારને પત્ર લખીને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર પર પોતાના જીવને જોખમ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે શિંદેના સાંસદ પુત્રએ એક અપરાધીને સોપારી આપી છે. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાઉતના આરોપોને સનસનાટી ફેલાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યા હતા, ત્યારે શિવસેનાના ધારાસભ્યએ આરોપોને “ધટિયા સાજિશ” રુપે ગણાવી હતી.

રાઉતે પોતાના પત્રમાં કહ્યું કે, ‘લોકસભાના સભ્ય શ્રીકાંત શિંદે (એકનાથ શિંદેના પુત્ર)એ મને મારવા માટે થાણેના ગુનેગાર રાજા ઠાકુરને મને મારી નાખવા માટેની સોપારી આપી છે. મેં તે અંગે પુષ્ટિ કરી છે. હું તમને એક જવાબદાર નાગરિક તરીકે આ અંગેની જાણ કરું છું.’ રાઉતે મુંબઈ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં આક્ષેપો કર્યા હતા, જેની નકલો મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેમની પાસે ગૃહ પોર્ટફોલિયો છે અને થાણે શહેર પોલીસને પણ મોકલવામાં આવી હતી.

શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું, “રાઉત સહાનુભૂતિ મેળવવા માટે સસ્તી યુક્તિઓ અપનાવી રહ્યા છે.”
રાઉતના પત્ર પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું, “રાઉત સહાનુભૂતિ મેળવવા માટે સસ્તી યુક્તિઓ અપનાવી રહ્યા છે.” આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમાં કોઈ શંકા નથી. જો કે, ભૂલશો નહીં કે રાઉત ઘણી બધી યુક્તિઓ અપનાવતા રહે છે, જેમાં કોઈ તથ્ય નથી. હું માનું છું કે શ્રીકાંત શિંદે આવું ક્યારેય નહીં કરે, છતાં તપાસ શરૂ થઈ શકે છે.

Most Popular

To Top