SURAT

અકસ્માતના લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ: પુણા ગામમાં કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ, બે થાંભલા તૂટ્યા

સુરત (Surat) : શહેરના પુણાગામ વિસ્તારમાં સ્કૂલના ગેટ નજીક ભયાનક અકસ્માત થયો છે. એક ફૂલસ્પીડમાં દોડતી કાર અહીં વીજળીના થાંભલા સાથે જોરભેર અથડાઈ હતી. કારની ટક્કરના લીધે વીજળીના મજબૂત થાંભલા તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો.

  • પુણા ગામમાં ભયાનક અકસ્માત, કાર વીજથાંભલા સાથે અથડાઈ
  • ડ્રાઈવરે કાબુ ગુમાવતા નંદનવન સોસાયટીમાં અકસ્માત, લોકોનો જીવ અદ્ધર થયો
  • હરીઓમ સ્કૂલના ગેટ સામે ઘટના બની, અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

પ્રાપ્ત માહિતી અનુસાર પુણાગામમાં સ્કુલના ગેટ પાસે ઈલેક્ટ્રીક ના થાભલા સાથે કાર અથડાતાં બે થાંભલા પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. નંદનવન સોસાયટીની હરીઓમ સ્કુલ ના ગેટ પાસે બનેલો ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ થાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

દિલીપભાઈ રાઠોડ (સોસાયટીવાસી) એ જણાવ્યું હતું કે કામ પરથી આવ્યા બાદ પાવર ડુલ થઈ ગયો હતો. તપાસ કરતા ઘટનાની જાણ થઈ હતી. કાર ઇલેક્ટ્રિક લાઈનના થાંભલા સાથે ભટકાયા બાદ બે થાભલા તૂટી પડ્યા હતા. જેને લઈ લાઈટ ચાલી ગઈ હતી. લગભગ કલાકો સુધી સોસાયટીમાં અંધાર પટ રહ્યો હતો. રાત્રે 10 વાગે લાઈટ આવ્યા બાદ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના અમરધામ સોસાયટીમાં બની હોવાની જાણ બાદ DGVCL ની ટીમ દોડી આવી હતી. 150 થી વધુ મકાનોમાં અંધારપટ છવાઈ જતા લોકોએ ઉપરા ઉપરી ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. ઘટના ભર બપોરે બની હોવા છતાં કાર માલિક કોણ હતો એ બાબતે કોઈ વાત કરી રહ્યું નથી. જોકે DGVCL ના અધિકારીઓએ પણ તપાસનો દોર આગળ વધાવ્યો છે. હાલ સ્થિતિ નોર્મલ છે.

Most Popular

To Top