SURAT

સુરતમાં પવન સાથે હળવો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત: સુરત(Surat)માં છેલ્લા કેટલાક દિવસથી ગરમી(Heat) બફારા અને ઉકળાટ વચ્ચે આજે શહેરનાં અનેક વિસ્તારો(Area)માં વરસાદ(Rain) વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. સુરતમાં આજે સવારથી જ વાતાવરણ(Atmosphere) માં પલટો આવ્યો હતો. વાદળો(Clouds) અને સૂર્યદેવ સંતાકુકડી રમી રહ્યા હોય તેમ થોડી વાર તડકો તો થોડીવાર કાળા વાદળો છવાઈ જતા હતા. જો કે આ બાદ એકાએક વરસાદ શરુ થઇ જતા લોકોમાં આનંદ ફેલાઈ જવા પામ્યો છે. ગતરોજ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

સુરતનાં આ વિસ્તારોમાં વરસાદની હેલી
સુરત શહેરના રાંદેર, કતારગામ, વરાછા, ચોક બજાર, અઠવા જેવા અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. જેના પગલે રસ્તાઓ ભીના થઇ ગયા હતા. આ ઉપરાંત વાતાવરણમાં ભીની માટીની સુગંધ ભળી ગઈ હતી. જો કે વરસાદના પગલે વાહન ચાલકોને થોડી મુશ્કેલી પડી હતી.

બે-ત્રણ દિવસ સુરત શહેરમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ સુરત શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. આજે સુરત શહેર અને જિલ્લાના સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં હળવો વરસાદ નોંધાયો છે.

કોઝવેની સપાટી 4.95 મીટર
સુરત શહેર સહિત જિલ્લામાં હળવો વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ પડી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 3.16.38 ફૂટ પર છે. ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી સતત છોડાતું રહે છે. જ્યારે ગત રોજ રાત્રે 8 વાગ્યે 13 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું હતું. હાલ તાપી નદી પરના કોઝવેની સપાટી વધીને 4.95 મીટર પર પહોંચી ગઈ છે.

નવસારીમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો
નવસારી : નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું હતું. સાથે જ લઘુત્તમ તાપમાન નહિવત ડિગ્રી ગગડ્યું હતું. નવસારી જિલ્લામાં ચોમાસુ શરૂ થઇ ગયું છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઠંડક વર્તાઈ રહી છે. પરંતુ કેટલાક તાલુકાઓ સૂકા રહ્યા છે. જલાલપોર તાલુકામાં 14 મી.મી. અને નવસારીમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. જેથી જલાલપોર તાલુકામાં ઠંડક ભર્યો માહોલ હતો. ત્યારે બુધવારે નવસારીમાં મહત્તમ તાપમાન 1.6 ડિગ્રી ગગડીને 32.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન નહિવત ડિગ્રી ગગડતા 25.5 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 66 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 8.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top