Latest News

More Posts

દાહોદ:

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી તારીખ ૩ ઓક્ટોબરથી શરૂ થનાર માં આદ્યશક્તિના ગરબાની તૈયારીઓમાં દાહોદના ગરબા મંડળો દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ત્યારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો જાેવા મળી રહ્યાં છે. આ વર્ષે ભાદરવો ભરપુર રહેતા ગરબા અને નવરાત્રીમાં પણ રમવાનું નહીં પણ ભીંજાવાનું..ના પોસ્ટરો સાથે અંબાલાલની આગાહીના મેસેજાે પણ સોશિયલ મીડીયામાં ભારે વાઈરલ થઈ રહ્યાં છે.

ભાદરવો ભરપુર રહેતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ મન મુકીને વરસતા તમામ જળાશયો વરસાદી પાણીથી ભરાઈ ગયાં છે. દાહોદમાં છેલ્લા બે દિવસથી પવનના ભારે સુસવાટા તેમજ વાવાઝોડાની સાથે વરસાદ પડતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં કાચા મકાનો, પતરાવાળા મકાનો, વિવિધ સ્થળોએ લાગેલ મોટા બેનરો ઉડી જવાની સાથે સાથે ઘણા સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થઈ જવાના બનાવો બનવા પામ્યાં છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્યાં હતાં. ત્યારે વાવાઝોડાની સાથે વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ આવનાર નવરાત્રિના તહેવારને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે , ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ પણ આરંભ કરી દેવામાં આવી છે. પરંતુ આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ પડશે એવી અંબાલાલ પટેલની આગાહીને પગલે સોશિયલ મીડીયામાં વિવિધ મેસેજાે પણ વાઈરલ થઈ રહ્યાં છે. નવરાત્રિમાં મેઘરાજા મહેરબાન રહેશે, તેવી ચિંતા સાથે ગરબા આયોજકો તેમજ ખૈલેયાઓમાં ચિંતાના વાદળો જાેવા મળી રહ્યાં છે. આજરોજ પણ સાંજના ચારેક વાગ્યાના આસપાસ વાવાઝોડાની સાથે ૭૦ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની સાથે વરસાદ વરસતા દાહોદમાં તમામ સ્થળોએ વરસાદી પાણી છવાઈ ગયાં હતાં.

————————————-

To Top