Madhya Gujarat

ચરાેતરમાં શાળા સાથે જ નર્સિંગ કોલેજો શરૂ કરાઇ

આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગુરૂવારના રોજ સિન્ડીકેટ સભા મળી હતી. જેમાં વિવિધ વિષયના પ્રોફેસરની ભરતી સહિત 62 ઠરાવો શાંતિપૂર્ણ રીતે પસાર થયાં હતાં. જોકે, સૌથી મહત્વની બાબત એ હતી કે, ઓન ધ સ્પોટ સમિતિએ 14 જેટલી ખાનગી કોલેજની ખૂટતી સુવિધાનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં મોટા ભાગની ખાનગી કોલેજમાં જુના પુસ્તકોથી જ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત માળખાકીય સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગુરૂવારના રોજ યોજાયેલી સિન્ડીકેટ સભા શાંતિપૂર્ણ રહી હતી. આ સભામાં 62 જેટલા ઠરાવ મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં પ્રોફેસરની નિમણૂંક, વિદેશ જતા કર્મચારીની રજા, રિસર્ચ કરવા માટે મળેલા ડોનેશન, સારા અધ્યાપકને પીએચડીના ગાઇડ તરીકે નિમણૂંક કરવા સહિતના મહત્વપૂર્ણ ઠરાવો થયાં હતાં. જોકે, વધારાના કામોમાં 50 નંબરના ઠરાવમાં ઓન ધ સ્પોટ કમિટિના રિપોર્ટ રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં 14 જેટલી ખાનગી કોલેજમાં માળખાકીય સુવિધાનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું.

આણંદની ઝાયડસ સ્કૂલ ઓફ નર્સિંગમાં બીએસસી (નર્સિંગ)નો સ્નાતક અભ્યાસક્રમ શીખવવામાં આવી રહ્યો છે. પરંતુ અભ્યાસ કરાવવા માટે નિયમ મુજબ આચાર્યથી લઇ એસોસીએટ્સ પ્રોફેસર નથી. ક્લીનીકલના અનુભવ કરાવવા વિદ્યાર્થીઓને નિયમ મુજબ 1ઃ3 નો રેશ્યો રાખવાનો હોય તે માહિતી પ્રમાણે જાળવવામાં આવ્યો નથી. બુક્સ અને જનરલ ખરીદવી પડે તેમ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, નર્સિંગ કોલેજમાં એક વર્ષથી ઓછા અનુભવવાળા નર્સીંગ ટ્યુટર રાખવામાં આવ્યાં છે.

નડિયાદની વિનાયકા કોલેજ ઓફ નર્સિંગમાં બીએસસી (નર્સિંગ)નો અનુસ્નાતક અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો છે. આ કોલેજની બિલ્ડીંગ જ આઈએનસીના નિયમ મુજબ નથી. દસ વર્ષ માટે ભાડે લીધી છે. પરંતુ કેમ્પસમાં શાળાઓ પણ આવેલી છે. મા મેલડી સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ (સોખડા)ના ડોક્યુમેન્ટ નિયમ મુજબ નથી. બીએસસી માટેના કલાસ રૂમ ખૂબ જ નાના છે, લેબ માટેના પુરતા સાધનો પણ નથી. ટીચીંગ સ્ટાફ પણ પુરતો નથી. ક્લીનીકલ અનુભવ માટે વિદ્યાર્થીનો રેશ્યો જાળવવામાં આવ્યો નથી. હોસ્પિટલ સાથે થયેલું એમઓયુ પણ એક્સપાયર થઇ ગયું છે. બન્ને હોસ્પિટલ 30 કિલોમીટર દુર છે.

ખંભાતમાં વાત્સલ્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગમાં વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ અને નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ એક જ બિલ્ડીંગમાં ચાલે છે. બુક્સ, લેબ, કલાસરૂમ, માળખાકીય સુવિધા આઈએનસી નિયમ મુજબ નથી. હોસ્પિટલ પણ છેક 36 કિલોમીટર દુર બોરસદમાં છે. એક પ્રોફેસર, એક એસોસીએટ પ્રોફેસર, 3 આસીસ્ટન્ટ પ્રોફેસર, 10 નર્સીંગ ટ્યુટર જ નથી. કોમ્પ્યુટરની લાબ  શાળા અને કોલેજ ભેગી જ છે. ક્લીનીક સાયન્સ લેબ નથી. ઓડમાં લેટ રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજમાં આઇએનસી નિયમ મુજબ હોસ્પિટલ નથી. ફેકલ્ટી નથી. નોન ટીચીંગ સ્ટાફ નથી.

Most Popular

To Top