નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social media) પર લોકપ્રિયતાને લઈને હાલ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના...
માલેઃ (Male) માલદીવની પૂર્વ મંત્રી મરિયમ શિયુનાએ (Former Maldivian Minister Mariam Shiuna) વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ધ્વજ પર તેની સોશિયલ...
નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને મનીષ સિસોદિયા (Manish Sisodia) દિલ્હી એક્સાઇઝ સ્કેમ (Delhi Excise Scam) કેસમાં પહેલાથી જ...
ગાંધીનગર: (Gandhinagar) દેશમાં 19 એપ્રિલથી લોકસભા ચૂંટણી (Election) યોજાવા જઈ રહી છે. કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન...
પાણીનો ફોલ્ટ શોધવા ગયેલી પાલિકાની ટીમ અને કાઉન્સિલરોને રહીશોની ઉગ્ર રજૂઆત ચોખંડી કંસારા પોળના સામેના બરાનપુરા વિસ્તારમાં પાણીની સમસ્યા ( પ્રતિનિધિ )...
નવી દિલ્હી: તેલુગુ ઇન્ડસ્ટ્રીના (Telugu Industry) સુપરસ્ટાર અલ્લુ અર્જુને (Allu Arjun) તેના જન્મદિવસ પર પોતાના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. અર્જુન...
ફતેગંજની શી ટીમે અમિતનગર બ્રિજ નીચે રહેતા માતા-પિતાને શોધી કાઢ્યા બાદ બાળક સોંપ્યો વડોદરા તા.8 ફતેગંજ વિસ્તારમાંથી ગુમ થયેલા 7 વર્ષીય બાળક...
ગૌચરની જમીનમાં વૃક્ષોનું છેદન કરી લાકડા સગેવગે કરવાનું મસ મોટું કૌભાંડ : વૃક્ષોનું નિકંદન શહેરનો વિકાસ કરશે કે વિનાશ : ( પ્રતિનિધિ...
સુરત: સુરત શહેર સ્માર્ટ સિટી (SmartCity Surat) હોવાના દાવા થઈ રહ્યાં છે. ભારતના નંબર 1 સ્વચ્છ શહેર (No. 1 clean City) તરીકેનો...
નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ આફ્રિકન દેશ મોઝામ્બિકના (Mozambique) ઉત્તરી કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડુબી (Sink the boat) જતાં 90થી વધુ લોકોના મોત (Death)...
મુંબઈ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ (Trading) દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. આજે તા. 8 એપ્રિલને સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં (Sensex) 300...
હેવામાં તો એવું આવ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. ગુજરાત મોડેલ ભ્રષ્ટાચારમુક્ત સુશાસનનું મોડેલ છે અને જો મને...
રે ખીણ પ્રદેશ, પથરાયેલા પહાડો વચ્ચેના સ્થળોએ આપણે બૂમ પાડીએ તો પડઘો પડે. કમનસીબે લદ્દાખ, જે ભારતનો અત્યંત રમણીય પ્રદેશ છે અને...
પ્રવાસ, વેપાર અને માલસામાનની હેરાફેરી માટે જમીન અને આકાશી માર્ગો ઉપરાંત જળમાર્ગ પણ ઉપયોગી રહ્યો છે, જૂના જમાનામાં તો દરિયાઇ માર્ગે જ...
ચુંટણીનું વાતાવરણ જામે છે અને કોંગ્રેસી કાર્યકરોનો અંતરાત્મા એકાએક જાગવા માંડે છે. તેમને એકાએક એમ લાગવા માંડે કે પોતાના ભયંકર અપમાન થયા...
29, માર્ચના ગુજરાતમિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ લેખમાં ભાઈશ્રી કાર્તિકેય ભટ્ટે ચિંતન મનન, અનુભવો સરવાળો સુપેરે પ્રસ્તુત કર્યો છે. પ્રતિભાવ અદ્દભૂત ‘સરકાર પાસે રોજીંદા...
ભારતમાં સોનું માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કારણોને લીધે પણ ખરીદવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સોનામાં રોકાણ...
શહેરોમાં મેટ્રો રેલવે જેમ ભૂગર્ભમાં ચાલે છે તેમ ભવિષ્યમાં ભૂગર્ભમાં શહેરો વસાવવાની યોજના પણ ઘડાઈ રહી છે. ભૂગર્ભનાં શહેરો ભવિષ્યમાં થનારા અણુયુદ્ધ...
એપ્રિલથી અઢી મહિના સુધી સખત ગરમી રહેવાની હવામાન વિભાગની આગાહી ગુજરાતમિત્ર અખબારમાં ર્પકટ થયેલા આ સમાચાર છે. એપ્રિલ માસ કી યે સાલકી...
પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે.મુસલમાનો રોજા નમાજ ઈબાદતમા મશગુલ છે.શરીર સાથે મન હૃદય પવિત્ર થઈ રહ્યા છે.ચારે બાજુ અલોંકિક આધ્યાત્મિક માહોલ...
પરેશભાઇ ભાટિયાના 28 માર્ચના વરિષ્ઠ મંડળો વિશેના ચર્ચાપત્ર વાંચી હું આ લખવા પ્રેરાયો છું. તેમણે વરિષ્ઠ મંડળો વિશે યોગ્ય જ લખ્યું છે....
એક દિવસ એક બાદશાહને બહુ જ ગુસ્સો આવ્યો તેમના મંત્રીએ તેમનો હુકમ માન્યો નહિ એટલે તમણે દરબારની વછે મંત્રીને બે થપ્પડ લગાવી...
ગયા મહિને મેં મિઝોરમમાં ઘણા આનંદમય દિવસો ગાળ્યા. મને રાજ્યના રાજકીય ઈતિહાસ વિશે થોડું જ્ઞાન હતું, મારા જીવન દરમિયાન અસંખ્ય મિઝોને મળ્યો...
ગાઝા યુદ્ધને છ મહિના થયા. યુદ્ધે ગાઝા અને તેના લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ૩૨૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો...
અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલા પછી બંને દેશોના સંબંધો એકવાર ફરીથી તણાવભર્યા થઈ ગયા છે. આ વર્ષે ઈરાન પછી અફઘાનિસ્તાન બીજો એવો...
તસ્કરો તાળુ તોડી અંદર ઘુસ્યા અને 1.62 લાખની મતાની સાફસુફી કરી ફરાર મકરપુરા તથા માંજલપુર પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી (પ્રતિનિધિ )...
વડોદરા, ૭ ગોરવા વિસ્તારમાં રહેતા દારૂના બંધાણી એવા ૪૫ વર્ષીય પુરુષનો પગ લપસી જતા ગોરવા વિસ્તારમાં આવેલી કેનાલમાં ખાબક્યા હતા જેથી કેનાલમાં...
સ્વાઈન ફ્લૂના કારણે વીતેલા દિવસોમાં કુલ ત્રણના મોત કોરોના ના કારણે વધુ એક દર્દી સારવાર હેઠળ : કુલ આંક પાંચ વડોદરા ,...
જબલપુરઃ (Jabalpur) મધ્યપ્રદેશના જબલપુરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન અકસ્માત થયો હતો. સ્ટેજ ધરાશાયી (Stage Collapse) થવાને કારણે 10થી વધુ લોકો ઘાયલ...
એપ્રિલ માસની શરૂઆતમાં જ ગરમીના પારામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે શહેરમાં પ્રતિદિન એક આગનો બનાવો સામે આવી...
વર્તમાન ગુજરાતની હાલત જોતાં થતું હતું કે આ સુશાસન નથી કે કુશાસન પણ નથી.આ છે અશાસન. યાને કે રણીધણી વગરનું જાહેર જીવન. ના કોઈ પૂછનાર ના કોઈ કહેનાર. સુશાસન હોય તો તેનો પ્રજાને અનુભવ થાય,સત્તાધીશો ઈરાદાપૂર્વક પ્રજાને હેરાન કરે, ત્રાસ આપે તે કુશાસન કહેવાય પણ નેતાઓને કાંઈ ખબર જ ના પડતી હોય,જેને જેમ ફાવે એમ નિર્ણયો કરતું હોય.તમે સારું કરો, ખોટું કરો, કોઈ બોલનાર,રોકનાર ના હોય ત્યારે અશાસન કહેવાય. કવિ હરીન્દ્ર દવેએ કાવ્ય લખ્યું હતું “માધવ ક્યાંય નથી મધુવનમાં.”બસ આ જ લયમાં મનમાં વાક્ય બન્યું છે કે શાસન ક્યાંય નથી ગુજરાતમાં!
તમે ગુજરાતના કોઇ પણ મહાનગરમાં,જાહેર જગ્યા પર ટેબલ ખુરસી લઇ બેસી જાવ અને બજારમાં ફરવાની,વાહન પાર્ક કરવાની,કોઇ પણ બાબતની દસ રૂપિયા ફી ઉઘરાવા માંડો. મહિના વરસ દિવસ સુધી તમને કોઈ પૂછે તો કહેજો. જાહેર રસ્તા પર મંડપ બાંધી રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમ યોજી દો કોઈ પૂછે તો કહેજો.હોસ્પિટલોની ફી થી માંડીને સ્કૂલ કોલેજોની ફી માં,રસ્તા પર ફટાકડા ફોડવાથી માંડી મોડી રાત્રે કાન ફાડી નાંખતાં ડી. જે. વગાડવા..કોઈ બાબતમાં કોઈ તમને પૂછશે નહીં.અધિકારીઓ મનમાં આવે તેવા પરિપત્રો કરી દે છે નેતાઓને પણ ખબર નથી હોતી.
હજુ હમણાંનો દાખલો જ લો.ગુજરાતમાં ૨૦૦૫ પહેલાં ફિક્સ પગારમાં લાગેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની સરકારે જાહેરાત કરી. જાહેરાત કર્યા બાદ કેટલાય દિવસ સુધી તેનો પરિપત્ર ન થયો.દિવાળી પછી ફરી પાછા કર્મચારી મંડળે કાન પકડવો પડ્યો ત્યારે જાહેરાતનો સત્તાવાર પરિપત્ર થયો અને હજુ તેના અમલીકરણની નિયમાવલી આપવાની તો બાકી જ છે. આ એ જ ગુજરાત છે અને એ જ ભાજપની સરકાર છે જે તાતા નેનોને એક જ કલાકમાં જમીન ફાળવણી કરી શકતી હતી, પરિપત્ર કરી શકતી હતી.
જો ગુજરાતના સરકારના વહીવટી શાસનનું તટસ્થ રીતે મૂલ્યાંકન થાય તો સ્પષ્ટ થાય કે શ્રીમતી આનંદીબહેનના રાજીનામા પછી શાસન સતત કથળતું ગયું છે. છેલ્લા સમયમાં ઘણી વખત એવું બન્યું છે કે અધિકારીઓએ કોઈ નિયમો બનાવ્યા હોય,પ્રજા હેરાન થઇ હોય અને પછી કોઈ નેતાઓનું ધ્યાન દોરે કે ફરિયાદ કરે તો ખુદ નેતાને જ ખબર ના હોય કે આવો કોઈ નિયમ બન્યો છે. સરકારે જાહેર કરેલા ઘણા નિયમો પાછા ખેંચવા પડ્યા તે આનું જ ઉદાહરણ છે.
આ અશાસનની આ નિશાની છે કે પાર્કિંગથી પાણી સુધી બધું જ વેચાય છે અને મનભાવન ભાવે વેચાય છે અને વેચનારામાં ભાજપવાળા, કોંગ્રેસવાળા એવા ભેદ પણ નથી. બધા જ વેચી રહ્યા છે.ઘણી વાર તો એવું લાગે કે આપણા રાજકીય પક્ષોએ વેચવા માટે દેશ વહેંચી તો નથી લીધો ને? પણ મૂળ મુદ્દો એ કે આનો ઉકેલ શું? આપણે વારંવાર કહીએ છીએ કે દેશનો વિકાસ વ્યક્તિથી નહિ વ્યવસ્થાથી થાય છે અને આપણે ત્યાં વ્યવસ્થાઓનો વિકાસ જ નથી થતો. આપણા સામાન્ય જ્ઞાનનાં પુસ્તકોમાં શોધ અને શોધકનાં નામ આવે છે.
આપણે વસ્તુઓ અને દવાઓના શોધકોની વાતો કરીએ છીએ તો ક્યારેક આ સામાજિક વ્યવસ્થાઓ આ આધુનિક વ્યવસ્થાઓના શોધકની પણ વાત કરવી જોઈએ.આ ન્યાયવ્યવસ્થા,આ શિક્ષણવ્યવસ્થા,આ વહીવટીય વ્યવસ્થા,આ રાજકીય વ્યવસ્થાઓ કોણે શોધી? ભારતમાં આજની વ્યવસ્થામાં મૂળ ભારતની હોય એવી વ્યવસ્થાઓ કેટલી? ભારતની તો જવા દો, આપણા આદરણીય મહાત્મા ગાંધીના સપનાની કઈ વ્યવસ્થા આજે ચાલે છે? લોકશાહી એટલે કાયદો અને વ્યવસ્થા એવું આપણે માનતા હોઈએ તો આપણે એવી આશા રાખવી પડે કે આપણે ચૂંટેલી સરકારનું રોજિંદુ તંત્ર જ એવું હોવું જોઈએ કે આવી લૂંટ માટે તત્કાલ કાયદાનો અમલ થવો જોઈએ.એમાંય જો આ સરકાર જોરદાર હોય તો તેની પાસે કાયદાના શાસનની વધુ અપેક્ષા રાખવાની હોય પણ આપણા અનુભવમાં એવું દેખાય છે કે
આપણા જાહેર જીવનના નેતાઓની નિસ્બત પૂરી થઇ ગઈ છે.એમને જાતે સમજ જ નથી પડતી કે આ લૂંટ છે.ગેરકાયદેસર છે અને તેને રોકી શકાય એમ છે. પ્રજા બધે જ બૂમો પાડે છે પણ લોકશાહીમાં આપણો અસંતોષ મતદાનમાં પ્રતિબિમ્બિત થવો જોઈએ. જો આપણને એવું લાગતું હોય કે આ અનિયંત્રિત આર્થિક લૂંટ અટકવી જોઈએ તો આવનારી ચૂંટણીમાં આપણા મતવિસ્તારના ઉમેદવારને પૂછવું જોઈએ કે આ માટે તમે શું કરશો? બાકી દિલ્લી મ્યુનિસિપાલિટીની ચૂંટણીનાં પરિણામો અને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના ફળાહારના સમાચારનો ઘૂઘરો મિડિયા આપણને પકડાવી દે અને આપણે વગાડ્યા કરીએ તો પછી આ સ્થિતિ બદલાવાની નથી.હા, એક રસ્તો છે આ લૂંટમાં આપણે પણ ગોઠવાઈ જવું.પાણીથી મળીને આંસુ સુધીનું વેચી શકાય છે તમને વેચતાં આવડે તો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે