ગયા મહિને મેં મિઝોરમમાં ઘણા આનંદમય દિવસો ગાળ્યા. મને રાજ્યના રાજકીય ઈતિહાસ વિશે થોડું જ્ઞાન હતું, મારા જીવન દરમિયાન અસંખ્ય મિઝોને મળ્યો...
ગાઝા યુદ્ધને છ મહિના થયા. યુદ્ધે ગાઝા અને તેના લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ૩૨૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને લાખો...
અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલા પછી બંને દેશોના સંબંધો એકવાર ફરીથી તણાવભર્યા થઈ ગયા છે. આ વર્ષે ઈરાન પછી અફઘાનિસ્તાન બીજો એવો...
તસ્કરો તાળુ તોડી અંદર ઘુસ્યા અને 1.62 લાખની મતાની સાફસુફી કરી ફરાર મકરપુરા તથા માંજલપુર પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી (પ્રતિનિધિ )...
વડોદરા, ૭ ગોરવા વિસ્તારમાં રહેતા દારૂના બંધાણી એવા ૪૫ વર્ષીય પુરુષનો પગ લપસી જતા ગોરવા વિસ્તારમાં આવેલી કેનાલમાં ખાબક્યા હતા જેથી કેનાલમાં...
સ્વાઈન ફ્લૂના કારણે વીતેલા દિવસોમાં કુલ ત્રણના મોત કોરોના ના કારણે વધુ એક દર્દી સારવાર હેઠળ : કુલ આંક પાંચ વડોદરા ,...
જબલપુરઃ (Jabalpur) મધ્યપ્રદેશના જબલપુરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન અકસ્માત થયો હતો. સ્ટેજ ધરાશાયી (Stage Collapse) થવાને કારણે 10થી વધુ લોકો ઘાયલ...
એપ્રિલ માસની શરૂઆતમાં જ ગરમીના પારામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે શહેરમાં પ્રતિદિન એક આગનો બનાવો સામે આવી...
14 દિવસની રજા મંજુર થતા સેન્ટ્રલ જેલમાંથી મુકત કરાયો હતો 29 માર્ચે હાજર નહી થતા જેલરે કેદી સામે પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતિનિધિ...
ગાંધીનગર: (Gandhinagar) ગરમ અને ભેજવાળી હવાના કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં (Saurashtra And Kutch) હવે ગરમી વધવા લાગી છે. આગામી 5 દિવસ દરમ્યાન...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની રજવાડા વિશેની એક ટિપ્પણીના પગલે હજુયે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થાય...
પાર્થ પુરોહિતના નેતૃત્વમાં યુવા મોરચો સતત વિવાદમા ભાજપના નારા લગાવવાની સાથે બાઈક સવાર યુવક એક હાથે સ્ટેરિંગ પકડી ઉભો થઈ ગયો રેલીમાં...
વાપી: (Vapi) કોન્ટ્રાક્ટરે વાપી ભડકમોરાથી 20 થી 25 મજૂરને પીકઅપમાં (Pick-Up) બેસાડી સરીગામ જીઆઈડીસીની (GIDC) કંપનીમાં કામ ઉપર લઈ ગયા હતા અને...
ભરૂચ: (Bharuch) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) રવિવારે રાજપીપળા આવ્યા હતા. જો કે અગાઉ બીજી એપ્રિલે રાજપીપળા આગમનનો કાર્યક્રમ હોવા છતાં...
ચૂંટણી પ્રચાર (Election Campaign) દરમિયાન પોતાના નિવેદનને લઈને ક્ષત્રિયા સમાજના વિરોધથી ઘેરાયેલા ભાજપના (BJP) લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) રવિવારે સુરત...
ખંડેરાવ માર્કેટથી પોલોગ્રાઉન્ડ જતા રસ્તા ઉપરનો ડામર પીગળ્યો : સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન : ( પ્રતિનિધિ ) વડોદરા તા.7...
લોકસભાની રાજકોટ (Rajkot) બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રુપાલાનો (Purshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો...
8મી એપ્રિલે પૂર્ણ સૂર્યગ્રહણ (Solar Eclipse) થવાનું છે. આ ગ્રહણ ઉત્તર અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં (Canada) દેખાશે. આવી સ્થિતિમાં જે લોકો...
પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મિદનાપુરમાં એનઆઈએ (NIA) ટીમ પર થયેલા હુમલાને લઈને રાજ્યમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનું વાતાવરણ શરૂ...
ગાઝીપુરઃ (Ghazipur) સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) રવિવારે સ્વર્ગસ્થ મુખ્તાર અંસારીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે ભાજપ સરકાર...
નવાદા: (Navada) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે બિહારના (Bihar) નવાદામાં કુંતીનગર મેદાનમાં જનસભાને સંબોધી હતી. PM મોદીએ વિપક્ષ INDI ગઠબંધન અને...
ગુગલ પર સર્ચ કરી મોબાઇલની દુકાનોને નિશાન બનાવતો હતો, ક્રાઇમ બ્રાન્ચે તરસાલી વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની મોપેડ સાથે દબોચ્યો ગુજરાત તથા મહારાષ્ટ્રમાં...
ડમ્પર ચાલક ફોન પર વાત કરી રહ્યો હતો : બાઈક પર સવાર બે પૈકી એકનું મોત એક ઈજાગ્રસ્ત : વડોદરા શહેરમાં સવારે...
રિલ્સ બનાવવા અવનવા સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ : ટીપી 13 વિસ્તારમાં બ્રિજ ઉપર રાતના સમયે પરીક્ષા ઉપર ટીંગાટોળી કરતા યુવાનો કેમેરામાં...
એલસીબી ઝોન 4ની ટીમે છીપવાડમાં રેડ કરી ગૌમાંસમાંથી બનાવેલા સમોસા અને મીટ માવા સાથે 6 લોકોને ઝડપી પાડ્યા હતા આરોપીઓની વધુ પુછપરછ...
હરણી બોટ કાંડ માં ઝડપાયેલા 20 આરોપી પૈકી એક આરોપી એવા નૂતન પરેશ શાહ અને ડૉ. વૈશાખી પરેશ શાહ ના જામીન કોર્ટ...
જરોદ વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડા એક સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પરિવારજનોની બીકે તે શક્ય ન લગતા એક સાથે મોતને...
અમદાવાદ, 5 એપ્રિલ: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન...
ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં પરિવાર અંબાજી દર્શન કરવા માટે જઇ રહ્યો ત્યારે સાપાવાડા...
વીરપુરની શાળા બાદ કોલેજ વિવાદમાં આવી, એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભુલ્યાં કે.સી. શેઠ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના ગ્રાઉન્ડમાં કાર ઉપર બેસી...
સુરતઃ થોડા દિવસ અગાઉ સુરતમાં બોગસ તબીબો અને બુટલેગરો દ્વારા હોસ્પિટલ શરૂ કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે સુરતમાં નકલી નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે.
નકલી ફૂડ, નકલી પોલીસ, નકલી ડોક્ટર અને હવે નકલી શૈક્ષણિક સંસ્થા. સુરતમાં એક બાદ એક નકલી વસ્તુઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. નકલી હોસ્પિટલ બાદ હવે નકલી નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો ખુલાસો થયો છે. મેડિકલ ઈન્સ્ટિટ્યુટ પણ બોગસ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ મામલે એનએસયુઆઈ દ્વારા એક સ્ટિંગ પણ કરાયુ હતું, જેમાં એક શોપિંગ કોમ્પલેક્સની નાની દુકાનમાં બોગસ ઈન્સ્ટિટ્યુટ ચલાવાતું હતું.
પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવાઇ રહ્યા છે. 10 બાય 20ની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યુમેન્ટ લઈ લેવાતા હતાં.
ઈન્સ્ટિટ્યુટ પરની મહિલા કર્મચારીએ એનએસયુઆઈને કહ્યું કે, અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ. અભ્યાસ બેંગ્લોર થાય છે. દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી. તે જી.એન.એમ એટલે કે નર્સિંગનો કોર્સ કરતી હોવાનું જણાવ્યું હતું.
યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પૂછડિયાએ કહ્યું કે, અહીં માત્ર 10 બાય 20ની દુકાન છે. જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે. પાછળના ભાગમાં બેંચ ગોઠવી દેવામાં આવી છે. અહીં કરાવવામાં આવતા કોર્સની 80,000 સુધીની ફી છે. અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે. જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે, જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયૂટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ.