સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી ગયા છે. આ વખતે કારણ બન્યો છે તેમનો શર્ટલેસ ફોટો અને તેની સાથે લખાયેલું એક વિચારીત કેપ્શન. સલમાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટોપલેસ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ડિમ લાઇટવાળા રૂમમાં સોફા પર બેઠેલા જોવા મળ્યા હતા. ફોટામાં સલમાનનો ફિટ અને ટ્રાન્સફોર્મ થયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા.સલમાને આ ફોટા સાથે Alone અને Lonely વચ્ચેનો ફરક સમજાવતું એક લાંબું કેપ્શન લખ્યું હતું. તેમણે કહ્યું કે માણસ બે રીતે એકલો હોઈ શકે છે. એક Alone, એટલે પોતાની પસંદથી એકલા રહેવું, જ્યારે Lonely” એટલે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માંગતું ન હોય. સલમાને આગળ લખ્યું કે હવે આ બંને વચ્ચેનો ફરક સમજવો અને આગળ શું કરવું તે દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સલમાનની પોસ્ટને તેની પર્સનલ લાઈફ સાથે જોડીને જોવાનું શરૂ કર્યું, જ્યારે ઘણા ફેન્સે તેને જીવન અંગેનો એક ઊંડો વિચાર ગણાવ્યો. જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચ્યું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીની કમેન્ટે. સંગીતાએ સલમાનના ફોટા પર “Uff!” લખીને ફાયર ઇમોજી પોસ્ટ કરી હતી. તેની આ નાની કમેન્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સે બંનેના જૂના સંબંધોની યાદો ફરી તાજી કરી દીધી હતી. સલમાન ખાન અને સંગીતા બિજલાની 1980 અને 1990ના દાયકામાં બોલિવુડના સૌથી ચર્ચિત કપલમાં ગણાતા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના લગ્ન સુધીની તૈયારીઓ થઈ ગઈ હતી અને લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ બંનેનો સંબંધ તૂટી ગયો હતો. તેમ છતાં, આજે પણ બંને વચ્ચે મિત્રતાભર્યો સંબંધ જોવા મળે છે અને અનેક પ્રસંગોએ તેઓ સાથે નજર આવ્યા છે.
સલમાનના નવા ફોટા બાદ ફેન્સ ખાસ કરીને તેમની ફિટનેસને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે લખ્યું કે સલમાનને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 60 વર્ષની નજીક છે. ઘણા લોકોએ તેમને “બોલિવુડનો સુલતાન” કહીને પ્રશંસા કરી હતી. સલમાન લાંબા સમયથી પોતાની ફિટનેસ અને જિમ વર્કઆઉટ માટે જાણીતા રહ્યા છે અને આજેય યુવાનો માટે ફિટનેસ આઈકન માનવામાં આવે છે. પરંતુ સલમાનની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વધતી અટકળો બાદ અભિનેતાને ફરી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા પણ કરવી પડી હતી.
તેમણે લખ્યું કે તેઓ પોતાની વાત નહોતા કરી રહ્યા. સલમાને જણાવ્યું કે તેમની પાસે સુંદર પરિવાર, સારા મિત્રો અને કરોડો ચાહકો છે, તેથી તેઓ કેવી રીતે “લોનલી” હોઈ શકે? તેમણે કહ્યું કે ઘણી વખત લોકોની વચ્ચે રહીને થાકી જવાથી તેઓ પોતાને માટે થોડો સમય કાઢે છે, બસ એટલી જ વાત હતી.
સલમાને મજાકીય અંદાજમાં લખ્યું કે તેમની પોસ્ટ બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે અને તેમની માતાએ પણ પૂછ્યું કે “ક્યા હુઆ બેટા?” અંતમાં સલમાને પોતાના ફેન્સને “ચિલ મારો” કહીને સમગ્ર ચર્ચાને હળવાશથી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાન ખાન હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને પણ ચર્ચામાં છે. તેમના નવા લુક અને ફિટનેસને જોઈને ફેન્સમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ફોટો અને સંગીતા બિજલાનીની કમેન્ટ હજુ પણ ભારે વાયરલ થઈ રહી છે.