શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ગાંધીનગર,
સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી હતી. જિલ્લા સ્તરની તાલીમ પૂર્વે યોજાયેલી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને શુભેચ્છા પાઠવી સમાજના વંચિત અને ગરીબ વર્ગોના કલ્યાણ માટે સમર્પિત ભાવનાથી સેવારત રહેવા પ્રેરિત કર્યા હતા. માહિતી મુજબ, ભારતીય સનદી સેવા (IAS)ની 2025 બેચના આ પ્રોબેશનરી અધિકારીઓએ લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન મસુરી ખાતે ફાઉન્ડેશન કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેઓને ગુજરાત કેડરમાં અધિક સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.હવે તેઓ બાવન સપ્તાહની જિલ્લા તાલીમ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ સંભાળશે.
આ અધિકારીઓને જિલ્લા તાલીમ માટે બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, કચ્છ, પંચમહાલ, વલસાડ, રાજકોટ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ફાળવણી કરવામાં આવી છે. તાલીમ દરમિયાન તેઓ જાહેર આરોગ્ય અને પોષણ, ‘વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ’, સોશિયલ અને ફાઇનાન્સિયલ ઇન્કલુઝન, ગુડ ગવર્નન્સ, કાયદો અને વ્યવસ્થા તેમજ મેનેજમેન્ટ જેવા વિષયો પર પ્રાયોગિક અને વહીવટી તાલીમ મેળવશે.
જિલ્લા તાલીમ પૂર્વે આ તમામ પ્રોબેશનરી અધિકારીઓ હાલમાં અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્સ્ટિ. ઓફ પબ્લિક એટમીનીસ્ટ્રેશન (SPIPA) ખાતે ચાર સપ્તાહની ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે, જે 26 મેના રોજ પૂર્ણ થવાની છે.મુલાકાત દરમિયાન પ્રોબેશનરી IAS અધિકારીઓએ SPIPAમાં મળતી તાલીમને તેમની વહીવટી કારકિર્દી ઘડવામાં ઉપયોગી અને માર્ગદર્શક ગણાવી હતી.આ પ્રસંગે SPIPAના ડિરેક્ટર જનરલ તથા વહીવટી સુધારણા વિભાગના અગ્ર સચિવ હારીત શુકલા નિયામક ચંન્દ્રેશ કોટક સહિત સ્પીપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.