મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
કુલ ૧.૩૩ લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો*
ઓડ ખાતેના કંટ્રોલરૂમથી જિલ્લા ચૂંટણી તંત્રનું સઘન મોનિટરિંગ: જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન*
*ઉમરેઠ પેટા ચૂંટણીમાં સાંજના ૫:૦૦ સુધીમાં કુલ ૭૧૪૨૯ પુરૂષ અને ૬૨૧૯૮ મહિલા મતદારોએ કર્યો પવિત્ર મતાધિકારનો ઉપયોગ*
*આણંદ, ગુરૂવાર ::* ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે વહેલી સવારના 7-00 કલાક થી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સમગ્ર ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ૪૬ ગામોમાં પથરાયેલા કુલ ૩૦૬ મતદાન મથકો પર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના ૦૭-૦૦ વાગ્યાથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર લાઈનોમાં ઉભેલા નજરે પડ્યા હતા.
આજે ચાલી રહેલા મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો, સવારે ૭:૦૦ થી ૯:૦૦ કલાકના પ્રથમ બે કલાકમાં ૧૦% મતદાન નોંધાયું હતું, જેમાં ૨૪,૪૨૦ મતદારોએ ભાગ લીધો હતો. જેમાં ૧૬૨૮૨ પુરુષ મતદારો અને ૮૧૩૮ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં કુલ મતદાનની ટકાવારીનો આંકડો ૨૫.૬૫% એ પહોંચ્યો હતો, જેમાં ૬૩,૦૫૯ મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં ૩૭૮૫૧ પુરુષ મતદારો, ૨૫૨૦૫ મહિલા મતદારો અને ૦૩ ત્રીજી જાતિના મતદારો નોંધાયા હતા.
બપોરના ૧:૦૦ વાગ્યા સુધીમાં મતદાનનો ગ્રાફ વધીને ૩૭.૨૩% થયો હતો, જેમાં કુલ ૯૧,૪૩૮ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૫૧૩૮૩ પુરુષ મતદારો, ૪૦૦૫૨ મહિલા મતદારો અને ૦૩ ત્રીજી જાતિના મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે બપોરના સમયે ૩:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧,૧૪,૫૯૧ મતો સાથે ૪૬.૬૫% મતદાન થયું હતું. જેમાં ૬૧૭૦૮ પુરુષ મતદારો, ૫૨૮૮૦ મહિલા મતદારો અને ૦૩ ત્રીજી જાતિના મતદારો નોંધાયા હતા.
સવારના ૭:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીના પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરેઠ વિધાનસભામાં કુલ ૫૪.૪૨% મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૩,૬૩૦ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાંથી કુલ ૬૨,૧૯૮ મહિલા મતદારો, ૭૧,૪૨૯ પુરૂષ મતદારો અને ૦૩ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે લોકશાહીના આ પર્વમાં સમાજના દરેક વર્ગે પોતાની ભાગીદારી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ન્યાયી રીતે સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઓડ ખાતે જિલ્લા કક્ષાનો અત્યાધુનિક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ દ્વારા તમામ ૩૦૬ મતદાન મથકો પર ચાલી રહેલી પળેપળની ગતિવિધિઓ પર ટેકનોલોજીના માધ્યમથી સીધી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય. આ મતદાન પ્રક્રિયાનું ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કરવા માટે જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી સહ કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ કંટ્રોલરૂમ ખાતે સતત ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન મથકો પરની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની બારીકાઈથી સમીક્ષા કરી હતી અને ક્ષતિરહિત મતદાન માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
નોંધનીય છે કે સમગ્ર દિવસ દરમિયાન ૪૬ ગામોના ૩૦૬ મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી. વહીવટી તંત્રની સતર્કતા અને પોલીસ બંદોબસ્તને કારણે ક્યાંય પણ અવ્યવસ્થા સર્જાઈ ન હતી.
**********