Latest News

More Posts

સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોને લોબીમાં સતત દોડતા રહેવાની સજા ફટકારી હતી. સિનિયર અને જુનિયર ડોક્ટર્સ વચ્ચે ઘણી વખત નાની – નાની વાતોમાં ચકમક ઝરતી હોય છે પરંતુ અત્યાર સુધી સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર્સ દ્વારા આ રીતે કોઈ જુનિયર ડોક્ટરને કથિત રેગિંગના ભાગરૂપે જાહેરમાં આવી સજા આપવાના કિસ્સા જોવા મળ્યા નથી.

જો કે, સમગ્ર ઘટના જગજાહેર થતાં સિનિયર ડોક્ટર્સ હવે પોતાની ચામડી બચાવવા માટે દોડાદોડ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સિનિયર ડોક્ટર દ્વારા આચરવામાં આવેલ આ ઘટનાના પ્રત્યાઘાત રૂપ સ્મીમેરના તે સમયના ડીને તરત જ માં પાંચ સભ્યોની તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જે કમિટી સમક્ષ ભોગ બનેલા જુનિયર ડોક્ટર્સે સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ કિસ્સો 2024નો છે. તેના પહેલા 2022ની વાત કરીએ તો શહેરની સ્મીમેરમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતીએ સિનિયર તબીબ સામે રેગિંગનો આક્ષેપ કર્યો છે.

વોટસએપ ગ્રૂપમાં મહિલા તબીબ અંગે ટિપ્પણી કરાતી હોવાની ફરિયાદ વિદ્યાર્થિનીએ ડીનને કરી હતી. 20 દિવસ પહેલા ફરિયાદ કરી હોવા છતાં પણ કોઇ પગલાં ન ભરાતા વિદ્યાર્થિના જણાવ્યા પ્રમાણે, તે ડિપ્રશનનો શિકાર બની હતી. આ અંગે ફરિયાદ બાદ પણ ડીન દ્વારા પણ કોઇ પગલાં ન લેવાતા યુવતી પોલીસ મથકે પહોંચી હતી. AMC દ્વારા સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. માહિતી મુજબ એક વિદ્યાર્થીની ફરિયાદ હતી કે, કોલેજમાં સિનિયર્સ ડોક્ટર્સ જુનિયરને રેગિંગ કરી હેરાન પરેશાન કરતા હતા. જો જુનિયર્સ નહીં માને તો 8 દિવસ સુધી નહાવાનું નહીં અને એકનું એક પ્રિસ્ક્રિપ્શન 700 વખત સુધી લખવાનું કહેતા હતા.

સાથે વાલીઓએ જણાવ્યું કે, સિનિયર ડોક્ટર્સ અપશબ્દો પણ બોલતા હતા. જ્યારે આજે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.  સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણિયા અહીં અભ્યાસ કરતો હતો. તેણે એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. ગઈકાલે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. જેના કારણે 18 વર્ષીય યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પગલા લેવાઈ શકે છે.

ધારપુર મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે ગતરોજ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સતત ત્રણ કલાક ઊભા રાખીને તેઓનું ઇન્ટ્રોડેક્શન આપવાની વાત કરી હતી. તે દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું. મેડિકલ કોલેજ ઓથોરિટી દ્વારા દ્વારા તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કર્યાનું સામે આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે પાટણ સિવીલમાં પેનલ ડોક્ટર અને વિડીયોગ્રાફી સાથે વિદ્યાર્થીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું.

To Top