છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં બોડેલી ખાતે નકલી કચેરી બનાવી રૂ...
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને સનફાર્માના રહીશ સાથે 94.18 લાખ પડાવ્યા હતા, પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાંથી 11 તો એકાઉન્ટ હોલ્ડર નીકળ્યાં (પ્રતિનિધિ) વડોદરા...
મહાઠગ બિલ્ડર સામે વધુ એક ઠગાઇની ફરિયાદ, લોન કરાવવાની ના પાડી હોવા છતાં ગ્રાહકના ધ્યાન બહાર લોન મંજૂર કરાવી હતી, અમદાવાદથી નોટિસ...
(પ્રતિનિધિ) વડોદરા તા.15 મકાનના ફોટા લેવાના બહાને ઘરે ગયા બાદ મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલના પૂર્વ પીએ રાજેશ...
પોલીસ સાથે દાદાગીરી અને ઘર્ષણ કરનાર પિતા-પુત્રો સહિત પાંચ શખ્સોની ધરપકડ, બાપોદમાં મોડી રાત્રે જાહેરમાં કેક કાપી- ફટાકડા ફોડી પોલીસના જાહેરનામાનો પણ...
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રેતી માફિયાઓ બેફામ થતા જાય છે. તાલુકાના નટવરનગર પાસે મહી નદીમાંથી ગેરકાયદે થતા રેતી ખનન અંગેની ફરિયાદ કરતા...
એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં એક પણ સભ્યે લોકલ વિદ્યાર્થીના હિત માટે અવાજ નહિ ઉઠાવ્યો : AGSU વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે હેડ...
સુરત: દર વર્ષે ઉનાળું વેકેશનમાં ચારધામની યાત્રાના સંઘ ઉપડતાં હોય છે. ટુર ઓપરેટરો પણ મોટી સંખ્યામાં ચાર ધામની યાત્રાના પ્લાનિંગ કરતા હોય...
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારે સ્વામીનારાયણ સંસ્થા પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. સ્વામીનારાયણ સંસ્થાના સંતોએ બ્રેઈનવોશ કરી તેમના દીકરાને સાધુ બનાવ્યો...
સુરત: સખ્ત મહેનતથી પડકારોનો સામનો કરીને એક અંધ વ્યક્તિ સફળતાના સોપાન કેવી રીતે સર કરે છે તેની સાચી ઘટના પર અભિનેતા રાજકુમાર...
નવી દિલ્હી: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હેરાન પરેશાન થઈ ભારત આવેલા 14 બિન મુસ્લિમ ઈમીગ્રેન્ટ્સ એટલે કે શરણાર્થીને આજે ભારત સરકારે ભારતીય...
સાપુતારા: છેલ્લાં ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હોઈ ડાંગ જિલ્લામાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ ઉભો થયો છે. સતત ચોથા દિવસે...
મોરબી: ઉનાળાના લીધે ઠેરઠેર લોકો નદી, નાળામાં ન્હાવા પડી રહ્યાં છે, તેને લીધે ઘણીવાર અપ્રિય ઘટના બનતી હોય છે. હજુ ગઈકાલે તા....
સુરત: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી એક્શન મોડમાં આવી ગયા છે. તંત્રમાં ચાલતી લાલિયાવાડી સામે...
વડોદરા મહાનગરપાલિકા હંમેશા ચર્ચામાં રહે છે અને તેમાંય કેટલાક કાઉન્સિલર હંમેશા કોઈક ને કોઈક કારણોસર વિવાદોમાં રહે છે. ત્યારે બુધવારના રોજ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં...
કંપનીના માણસોની પોલીસને સાથે રાખી મંગળબજાર-કલામંદિર પાસેની દુકાનમાંથી રેડ (પ્રતિનિધિ) વડોદરા તા.15પુમા કંપનીના માણસોએ સિટી પોલીસને સાથે રાખીમંગળબજાર અને કલામંદિર પાસેની દુકાનમાં...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મહોબામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ચૂંટણી રેલીને (Election rally) સંબોધિ હતી. સંબોધન દરમિયાન યોગીજીએ પાકિસ્તાનનું...
વડોદરામાં કમોસમી વરસાદ પડવા ના કારણે વડોદરા શહેરમાં આવેલા આજવા, નિમેટા, વડોદરા શહેરી, બાજવા વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા પાક ને...
આજે વડોદરા ના બે બીજા નેતા ઓ ના ફેસબુક એકાઉન્ટ ડમી બનીયા અને લાગતા વળગતા ની પાસે નંબર માંગવા માં આવ્યાં ત્યારે...
સુપરવાઇઝર દ્વારા યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ બોલાવાઈ : હેલ્થ સેન્ટર લઈ જઈ વિદ્યાર્થિનીને સારવાર અપાઈ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના અભ્યાસક્રમની પાંચમા સેમેસ્ટરની...
મુંબઇ: કાર્તિક આર્યનની (Karthik Aryan) ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ (Chandu Champion) રિલીઝની નજીક છે. આ ફિલ્મ માટે અભિનેતા ગયા વર્ષથી તૈયારી કરી રહ્યો...
નવી દિલ્હી: 50 વર્ષના ઈતિહાસનું સૌથી મોટું sએ ભયાનક સૌર તોફાન પૃથ્વીના માથે મંડરાઈ રહ્યું છે. સૂર્ય આગના ગોળા ઓકી રહ્યો છે....
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અને ભાજપના નેતા અમિત શાહે (Amit Shah) પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જાહેર સભાને સંબોધી હતી....
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે લખનૌમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને (Press conference) સંબોધી...
સુરત: ચૂંટણી પુરી થતાં જ સુરત મહાનગર પાલિકાએ કાર્યોની ગતિ તેજ કરી દીધી છે. ખાસ કરીને ઝીરો દબાણ પોલિસીની કામગીરી ઝડપી બનાવી...
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું આજે બુધવારે તા.15 મેના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી...
વડોદરાના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. જેના પગલે પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તળાવમાં ઓકિસજનની માત્રા ઘટી...
નવી દિલ્હી: ચાર ધામ યાત્રાના પ્રારંભે જ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ભક્તોના મોટી સંખ્યામાં ધસારાના પગલે અવ્યવસ્થા સર્જાઈ છે. બુધવારે તા. 15...
વીજ પુરવઠો ઠપ્પ થતા ફતેગંજ વીજ કચેરીએ લોકોએ મોરચો માંડ્યો સ્માર્ટ મીટર નથી જોઈતા , જૂના વીજ મીટર આપવા માંગ ( પ્રતિનિધિ...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.