સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
હેડ ઓફિસ કમ્પાઉન્ડમાંથી ચંદનના વૃક્ષની ચોરી કરી તસ્કરો પલાયન :
સિક્યુરિટી પાછળ કરવામાં આવતો કરોડોનો ખર્ચ પાણીમાં :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પુષ્પા ટોળકી ત્રાટકી હતી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કમ્પાઉન્ડમાંથી લોખંડની જાળીમાં લગાવેલા ચંદનના વૃક્ષની ચોરી થતા સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે.
અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલી રહેતી વિશ્વ વિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એક વખત સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે. સિક્યુરિટીના નાક નીચેથી જ ચંદનના વૃક્ષો ચોરી થયા હોવાની ઘટના બની છે. એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કમ્પાઉન્ડમાંથી ચંદનના 2 વૃક્ષની ચોરી થઈ છે. આ પહેલા પણ એમએસ યુનિવર્સિટીમાં ચંદનના વૃક્ષોની ચોરી થઈ હતી તેવામાં વધુ એક વખત ચંદનના વૃક્ષોની ચોરી થઇ છે.
એમ.એસ.યુનિવર્સિટીના હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં ચંદનના ઝાડ બચાવવા માટે લોખંડની જાળી પણ લગાવવામાં આવી છે, તેમ છતાં ચંદન ચોર ટોળકી વૃક્ષોને કાપીને લઈ જાય છે. એક તરફ સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે ચંદનના વૃક્ષોની થયેલી ચોરીને લઈ સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસે તસ્કરોનો પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.