National

ઈંદોર કરતાં સ્વચ્છતામાં કામગીરી સારી હોવા છતાં પૂરતા દસ્તાવેજો રજુ નહીં કરાતાં સુરતે પ્રથમ ક્રમ ગુમાવ્યો

સુરત: (Surat) તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં (Swachhata sarvekshan) સુરતને બીજો અને ઈંદોરને (Indore) પ્રથમ ક્રમ (First Rank) મળ્યો હતો. આમ તો સુરતમાં સ્વચ્છતાને લગતી કામગીરી અવ્વલ જ હતી, પરંતુ સુરતને બીજો ક્રમ (Second Rank) કેમ મળ્યો? તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. 40 લાખથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં તો સુરતનો સ્વચ્છતામાં પ્રથમ જ ક્રમ છે. પરંતુ તમામ શહેરોમાં પ્રથમ ક્રમ નહીં આવવા પાછળ સુરત પોતાની કામગીરીના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. સુરત મનપા દ્વારા સ્વચ્છતાને લગતી કામગીરીના 1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા બાબતના ડોક્યુમેન્ટેશનમાં શું ખામી રહી ગઈ તેની સ્પષ્ટતા તો આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવશે. પરંતુ જો સુરત મહાપાલિકા અને ઈંદોર મહાપાલિકાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે તો સુરત ઈંદોરની લગોલગ જ ઊભું છે. ઉપરથી કેટલીક કામગીરીમાં સુરત ઈંદોરથી પણ આગળ છે.

મનપા દ્વારા સ્વચ્છતા અંગેની કામગીરીના જે દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા એટલે કે ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું તેમાં 2400માંથી 2238.05 ગુણ પ્રાપ્ત થયા છે. સર્ટિફિકેશન કેટેગરીમાં Water+ અને 5-સ્ટાર રેટિંગ માટે 1800 ગુણમાંથી 1600 ગુણ પ્રાપ્ત થયા હતા. સિટિઝન વોઈઝ કેટેગરીમાં નાગરિકોના પ્રતિભાવો, સ્વચ્છતા એપ, પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ, ઇનોવેશન અને સિટિઝન એનેજમેન્ટ હેઠળ કુલ 1800માંથી 1721.15 ગુણ પ્રાપ્ત થયા હતા. ઈંદોર શહેરની સરખામણીએ સુરત શહેર દ્વારા પણ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.

શું હોય છે સ્વચ્છતા બાબતના ડોક્યુમેન્ટેશનમાં
ડોક્યુમેન્ટેશનમાં મનપા દ્વારા સ્વચ્છતા માટે જે પણ કામગીરી કરવામાં આવે છે તેના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. જેમ કે, કચરાનું સેગ્રિગેશન, કલેક્શન, કચરાનું પ્રોસેસિંગ, સિટિઝન ફીડબેકનો ડેટા, તમામ કામગીરીને ડોક્યુમેન્ટેશનમાં આવરી લેવામાં આવે છે. આ કામગીરી કેવી રીતે કરી અને કેટલી કરી તેના દસ્તાવેજો તૈયાર કરવાના રહે છે અને બાદમાં તેને કેન્દ્ર સરકારમાં રજૂ કરવાના એટલે કે અપલોડ કરવાના રહે છે.

ઈંદોર અને સુરતની સ્વચ્છતાને લગતી કામગીરીનો તફાવત
ઈંદોર શહેર સુરત શહેર

-100 ટકા વેસ્ટ સેગ્રીગેશન – 100 ટકા વેસ્ટ સેગ્રીગેશન
-ડસ્ટબીન ફ્રી શહેર – ડસ્ટબીન ફ્રી શહેર
-850 સેલ્ફ ગ્રુપ અને 8500 મહિલા દ્વારા – 600 એનજીઓ અને ઝોનવાઈઝ 10-10ના ગ્રુપ દ્વારા

  • કચરાના સેગ્રીગેશન માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન – કચરાના સેગ્રીગેશન માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન
    -50,000 ઘરમાં કિચન વેસ્ટમાંથી ખાતર બનાવાય છે. -1,45,000 ઘરમાં કિચન વેસ્ટમાંથી ખાતર બનાવાય છે.
    -100 ટકા ડેટા મેનેજમેન્ટ ડિજિટલી થાય છે -100 ટકા ડેટા મેનેજમેન્ટ ડિજિટલી થાય છે
    -કન્સ્ટ્રક્શન એન્ડ વેસ્ટ પ્લાન્ટ હાલમાં સ્થાપિત થયો -કન્સ્ટ્રક્શન એન્ડ વેસ્ટ પ્લાન્ટ સુરત મનપા દ્વારા સ્થપાયો છે
    કે જેમાં 100 ટન પ્રતિદિન કચરાનો નિકાલ થાય છે કે જેમાં 300 ટન પ્રતિદિન કચરાનો નિકાલ થાય છે.
    -200 ટન પ્રતિદિન ભીંના કચરામાંથી 300 ટન -1500 ટન પ્રતિદિન ભીંના કચરામાંથી 50 ટન બાયો ગેસ,
    સીએનજી ગેસ બનાવી બસ ચલાવવા માટે ઉપયોગમાં લે છે 1450 ટનમાંથી ખાતર બનાવાય છે.
    -પ્રતિદિન નીકળતા 300 ટન સૂકા કચરાનો નિકાલ -પ્રતિદિન નીકળતા 450 ટન સૂકા કચરાનો નિકાલ

માત્ર સર્વિસ લેવલ પ્રોગ્રેસમાં ઈંદોર કરતાં સુરતને માત્ર 59 માર્ક્સ ઓછા મળતાં બીજો નંબર આવ્યો
દેશભરનાં શહેરોમાં સતત પાંચ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ મિશનમાં પહેલા નંબરનું મોભાનું સ્થાન મેળવનાર ઈંદોર કરતાં સુરત મહાનગર પાલિકાને આ વર્ષે માત્ર 59 માર્ક્સ જ ઓછા મળ્યા છે. કુલ છ હજાર માર્ક્સના આ સર્વેક્ષણમાં ત્રણ અલગ-અલગ કેટેગરી થકી શહેરોની સ્વચ્છતાનાં માપદંડ નક્કી કરવામાં આવે છે. જેમાં માત્ર સર્વિસ લેવલ પ્રોગ્રેસમાં સુરત મહાનગર પાલિકા ઈંદોર કરતાં પાછળ રહ્યું છે. અને તેના કારણે જ સુરત સંભવતઃ આ વર્ષે પહેલો ક્રમાંક મેળવવામાં એક વ્હેંત જેટલું છેટું રહી ગયું હતું. સ્વચ્છતા સર્વેક્ષણમાં ત્રણ અલગ-અલગ કેટેગરી મળી 6 હજાર માર્ક્સમાંથી ઈંદોર શહેરને 5618.14, જ્યારે સુરત શહેરને 5559.21 માર્ક્સ મળ્યા છે. જે પૈકી 2400 માર્ક્સની કેટેગરીમાં આવતાં સર્વિસ લેવલ પ્રોગ્રેસ (એસએલપી)માં ઈંદોર શહેરને 2313.38, જ્યારે સુરતને 2238.06 માર્ક્સ મળ્યા હતા. અલબત્ત, 1800 માર્ક્સના સિટિઝન વોઈસ સ્કોરમાં સુરત શહેરે ઇંદોરને પછડાટ આપીને 1721.16 માર્ક્સ મેળવ્યા હતા. જ્યારે ઇંદોરને માત્ર 1704.76 માર્ક્સ મળ્યા છે. આ સિવાય સર્ટિફિકેશન સ્કોરમાં સુરત અને ઇંદોર શહેરને 1600માંથી 1600 પૂરા માર્ક્સ મળ્યા છે. આમ, માત્ર 59 માર્ક્સથી સુરત શહેરને બીજા ક્રમે સંતોષ માનવો પડ્યો છે. જો કે, ગત વર્ષે ઇંદોર કરતાં સુરત શહેરને 128 માર્ક્સ ઓછા મળ્યા હતા.

  • સુરત પ્રથમ ક્રમ મેળવવામાં ઇંદોરથી ક્યાં પાછળ રહી ગયું
  • કેટેગરી ઈંદોર સુરત
  • વસતી 28 લાખ 60 લાખ
  • ક્વાર્ટર-1 (600 માર્કસ) 579.18 536.86
  • ક્વાર્ટર-2 (600 માર્કસ) 574.88 546.18
  • ક્વાર્ટર-3(1200 માર્કસ) 1159.31 1155.01
  • SLP(સર્વિસ લેવલ પ્રોગ્રેસ) સ્કોર: 2313.38 2238.06
  • 5 સ્ટાર 900 900
  • વોટર પ્લસ 600 600
  • સિટિઝન ફીડબેક: 1705.76 1721.16
  • સર્ટિફિકેશન સ્કોર: 1600 1600
  • સ્વચ્છતા સર્વેક્ષણ: 5618.14 5559.21

Most Popular

To Top