Gujarat Main

ગુજરાતમાં આજથી 2જી ડિસે. સુધી ભારે વરસાદની ચેતવણી

એકવાર ફરીથી ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ કમોસમી માવઠાની અસર જોવા મળે તેવી સંભાવના છે. રાજ્યમાં હવામાન વિભાગે આવતીકાલ તા.30મી નવે.થી 2જી ડિસે. સુધી ભારેથી અતિ ભારે વરસાદની શકયતા રહેલી છે. તા.30મી નવે.ના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની સંભાવના રહેલી છે.

જ્યારે 1લી ડિસે.ના રોજ સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરુચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. તા.2જી ડિસે.ના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તા.29થી 2જી ડિસે. સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં પ્રતિ કલાકના 45થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે.

રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ
રાજ્યમાં ઠંડીનો પારો વલસાડમાં 13 ડિગ્રી નોંધાયો હતો. વલસાડમાં રાજ્યની સૌથી વધુ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 18 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે., રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 18 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું

Most Popular

To Top