Latest News

More Posts



નિંભર સરકારી તંત્રનાં પાપે નર્કાગાર જેવી સ્થિતિ

ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં ગટર ઉભરાવાના કારણે લોકો રોષે ભરાયા



છેલ્લા પાચ વર્ષ ઉભરાતી ભૂગર્ભ ગટરોના દુષિત પાણીથી ત્રસ્ત ફતેપુરા પાંજરીગર મહોલ્લાના વિસ્તારના લતાવાસીઓ સહિત રાહદારી વર્ગમાં ભારે રોષ પ્રર્વ્રત્યો છે અને છેલ્લા એકાદ વર્ષમાં અનેક રજુઆત છતાં સ્થાનિક જુદા જુદા જવાબદાર તંત્રો પોતાની જવાબદારીમાંથી છટકવા એક બીજાના હવાલા આપી રહ્યા છે અને ઉભરાતી ગટરોના પ્રર્શ્ન ઉકેલવાના બદલે વધુને વધુ ગુંચવાઈ રહ્યો છે.

વિગત મુજબ વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં કરોડના ખર્ચે તૈયાર બનેલી ભૂગર્ભ ગટરનું બે વર્ષ માટે નિયમ મુજબ મેનેજમેન્ટ કામ કંપની દ્વારા કરવામાં આવ્યા બાદ આ યોજના સ્થાનિક મહાનગરપાલિકા તંત્રને સંભાળવાની થતી હતી, પરંતુ કંપની દ્વારા અધૂરા કામો અને નિયમ મુજબ ભૂગર્ભ ગટર કામ નહી કર્યાના આક્ષેપો સાથે પાલિકા દ્વારા યોજના સંભાળવા નનૈયો ભણવા માં આવી રહ્યો છે.જયારે તત્કાલ ચીફ ઓફીસર દ્વારા મેનેજમેન્ટ કંપનીએ યોગ્ય કામગીરી નિભાવી હોવાના સાધનિક દાખલા આપી ચુક્યા છે. બીજા તરફે મેનેજમેન્ટ કરનાર કંપની દ્વારા પોતાની કામગીરીનો સમય ગાળો પૂર્ણ થયાનું જણાવી છેલ્લા એકાદ વર્ષ થી ભૂગર્ભ ગટર સફાઈ અંગે કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
શહેરમાં રોડ રસ્તા સહિત ઠેર ઠેર રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. માખી મચ્છરના ઉપદ્રવ વધ્યા છે. ડેન્ગ્યું મેલેરિયાની જીવલેણ બીમારી માથું ઉચકી રહી છે. ત્યારે નગરજનો પાલિકાની મુખ્ય અને વિસ્તારની બંને કચરી વચ્ચે પીસાઈ રહ્યા છે અને અધિકારી વર્ગના ઉડાવ જવાબોથી જનતા ત્રસ્ત બન્યા છે. સાથો સાથ ભારતના વડાપ્રધાનનું સ્વચ્છતા મિશન સરકારી બાબુ ના કારણે મજાક બની રહ્યું છે. ભૂગર્ભ ગટર મુદ્દે યુદ્ધના ધોરણે બંને તંત્ર અને સરકારી બાબુ દ્વારા યોગ્ય કરવામાં નહી આવે તો વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના તમામ લોકો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન અને જરૂર જણાયે શહેર અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખતા પણ નહી અચકાઈએ તેવું અલ્ટીમેટમ સ્થાનિકો આપ્યું હતું. સ્થાનિકે એમ પણ જનવેલું કે સબકા સાથે સબકા વિશ્વાસ એમને તો નથી દેખાતું પરંતુ છેલ્લા પાચ વર્ષથી સર્વનાશ જરૂર દેખાય છે.

To Top