Surat Main

ABG શિપયાર્ડને સરકારે ઈચ્છાપોરમાં ફાળવેલી 100 કરોડની જમીનનો જીઆઈડીસીએ કબ્જો લીધો

સુરત: ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલી ABG શિપયાર્ડ કંપનીના એબીજી ફાઉન્ડેશનને મરિન યુનિવર્સિટી માટે ફાળવેલી 100 કરોડની જમીન સિલ કરી કબજો લીધો.બેંકો કરોડોની લોન વસુલાત માટે જમીનનો કબજો લે તે પહેલાં જીઆઇડીસી એ કાર્યવાહી કરી,ગઈકાલે પર્યાવરણવિદ એમએસએચ.શેખએ મુખ્યમંત્રી અને જીઆઇડીસીના એમડી.એમ.થેંનારશનને ઈમેલથી ફરિયાદ કરી હતી. 2010માં ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે સુરતની ઇચ્છાપોર જીઆઇડીસીમાં એજ્યુકેશનના હેતુ માટે રોડ ટચ 4 એકર જમીન એબીજી ફાઉન્ડેશનને ફાળવી હતી. જીઆઈડીસી સુરત રિજયનના કાર્યપાલક ઈજનેર યોગેશસિંહ પરમારે કહ્યું કે, જમીનનો પ્રત્યક્ષ કબજો જીઆઇડીસીએ લઈ લીધો છે. ગુજરાતમિત્રએ જમીન પર કબ્જાની સંભાવના એક દિવસ પહેલાં જ વ્યક્ત કરી હતી. આજે જીઆઈડીસીએ જમીનને સીલ મારી દીધું છે.

આ અગાઉ સુરત ઓલપાડના પર્યાવરણવીદ એમ.એસ.એચ. શેખે મુખ્યમંત્રી અને જીઆઇડીસીના એમડી.એમ.થેંનારશનને રવિવારે ઈમેલથી ફરિયાદ મોકલી રજુઆત કરી હતી કે, જીઆઇડીસીએ ફાળવેલી જમીનમાં મરીન યુનિવર્સિટીની એક ઈંટ પણ મુકાઈ નથી. બીજી તરફ એબીજી શિપયાર્ડ કંપનીએ 28 બેંકોનું 22842 કરોડનું ધિરાણ ચૂકવવા નાદારી નોંધાવી છે. આ સ્થિતિમાં બેંકો ઇચ્છાપોરની કરોડોની જમીનનો કબજો મેળવે એ પહેલાં સરકારે જીઆઇડીસીને જે હેતુ માટે જમીન આપવામાં આવી હતી. એ હેતુ સિદ્ધ નહીં થતા આ બિન વપરાશી શૈક્ષણિક હેતુ માટેની જમીન પરત ખેંચી લેવી જોઈએ. જીઆઇડીસીએ તાકીદે જમીનની આ ફાળવણી રદ કરવી જોઈએ. કારણકે બેંકો વતી ગમે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સુરત અને ભરૂચ જિલ્લામાં આવેલી જમીનોમાં સરફેસી એક્ટ મુજબ જમીનનો કબજો મેળવે એ પહેલાં સરકાર ફાળવણી રદ કરી જમીનનો કબજો મેળવે.

સુરત ઓલપાડના પર્યાવરણવીદ એમ.એસ.એચ. શેખે મુખ્યમંત્રી અને જીઆઇડીસીના એમડી.એમ.થેંનારશનને ઈમેલથી ફરિયાદ મોકલી રજુઆત કરી છે કે, જીઆઇડીસીએ ફાળવેલી જમીનમાં મરીન યુનિવર્સિટીની એક ઈંટ પણ મુકાઈ નથી. બીજી તરફ એબીજી શિપયાર્ડ કંપનીએ 28 બેંકોનું 22842 કરોડનું ધિરાણ ચૂકવવા નાદારી નોંધાવી છે. આ સ્થિતિમાં બેંકો ઇચ્છાપોરની કરોડોની જમીનનો કબજો મેળવે એ પહેલાં સરકારે જીઆઇડીસીને જે હેતુ માટે જમીન આપવામાં આવી હતી. એ હેતુ સિદ્ધ નહીં થતા આ બિન વપરાશી શૈક્ષણિક હેતુ માટેની જમીન પરત ખેંચી લેવી જોઈએ. જીઆઇડીસીએ તાકીદે જમીનની આ ફાળવણી રદ કરવી જોઈએ. કારણકે બેંકો વતી ગમે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સુરત અને ભરૂચ જિલ્લામાં આવેલી જમીનોમાં સરફેસી એક્ટ મુજબ જમીનનો કબજો મેળવે એ પહેલાં સરકાર ફાળવણી રદ કરી જમીનનો કબજો મેળવી લેવા રજૂઆત કરી હતી. તેના અનુસંધાને આજે સુરત જીઆઈડીસી રીજિયન દ્વારા જમીનનો કબ્જો લઈ લેવામાં આવ્યો છે.

Most Popular

To Top