જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બંધાઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની કમાન આજે બનીને તૈયાર થઇ ગઇ હતી. ચિનાબ નદીના...
સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે. ગંભીર...
શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ એમ્બ્યુલન્સ દ્વારા 1000થી વધારે કોરોનાના પોઝિટિવ અને...
ભારતમાં કોવિડ-૧૯ના કેસો ફક્ત ૨પ દિવસમાં ૨૦૦૦૦ પરથી એક લાખના કરૂણ આંક પર પહોંચી ગયા છે, જયારે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૯૭૮૯૪ના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આવતી કાલે કોરોનાનું વધારે સંક્રમણ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે અને...
બારડોલી: (Bardoli) સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે,...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી પાલિકાનું આરોગ્ય વિભાગ માર્કેટ પ્રત્યે...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વિકટ સ્થિતએ તોબા પોકરાવી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)...
સુરતમાં (Surat) વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી (Valsad) વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. ખાસ વાત તો એ છે કે સ્માર્ટસિટી સુરતમાં સ્માર્ટ...
કંપનીના નવા અપડેટ મુજબ, કંપની સાથે સંકળાયેલ તમામ એપ્લિકેશન ડેવેલોપર્સે 5 મેથી કંપનીને નક્કર અને તર્કસંગત માહિતી પ્રદાન કરવાની રહેશે. આ માહિતી પાછળ...
હાલ દેશભરમાં કોરોના કેસો (CORONA CASE) ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આજે કોરોના કેસોમાં વિસ્ફોટ્ક વધારો થતાં કેસ 1 લાખને...
ફાર્મા કંપની ઝાયડસ કેડિલા ( zydus cadila ) એ હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઇ) ને અપીલ કરી છે કે તે...
ભરૂચ: (Bharuch) મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લીમીટેડના નામે ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. (Ankleshwar GiDC) પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇન્ડોકેમ...
સુરતઃ (Surat) કતારગામ જીઆઈડીસી (GIDC) ખાતે સાડીઓનું જોબવર્ક કરતાં કારખાનેદારે રિંગ રોડ સ્થિત મીલેનિયમ માર્કેટના તેમજ અન્ય માર્કેટના ચાર વેપારીઓ (Traders) પાસેથી...
સુરત: (Surat) શહેરના મહિધરપુરા ખાતે રહેતા કર્મકાંડી બ્રાહ્મણની પત્ની માતા-પિતાથી અલગ રહેશે અને બધુ વસાવસે ત્યારે પાછા આવવાની જીદ સાથે પિયર જતી...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે....
આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Municipal Corporation) બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા (Opposition Leader)...
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ( ANIL DESHMUKH ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર...
બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને...
હાલમાં, દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી તરંગ ચાલી રહી છે અને આ તરંગ પહેલા કરતા વધુ જોખમી હોવાનું...
કોરોના(COVID)થી મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સૌથી વધુ કેસો (MOST CASES) જોવા મળી રહયા છે. રાજ્ય સરકારે કોરોનાને દૂર કરવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેને લઈ પરપ્રાંતિય...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા...
સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો...
વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે....
હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે. નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ...
જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.