Madhya Gujarat

આણંદ જિલ્લામાં ૧૪૨૨૨૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી અપાઇ

            આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આણંદ જીલ્લામાં FLw કુલ ૧૭૬૬૪ને પ્રથમ ડોઝ અને ૭૩ ૪૬ને બીજો ડોઝ, HCW કુલ ૧૫૪૩૪ને પ્રથમ ડોઝ અને ૧૧૦૫૩ને બીજો ડોઝ તેમજ ૪૫ થી વધુ ઉમર ના નગરિકો ને કુલ ૨૨૦૨૫૯ ને પ્રથમ ડોઝ,૩૯૨૦ને બીજો ડોઝ સાથે કુલ ૨૭૬૧૭૯ને કોરોનાની રસી ના ડોઝ આપવવામા આવેલ છે.

આણંદ જિલ્લાના ૮(આઠ) તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૨૧૦૨૬૪ લોકો છે.  આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસઅધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીની દેખરેખમાં આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

જેમાં અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ એપ્રીલ સુધીમાં ૧૪૨૨૨૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે.

સૌથી વધુ આણંદ તાલુકામાં ૪૫૪૨૭ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં ૧૦૯૪૯, બોરસદ તાલુકામાં ૧૮૮૪૮, ખંભાત તાલુકામાં ૨૦૫૬૫, તારાપુર તાલુકામાં ૪૧૯૮, પેટલાદ તાલુકામાં ૨૪૮૪૮,સોજીત્રા તાલુકામાં ૬૪૮૩ અને ઉમરેઠ તાલુકામાં ૧૦૯૧૦ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત તા.૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર એક મહીનામા ૬૪ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે.

કોરોનાની રસી લેનાર સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીથી કોઇ આડઅસર થતી નથી અને રસી લેવી જરૂરી છે.

ઉમરેઠના લિંગડા ગામે કોરોના શંકાસ્પદ કેસ નોંધાતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર

ઉમરેઠના લિંગડા ગામમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના શંકાસ્પદ કેસ નોંધાતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરાયું છે. આણંદ જિલ્લામાં એક સપ્તાહમાં ગામમાં શંકાસ્પદ કેસ વધારો થતાં લોકડાઉન કરવાનો વખત આવ્યો છે. લીંગડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમાં સવારે 6.00 થી 10.15 સુધી તથા સાંજના 5.00 થી રાત્રિના 8.00 વેપારધંધા ચાલુ રાખી શકાશે. સવાર10.15 થી સાંજ ના 5.00 વાગ્યા સુધી સંપૂર્ણ બજાર બંધ રાખવા ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામજનોએ માસ્ક પહેરીને બહાર નીકળવા તથા સોશિયલ ડિસ્ટનસિગ જળવાય તે માટે વધુ લોકો ને ભેગા ન થવા જણાવવામાં આવ્યું છે,તેનો અમલ નહીં કરનાર સામે કાર્યવાહી કરાશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top