સુરત : સુરતમાં કોરોના(SURAT CORONA)નો અજગરી ભરડો રોજે રોજ વધી રહ્યો છે. ત્યારે સુરત મનપા (SMC) દ્વારા વધુમાં વધુ કોરોના સંક્રમિતોને પકડી...
સુરત: જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોરોનામાં રાજકારણીઓ(POLITICIAN)ની જવાબદારી નક્કી કરવામાં આવી નહીં અને હવે જો સામુહિક કાર્યક્રમો (GROUP FUNCTION)થાય તો સામાન્યજનની જવાબદારીઓ...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોરોના ( CORONA) આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને...
શ્રીગંગાનગર: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગરથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે. અહીં સુરતગઢ માં અકસ્માતમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 5...
કડોદ: બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (HIGHER EDUCATION SCHOOL)ના કર્મચારીઓએ, સરકાર દ્વારા ખાતરી અપાયા બાદ પણ બે વર્ષ સુધી પડતર...
SURAT : છેલ્લા ચાર દિવસ દરમિયાન સચીન જીઆઇડીસી, પાંડેસરા, કડોદરા અને પલસાણાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના કામદારોએ લોકડાઉન...
રાજસ્થાનના ( RAJSTHAN) સિરોહી ( SIROHI) જિલ્લામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ( ACB) ટીમ પિંડવારાના...
સુરત: સુરત શહેર(SURAT CITY)માં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અન્ય હોસ્પિટલોની સાથે મનપાની સ્મીમેરમાં પણ રોજ 50થી પણ વધુ દર્દી(MORE THAN 50)ઓ...
SURAT : પ્રોસેસિંગ ઉદ્યોગના અગ્રણીઓની મધ્યસ્થીની ઓફર વચ્ચે વેપારધારાને લઇ ટ્રેડર્સ અને વિવર્સ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ફોસ્ટાથી દૂર રહી જુદી...
મુંબઈ પોલીસ (MUMBAI POLICE)ના પૂર્વ મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વજેને એન્ટિલિયા કેસ(ANTILIA CASE)માં તેમજ મનસુખ હિરેનની હત્યાના કેસમાં ફસાયેલા જોવામાં આવ્યા છે. ખરેખર,...
પૂણે : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની શ્રેણીની બાકીની બે વનડે...
કંગના રનૌત ( KANGNA RANAUT) અગાઉ પણ ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ સામે પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે અને તેથી જ તે આલિયા...
રાજસ્થાનના ( RAJSTHAN) શ્રીગંગાનગરથી મોટો સમાચાર સામે આવ્યા છે. અહીં સુરતગઢમાં અકસ્માતમાં ( ACCIDENT) સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 5...
MUMBAI : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌટ ( KANGNA RANAUT) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તેને ચોથી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય...
દિલ્હીની સરહદ ( Delhi border) પરના ત્રણ કૃષિ કાયદાના ( agriculture law) વિરોધમાં ખેડૂત સંગઠનોનું આંદોલન ( farmer protest) ચાલુ છે. ખેડૂત...
કોરોના વાયરસ (CORONA VIRUS) ને નિયંત્રણમાં રાખવા લોકડાઉન ( LOCK DOWN) થયાના એક વર્ષ પછી પણ પરિસ્થિતિ સારી નથી. આજથી એક વર્ષ...
નવી દિલ્હીરેલ્વેએ મુસાફરોની સુવિધા માટે નવી અનઆરક્ષિત સ્પેશિયલ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. આ માટે રેલ્વેએ ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો...
રંગોનો તહેવાર હોળીની ઉજવણીમાં કોરોના વાયરસ ફરી એકવાર વિક્ષેપ પાડવા જઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં જોરદાર...
આજે સપ્તાહના ચોથા વેપારના દિવસે એટલે કે ગુરુવારે શેરમાર્કેટ ( STOCK MARKET) ફરી લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજ ( BSC)...
AHMADABAD : ગુજરાતની ભાજપ સરકારે બે વર્ષમાં પેટ્રોલ ( PETROL) 8381.96 કરોડ અને ડીઝલ (DIESEL) પર 18530.26 કરોડ જેટલો ભારે વેરો વસૂલી...
કામરેજ, સુરત : કામરેજના મોરથાણ ગામમાં રહેતી વૃદ્ધાએ વેક્સિન લીધાના 24 કલાકમાં જ મોત નીપજતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. કોવિડની...
આ વર્ષે પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં બુધવારે ઘટાડો થયો છે. જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ બુધવારે વનડે અને ટી 20 રેન્કિંગ જાહેર કર્યું છે. વનડેમાં ભારતનો ઓપનર રોહિત શર્મા એક સ્થાનના નુકસાન...
નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે કહ્યું હતું કે ભારત સારું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ ધરાવે છે અને હાલની સ્થિતિમાં તે ઘટવાના કોઇ અણસાર જણાતા...
ભારતમાં એક કોરોનાના નવા 47,262 કેસ નોંધાયા છે. જે આ વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં કુલ...
દિલ્હીની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટને ઘ્યાને લઇને બુધવારે માજી કેન્દ્રિય મંત્રી પી...
યુકેના બ્રિસ્ટોલ શહેરમાં લોકડાઉનના નિયમો તોડવા બદલ પોલીસે 14 વિરોધીઓની ધરપકડ કરી હતી. આ તમામ આંદોલનકારીઓ ‘કીલ ધ બિલ’ કાયદાનો વિરોધ કરી...
ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજનું માનવું છે કે, ભારતીય ટેનિસના મહાન ખેલાડી મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ એક ફિલ્મના લાયક છે અને જો...
દુબઇના નાયબ શાસક અને સંયુક્ત અરબ અમીરાતના નાણાંમંત્રી શેખ હમદાન બિન રાશિદ અલ મકટુમનું નિધન થયું છે. એમ તેમના ભાઈએ બુધવારે જણાવ્યું...
સુરત: (Surat) રીંગરોડની એનટીએમ માર્કેટમાં (Textile Market) વેપારી સંગઠનો સાથે યોજાયેલી બેઠકમાં પાલિકા કમિશનર બંછાનીધી પાનીએ વેપારી આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે...
જગ્ગી વાસુદેવનું ઈશા યોગ કેન્દ્ર ૧૯૯૪માં તેની સ્થાપના થઈ ત્યારથી જ વિવાદનો વિષય રહ્યું છે. ગયા મહિને જ્યારે એક નિવૃત્ત પ્રોફેસરે મદ્રાસ હાઈકોર્ટમાં આરોપ લગાવ્યો કે તેની બે પુત્રીઓને આશ્રમમાં સાધુ બનવા માટે દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે ઇશા ફાઉન્ડેશન ફરી વાર સમાચારોમાં ચમક્યું હતું. સુપ્રીમ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થઈને વ્યક્તિની પુત્રીઓએ નકારી કાઢ્યું કે તેઓને કોઈમ્બતુર આશ્રમમાં બંદી રાખવામાં આવી હતી. નિવૃત્ત પ્રોફેસરની અરજી પર સુનાવણી કર્યા પછી હાઈકોર્ટે પોલીસને ઈશા યોગ સેન્ટર સામેના તમામ ફોજદારી કેસોની તપાસ કરી અને વિગતવાર અહેવાલ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોઈમ્બતુર પોલીસે આશ્રમની મુલાકાત લીધી હતી અને બે દિવસ સુધી સાધુઓ સાથે વાત કરી હતી. ગુરુવારે ઈશા ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પોલીસને આગળની કાર્યવાહી કરવા પર રોક લગાવી હતી અને નિવૃત્ત પ્રોફેસરની હેબિયસ કોર્પસ પિટિશનને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.
આ કેસે ઈશા ફાઉન્ડેશન અને તેના સ્થાપક જગ્ગી વાસુદેવની આસપાસના ઘણા વિવાદો તરફ ફરી ધ્યાન દોર્યું છે. ઈશા યોગ કેન્દ્રના કહેવા અનુસાર તેમના બેંગ્લોર અને કોઈમ્બતુર કેન્દ્રોમાં લગભગ ૨૧૭ બ્રહ્મચારીઓ (૧૪૫ પુરુષો અને ૭૨ સ્ત્રીઓ) રહે છે. કોઈમ્બતુરમાં આવેલા આશ્રમમાં કોઈ પણ સમયે ઓછામાં ઓછા ૭,૦૦૦ લોકો વસવાટ કરતાં હોય છે. ઇશા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ ભારત ઉપરાંત વિદેશોમાં પણ ફેલાયેલી છે. બેંગલુરુમાં સદગુરુ સન્નિધિ અને ટેનેસીમાં ઈશા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈનર સાયન્સ અને લોસ એન્જલસમાં ઈશા યોગ કેન્દ્ર સૌથી વધુ પ્રખ્યાત છે.
ઈશા ફાઉન્ડેશન દ્વારા વિશ્વભરમાં ૩૦૦ થી વધુ કેન્દ્રો ૧.૭ કરોડથી વધુ સ્વયંસેવકોના નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે. ઈશા ફાઉન્ડેશન નિયમિતપણે નદીઓને પુનર્જીવિત કરવાના, વૃક્ષો વાવવાના અને જમીનની કટોકટીનો મુકાબલો કરવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેમણે વારંવાર મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની હિમાયત કરી છે. મલ્ટીનેશનલ કંપની જેવી આ સંસ્થા ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં ફસાઈ ગઈ હતી.
જગ્ગી વાસુદેવના આશ્રમમાં કેવાં કેવાં લોકો જોડાય છે, તે પણ જાણવા જેવું છે. મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટિંગનું કામ કરતો માર્કેટિંગ પ્રોફેશનલ મણિકંદન તેની નોકરી માટે જરૂરી યુક્તિઓ અને નૈતિક મૂલ્યો વચ્ચેના અંતર બાબતમાં મૂંઝવણ અનુભવતો હતો. એક મિત્રે તેને કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્રમાં આયોજિત ૧૩ દિવસીય યોગ સત્રમાં ભાગ લેવાની સલાહ આપી. ૧૩ દિવસીય સત્રમાં ભાગ લીધા પછી તેની જિંદગીની દિશા જ બદલાઈ ગઈ. ત્યારથી મણિકંદન આશ્રમમાં પાર્ટ ટાઇમ સ્વયંસેવક રહ્યો છે. ઈશા ફાઉન્ડેશન મણિકંદન માટે પણ ખાસ છે, કારણ કે એક યોગ સેશનમાં તે પ્રીતિને મળ્યો, જે પાછળથી તેની પત્ની બની હતી. આ દંપતીને દોઢ વર્ષનું બાળક છે. જ્યારે પૂછવામાં આવ્યું કે તેણીને ઈશા ફાઉન્ડેશન તરફ શું આકર્ષિત કર્યું, તો પ્રીતિએ કહ્યું કે તે જગ્ગીના યુટ્યુબ વિડિયોથી ખૂબ પ્રભાવિત છે.
હું નજીકમાં ઈશા યોગા ક્લાસ પણ શોધી રહી હતી. મેં સાંભળ્યું હતું કે તે સ્થાનિક કેન્દ્રોમાં રાખવામાં આવ્યા હતા. હું ૭ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા તૈયાર થઈ. તેણે મારું જીવન બદલી નાખ્યું. પ્રીતિ ઈશા યોગ કેન્દ્રમાં પાર્ટ ટાઈમ સ્વયંસેવક પણ છે. પરંતુ ઈશા યોગ કેન્દ્ર સામે કાનૂની લડાઈ લડનારા નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ. કામરાજે આ વાતો માનવાની ના પાડી હતી. તેઓ પૂછે છે કે લંડનમાં કામ કરતી અને દર મહિને ચિક્કાર પૈસા કમાતી સ્ત્રી અચાનક બધું છોડીને સાધ્વી કેવી રીતે બની શકે?
કામરાજે એવો પણ દાવો કર્યો હતો કે તેમની બંને પુત્રીઓ, જેઓ સાધ્વી છે, તેમણે તેમને અને તેમની પત્નીને કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્રમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. મેં ઘણા સરકારી અધિકારીઓને અપીલ કરી. જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મેં દલીલ કરી હતી કે વૃદ્ધાવસ્થામાં તેમનાં માતા-પિતાની સંભાળ રાખવી એ દીકરીઓની ફરજ છે. તેઓએ મને બધું છોડીને યોગ કેન્દ્રમાં જોડાવાનું કહ્યું, જેથી તેઓ મારી સંભાળ રાખી શકે.
ઈશા ફાઉન્ડેશન પર ગયા વર્ષે જ ગેરકાયદે બાંધકામનો આરોપ લાગ્યો હતો, જ્યારે મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે ૨૦૧૭માં એક જાહેર હિતની અરજીનો નિકાલ કરતી વખતે તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસમાં ઈશા ફાઉન્ડેશન પર કોઈમ્બતુરના પેરુર તાલુકાના બોલુવમપટ્ટી ગામમાં ૨૦ હેક્ટર જમીન પર અનધિકૃત બાંધકામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૩માં હાઈકોર્ટે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગને જો કોઈ ગેરકાયદેસરતા જણાય તો યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. ૨૦૧૮ માં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) એ આરોપ મૂક્યો હતો કે ઈશા ફાઉન્ડેશને હિલ એરિયા કન્ઝર્વેશન ઓથોરિટીની જરૂરી પૂર્વમંજૂરી વિના બુલુપટ્ટી રિઝર્વ ફોરેસ્ટના હાથી કોરિડોરમાં આશ્રમ બનાવ્યો હતો.
ઈશા ફાઉન્ડેશને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વર્ષોથી ઘણી પહેલ કરી છે. તેનો ઉદ્દેશ કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં છોડોની નર્સરીની સ્થાપના કરવાનો હતો. ૨૦૧૭ માં ઈશા ફાઉન્ડેશને દેશભરમાં નદીના કાંઠે રોપાઓ રોપીને મૃત્યુ પામતી નદીઓને પુનર્જીવિત કરવા માટે તેની રેલી ફોર રિવર્સ ઝુંબેશ શરૂ કરી હતી.
કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી અને એપ્રિલ ૨૦૨૨માં જાહેરાત કરી કે તે ૧૯,૩૪૨ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ૧૩ મોટી નદીઓને પુનર્જીવિત કરશે. ૨૦૧૯ માં ઈશા ફાઉન્ડેશને કાવેરી કૉલિંગના બેનર હેઠળ બીજી પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ કૃષિ વનીકરણ અપનાવીને કાવેરી ખીણમાં ૨૪૨ કરોડ વૃક્ષો વાવવામાં ખેડૂતોને મદદ કરવાનો હતો. કાવેરી કૉલિંગ પહેલ ત્યારે વિવાદમાં આવી જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૯માં કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની તત્કાલીન ભાજપ સરકારને પહેલને સમર્થન આપવા બદલ નોટિસ જારી કરી હતી. તેમની અરજીમાં એડવોકેટ એ.વી. અમરનાથને ઈશા ફાઉન્ડેશનને વૃક્ષારોપણ માટે દાન લેવાનું બંધ કરવા માટેની પણ સૂચના માંગી હતી. તેમણે પૂછ્યું હતું કે ખાનગી સંસ્થાને સરકારી જમીન પર કામ કરવા માટે પૈસાની માંગણી કરવાની મંજૂરી કેવી રીતે આપી શકાય? જો કે હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી.
ઈશા ફાઉન્ડેશનના ચહેરા ગણાતા જગ્ગીએ અનેક પ્રસંગોએ પોતાની ટિપ્પણીઓથી રાજકીય વિવાદો સર્જ્યા છે. ૨૦૨૧ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં તેમણે મંદિરોને સરકારી દખલથી મુક્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. આ નિવેદન ડીએમકેના વલણથી તદ્દન વિપરીત હતું, જેણે ચૂંટણી પછી સરકાર બનાવી હતી અને મંદિરો પર સરકારી નિયંત્રણની હિમાયત કરી હતી. તત્કાલીન રાજ્ય મંત્રી ડૉ. પી. થિયાગા રાજને એક ઇન્ટરવ્યુમાં જગ્ગીને પ્રચારભૂખ્યા સાધુ તરીકે ઓળખાવ્યા હતા, જે વધુ પૈસા કમાવાનો રસ્તો શોધી રહ્યા છે.
જો કે, તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ આક્ષેપ કર્યો હતો કે ડીએમકે માત્ર ઈશા યોગ કેન્દ્રને નિશાન બનાવી રહ્યું છે, કારણ કે જગ્ગીની આગેવાની હેઠળની સંસ્થા હિન્દુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. મંદિરોને આઝાદ કરવાની જગ્ગીની અપીલનો ઉલ્લેખ કરતાં તિરુપતિએ કહ્યું કે ભાજપ ૪૦ વર્ષથી આ જ વાત કરી રહ્યો છે. જગ્ગી વાસુદેવ અને ભાજપ ઘણી વાર એક જ વાત કરતા જોવા મળે છે. તેમણે જાહેરમાં ૨૦૧૯ની સર્જિકલ સ્ટ્રાઈક, GSTના અમલીકરણ અને નાગરિકતા સંશોધન અધિનિયમને પસાર કરવાને સમર્થન આપ્યું હતું. જગ્ગી વાસુદેવની છાપ ભાજપ સરકારના સાધુ તરીકેની રહી છે. આ કારણે અનેક વિવાદો પેદા કરવા છતાં તેમને ઊની આંચ આવતી નથી. વર્તમાન વિવાદથી પણ તેમને કોઈ ફરક પડવાનો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.