નડિયાદ : મહુધાના ચુણેલ ગામમાં ૧૭.૬૩ લાખ રુપીયાનો વાંસ પ્રોજેક્ટ અને વર્ષ ૨૦૧૨થી આજદિન સુધીમાં આચરેલા ભ્રષ્ટાચાર મામલે અધિક જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર...
સુરત: તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ (Tuition class), સરકારી સ્કૂલો (School) દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ (Swimming pool), અને ટ્રાવેલ્સની...
નડિયાદ: ઠાસરા તાલુકાના ગોળજ રોડ ઉપર આવેલા નગરી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના શુધ્ધ પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો પરેશાન...
આણંદ : ચારુતર આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક દ્વારા 51 હજાર ડોલરનું માતબર દાન આપવામાં...
મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર...
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch police) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ની ધરપકડ (Arrest)...
સંતરામપુર : સંતરામપુરથી ગોઠબ તરફના સ્ટેટ હાઈવેને પહોળો અને મજબુત કરવા પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઇ ગયાં છે. પ્રથમ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે સમીર એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળ યુક્ત ૫૦૦૦ લીટરનો કેમીકલનો જથ્થો...
પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક ...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી...
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને...
ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ,...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોના ભરોસે ટેનામેન્ટ (Tenement) રિ-ડેવલોપમેન્ટ સ્કીમ (Redevelopment Scheme) માટે સહમતિ આપીને રસ્તા પર આવી ગયેલા ગોતાલાવાડી ટેનામેન્ટના 1304...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે અપૂરતી સલામતી વાળા ઉપકરણોવાળી હોસ્પિટલો (Hospital) પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ પૈસા કમાવવાનો વ્યવસાય...
સુરત: (Surat) સુરત શહેરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી મેઘરાજા (Rain) મન મુકીને વરસી રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો જળબંબાકાર ની...
ધરમપુર: (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ગામના...
ભરૂચ: (Bharuch) ઔધોગિક (Industries) તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલાવો જોઈએ. જીઆઈડીસી દ્વારા છેલ્લા પાંચ...
નવી દિલ્હી: (Delhi) આજથી સંસદનું (Parliament) ચોમાસું સત્ર (Monsoon session) શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને...
આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી રેલવે ટિકિટનું એડવાન્સ બુકિંગ હવે 60 દિવસ અગાઉથી શક્ય બનશે. અગાઉ આ સુવિધા 120 દિવસ પહેલા સુધી ઉપલબ્ધ હતી. ઉપરાંત આજથી અન્ય ક્ષેત્રોમાં પણ બદલાવ આવ્યા છે. 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 62 રૂપિયા મોંઘો થયો છે. હવે તે દિલ્હીમાં 1802 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત મેસેજ ટ્રેસેબિલિટી નિયમ હેઠળ ટેલિકોમ કંપનીઓ શંકાસ્પદ અથવા નકલી નંબરોની ઓળખ કરશે અને તેમને તરત જ બ્લોક કરશે જેથી આ નંબરોથી સંદેશાઓ વપરાશકર્તાઓ સુધી પહોંચી શકશે નહીં. જેટ ઈંધણ રૂપિયા 2,992 મોંઘુ થતાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. નવેમ્બર મહિનામાં નીચે મુજબના 5 ફેરફારો આવશે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો મોંઘોઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરાયો છે. ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી. આજથી 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 62 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં તેની કિંમત 62 રૂપિયા વધીને 1802 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1740 રૂપિયામાં ઉપલબ્ધ હતું. કોલકાતામાં તે 61 રૂપિયાના વધારા સાથે ₹1911.50 પર ઉપલબ્ધ છે, અગાઉ તેની કિંમત ₹1850.50 હતી. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 16.92.50 રૂપિયાથી 62 રૂપિયા વધીને 1754.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં સિલિન્ડર 1964.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. જોકે, 14.2 KG ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં ₹803 અને મુંબઈમાં ₹802.50માં ઉપલબ્ધ છે.
રેલ્વે ટિકિટનું એડવાન્સ બુકિંગ હવે 60 દિવસ પહેલા: રેલવેનો બુકિંગ કરાવવાનો સમય 120 દિવસનો હતો ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ ટિકિટ બુકિંગ મુસાફરીના 120 દિવસ પહેલા શરૂ થતું હતું, હવે તે ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોની પહેલાથી બુક થયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય. ઉપરાંત વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ, એપ્લિકેશન અને રેલવે બુકિંગ કાઉન્ટર્સ દ્વારા કરવામાં આવે છે. IRCTC દ્વારા દરરોજ 12.38 લાખ ટિકિટ બુક થાય છે.
UPI લાઇટ મર્યાદામાં વધારો: આજથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ લાઇટ (UPI Lite) વપરાશકર્તાઓ વધુ ચૂકવણી કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ UPI લાઇટની ટ્રાન્ઝેક્શન મર્યાદા ₹500 થી વધારીને ₹1000 કરી છે. આ સાથે UPI લાઇટ વોલેટની મર્યાદા પણ ₹2000 થી વધારીને ₹5000 કરવામાં આવી છે. ફીચર ફોન વપરાશકર્તાઓ માટે RBI એ UPI 123 ની મર્યાદા ₹ 5000 થી વધારીને ₹ 10,000 કરી છે. વધુમાં આજથી જો તમારું UPI Lite બેલેન્સ ચોક્કસ મર્યાદાથી નીચે જાય છે તો નવી ઓટો ટોપ-અપ સુવિધા સાથે UPI Liteમાં પૈસા પાછા ઉમેરવામાં આવશે. આ સાથે મેન્યુઅલ ટોપ-અપ કરવાની જરૂર રહેશે નહીં અને UPI લાઇટની મદદથી કોઈપણ અવરોધ વિના ચુકવણી કરી શકાય છે.
મેસેજ ટ્રેસેબિલિટી નિયમો લાગુ: નકલી નંબરો ઓળખવામાં આવશે અને તરત જ બ્લોક કરવામાં આવશે. સ્પામ કોલ અને મેસેજને લઈને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા નિયમો આજથી અમલમાં આવશે. મેસેજ ટ્રેસેબિલિટી નિયમ હેઠળ ટેલિકોમ કંપનીઓ શંકાસ્પદ અથવા નકલી નંબરોની ઓળખ કરશે અને તેને તરત જ બ્લોક કરશે, જેથી આ નંબરોમાંથી સંદેશાઓ વપરાશકર્તાઓ સુધી પહોંચી શકશે નહીં. સ્પામ કોલ્સ અથવા સંદેશાઓ એ અજાણ્યા નંબરો પરથી લોકોને કરવામાં આવેલા કોલ અથવા સંદેશાઓ છે. આમાં લોકો લોન લેવા, ક્રેડિટ કાર્ડ લેવા, લોટરી જીતવા અથવા કોઈપણ કંપનીની કોઈપણ સેવા અથવા ઉત્પાદન ખરીદવામાં છેતરાય છે.
ATF 2,992 રૂપિયા સુધી મોંઘુંઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહાનગરોમાં એર ટ્રાફિક ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો કર્યો છે. તેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હીમાં ATF રૂ. 2,941.5 થી રૂ. 90,538.72 પ્રતિ કિલોલીટર (1000 લીટર) મોંઘુ થયું છે. કોલકાતામાં એટીએફ રૂ. 2,781.99 વધીને રૂ. 93,392.79 પ્રતિ કિલોલીટર મોંઘું થયું છે. મુંબઈમાં એટીએફ રૂ. 81,866.13 પ્રતિ કિલોલીટરના ભાવે ઉપલબ્ધ હતું, હવે તે રૂ. 2,776.78 મોંઘુ થશે અને રૂ. 84,642.91 પ્રતિ કિલોલીટરના ભાવે ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં ATFની કિંમતમાં 2,992.67 રૂપિયાનો વધારો થયો છે. તે હવે રૂ. 93,957.10 પ્રતિ કિલોલીટરમાં ઉપલબ્ધ છે.