SURAT

સુરત શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, નદી નાળા છલકાયા

સુરત: (Surat) સુરત શહેરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી મેઘરાજા (Rain) મન મુકીને વરસી રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે સતત બીજા દિવસે પણ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે સાંજે 6 વાગ્યા બાદ વરસાદ ધોધમાર વરસ્યો હતો. બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી (Water) ભરાયા હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું હવે સક્રિય થયું છે. ચોમાસાની બીજી ઇનિંગમાં વરસાદે દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જળબંબાકાર કરી નાખ્યું છે. વીતેલા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ખાડી પૂરની સમસ્યા સામે આવી છે. આ સાથે જ શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી છે. આજે દિવસભરમાં સુરત શહેરમાં ઝરમર ઝરમર અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંજે ધોધમાર વરસાદ થયો હતો.

જિલ્લાની વાત કરીએ તો મહુવામાં સૌથી વધારે દોઢ ઇંચ વરસાદ થયો હતો. બારડોલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના તાલુકામાં ઝરમર વરસાદ વરસવાનું ચાલું રહ્યું છે. આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદનો મિજાજ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉપરવાસના વરસાદની વાત કરીએ તો વીતેલા ૨૪ કલાકમાં ઉપરવાસમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. પરંતુ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ગઈકાલે વરસેલા વરસાદને કારણે ૧૦૭૪૪ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. જેની સામે પાણી છોડવાનું ઘટાડી માત્ર ૬૪૦ કેયુસેક કરાયું હતું. મંગળવારે ઉકાઈ ડેમની સપાટી ૩૧૪.૧૨ ફૂટ નોંધાઈ હતી. જ્યારે હથનુર ડેમમાંથી ૩૧૨૫ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

  • તાલુકામાં નોંધાયેલો વરસાદના આંકડા (મીમી)
  • બારડોલી ૨૦
  • ચોર્યાસી ૯
  • મહુવા ૩૫
  • માંડવી ૮
  • માંગરોળ ૫
  • ઓલપાડ ૨
  • પલસાણા ૪૧
  • સુરત ૧૩
  • ઉમરપાડા ૮

સુરત (Surat) શહેરમાં ફરી ખાડી (Mithi khadi) ઓવરફ્લો થવાની ઘટના પ્રકાશમાં આવી છે, અને ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ભરાતા દૂર સુધી ટ્રાફિક જામ (Traffic jam)ના દ્રશ્યો સર્જાયા હતા. સુરતની મીઠી ખાડીની વાત કરવામાં આવે તો દર વર્ષે અહીં પૂર (Bay flood) ની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પણ પાલિકા દ્વારા અહીં ખાડી ડ્રેજીંગ સહિતની પ્રિ-મોનસુન કામગીરીમાં બેદરકારી દાખવવમાં આવતા, દર વર્ષે શહેરીજનોને આ ખાડીપૂરનો ભોગ બનવું પડતું હોય છે, અને લોકોના ઘરોમાં આ ગંદુ વાસ મારતું પાણી ભરાય જતા, લોકો રોગચાળાનો ભોગ પણ બનતા હોય છે.

Most Popular

To Top