Gujarat

રાજ્યમાં કોરોના નવા માત્ર 24 કેસ, સૌથી વધુ અમદાવાદ અને સુરત મનપામાં 5-5 નવા કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા મનપા અને ભરૂચમાં 3-3, જ્યારે બનાસકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ મનપા, ખેડા, મોરબી, રાજકોટ મનપા, વડોદરા અને વલસાડમાં એક-એક નવો કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 29 જિલ્લાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 443 છે, જેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 437 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ આજે 74 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 8,13,998 દર્દીઓ સાજા થયા છે. જેથી રાજ્યનો સાજા થવાનો રિકવરી રેટ 98.71 ટકા છે.

સોમવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,92,953 વ્યકિતઓને રસી આપવામાં આવી
આજે હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 234 અને બીજો ડોઝ 13,808 વ્યક્તિને આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 2,11,764 વ્યક્તિને પ્રથમ અને 8233 વ્યક્તિને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 60067 વ્યક્તિને પ્રથમ અને અને બીજો ડોઝ 89,847 વ્યક્તિને આપવામાં આવ્યો હતો આમ કુલ 3,92,953 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2,97,34,497 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top