Vadodara

SSGના પીડિયાટ્રિક વિભાગમાં આગનું છમકલું : દર્દીઓમાં ભાગદોડ મચી ગઇ

વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા વાયરો બળવાની સાથે ધુમાડા નીકળતા હાજર  હોસ્પિટલનો સ્ટાફ તેમજ બાળ દર્દીઓના પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સત્વરે પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે જાનહાની થતા ટળી હતી.

વડોદરા શહેર તેમજ ગુજરાત બહાર રહેતા જરૂરિયાતમંદ ગરીબ વર્ગના લોકો માટે જીવાદોરી સમાન એવી સયાજી હોસ્પિટલમાં વધુ એક વખત સોમવારે આગની ઘટના બની હતી.જોકે સર્જાયેલી આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

સયાજી હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે સવારે વીજ સપ્લાયના સ્વીચ બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ સાથે વિજય વાયરો સળગવા લાગ્યા હતા.જેના કારણે તીવ્ર દુર્ગંધ પ્રસરતા લોકોના જીવ પડીકે બંધાયા હતા.આ ઘટનાને પગલે પીડિયાટ્રિક વોર્ડમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી

.હાજર કર્મચારીઓએ બુમરાણ મચાવતા સિક્યુરિટીના સ્ટાફ તુરત દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.જોકે બાળકોનો વોર્ડ હોવાથી બાળકોના સ્વજનોમાં દોડધામ મચી ગઈ હતી.આ બનાવની જાણ થતાં જ હોસ્પિટલનો ફાયર સ્ટાફ પીડિયાટ્રિક વોર્ડ ખાતે દોડી ગયો હતો.અને આગળની કાર્યવાહી હાથધરી હતી.જોકે આગના આ છમકલાંની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પરંતુ ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડ તેમજ વીજ વાયરો બળીને ખાખ થઈ ગયા હતા.નોંધનીય છે કે કોરોનાના કપરા કાળ દરમિયાન સયાજી હોસ્પિટલમાં આગની દુર્ઘટનાઓ બની હતી.જે બાદ સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ થયું હતું.હાલ કોરોના શમ્યો છે.પરંતુ આગામી સમયમાં કોવિડની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.અને સૌથી વધુ બાળકો પર ઘાતક સાબિત થવાનું મનાઈ રહ્યું છે.ત્યારે આવા સમય ટાળે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આગના છમકલાંથી તંત્ર દોડતું થયું હતું.

Most Popular

To Top