National

લખનૌમાં ખૂની લવ જેહાદ: ધર્મ પરિવર્તનનો ઇન્‍કાર કરનાર પ્રેમિકાની હત્‍યા

લખનૌ,: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં (Lucknow) નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી છે. ધર્મ પરિવર્તન (Religion Conversion) અને લગ્ન કરવાનો ઇનકાર કરવા બદલ તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્‍યો હતો. આરોપ છે કે સુફિયાને તેને ચોથા માળેથી (Fourth Floor) નીચે ફેંકી દીધો હતો. સુફીયાન ફરાર છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્‍યારે આફતાબ દ્વારા શ્રદ્ધા વોકરના ટુકડેટુકડા કરવામાં આવ્‍યાની ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. નિધિની માતાનું કહેવું છે કે સુફિયાન તેની દીકરીને વીડિયો બનાવીને ટોર્ચર કરતો હતો. જ્‍યારે તેણે આ અંગે સુફિયાનની માતાને ફરિયાદ કરી તો તેણે કથિત રીતે તેને બંનેના લગ્ન કરવા કહ્યું. રિપોર્ટ અનુસાર પીડિતાની માતાની ફરિયાદ પર સુફિયાન વિરુદ્ધ હત્‍યા અને ધર્મ પરિવર્તનની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે.

સુફીયાન નિધિને છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરતો હતો
આ ઘટના દક્ષિણ લખનૌના દુબગ્‍ગા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની છે. નિધિનો પરિવાર અહીં ડુડા કોલોનીના બ્‍લોક 41માં રહે છે. હાઈસ્‍કૂલ સુધી ભણેલી નિધિ બ્‍યુટી પાર્લરમાં કામ કરવાનું શીખી રહી હતી. સુફિયાન પણ તેના પરિવાર સાથે બાજુના બ્‍લોક 40માં રહે છે. તે લાંબા સમયથી નિધિની પાછળ હતો. તે ધર્મ પરિવર્તન અને લગ્ન માટે દબાણ કરતો હતો. ટોર્ચરિંગ કંટાળી ગયેલી નિધિને તેના પરિવારના સભ્‍યોએ થોડા સમય માટે તેના મામા પાસે પણ મોકલી હતી. તે પછી ફરી કે તરત જ સુફીયાનની ગતિવિધિઓ ફરી શરૂ ગઈ હતી. સુફિયાન પર યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે.

ધમકી આપી અને પછી નિધિને ટેરેસ પરથી ધક્કો મારી દીધો
કહેવાય છે કે સુફીયાન નિધિને છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરતો હતો. આરોપ છે કે તે ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને નિધિની માતાએ મંગળવારે તેના ભાઈને ફોન કર્યો હતો. તેઓ સુફીયાનના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન સુફિયાને પહેલા તેને ધમકી આપી અને પછી નિધિને ટેરેસ પરથી ધક્કો મારી દીધો. તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવી હતી પણ તે બચી ન શકી ન હતી.નિધિ ચોથા માળેથી પડી કે તરત જ તેનું માથું ફાટી ગયું હતું. આસપાસના લોકો તેની મદદ માટે દોડી આવ્‍યા હતા. દરમિયાન સુફીયાન સ્‍થળ પરથી નાસી છૂટયો હતો..

ઘટના બાદ સુફીયાન ફરાર થઈ ગયો
લખનઉમાં લવ જેહાદમાં હત્યાના આરોપી સુફીયાનની શોધ પોલીસ તંત્ર દ્વારા ખુબજ તેજ કરી દેવાય છે. પોલીસે સુફીયાનને પકડવા ટીમો બનાવી છે. તેની સામે હત્યા અને બળજબરીથી ધર્મ પરિવર્તનની કલમો હેઠળના ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ સુફીયાન ફરાર થઈ ગયો છે. લખનઉ પોલીસની ટીમ સુફિયાનના ઘરે પહોંચી ત્યારે તેના ફ્લેટ તાળું મારેલી અવસ્થામાં હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમ સાથે હતી જેણે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જ્યાંથી નિધિને નીચે ફેંકવામાં આવી હતી ત્યાંની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top