Madhya Gujarat

ખેડા જીલ્લા પાેલીસે જુગારના ચાર અડ્ડાઆે પર દરાેડા પાડ્યા

નડિયાદ: નડિયાદ તાલુકાના મહોળેલના લીમડી બજાર વિસ્તારમાં આવેલ એક ખેતરના શેઢા પર ચાલતાં વરલીમટકાના જુગારધામ પર શનિવારના રોજ મોડી સાંજના સમયે ચકલાસી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે સ્થળ પરથી રમેશભાઈ ફુલાભાઈ સોઢાપરમાર, રમેશભાઈ ચંદુભાઈ સોઢાપરમાર, નટુભાઈ ઉર્ફે સ્વામી મહોબતભાઈ પરમાર, આરૂણશા ઈસ્માઈલશા દિવાન, જયેશભાઈ ઉર્ફે મોર પ્રભાતભાઈ પરમાર અને પ્રકાશભાઈ મોતીભાઈ હરીજનને કુલ રૂ.10,300 ની મત્તા સાથે રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.

વસો પોલીસની ટીમે નડિયાદ તાલુકાના ટુંડેલ ગામમાં આવેલ ભાથીજી મંદિર નજીક તળાવ પાસેની ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડી, પત્તાપાનાનો જુગાર રમતાં હરીકૃષ્ણ પરષોત્તમભાઈ વાળંદ, મહેન્દ્રભાઈ રાવજીભાઈ ગોહેલ, મહેશભાઈ રમણભાઈ પરમાર, રઈજીભાઈ બુધાભાઈ ગોહેલ અને દિનેશભાઈ રમેશભાઈ રાવળને કુલ રૂ.10,950 ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં.

જ્યારે મહુધા પોલીસે ગામના ચોખંડી ભાગોળ વિસ્તારમાં આવેલ મલેકવાડા ફળીયામાં બાંધવામાં આવેલાં લગ્નપ્રસંગના મંડપની પાછળ બેસી પત્તાપાનાનો જુગાર રમતાં અઝરૂદ્દીન બદરૂદ્દીન કાજી, જલાલુદ્દીન વજયોદ્દીન કાજી અને ઈરફાનખાન અબ્દુલરહેમાન પઠાણને રૂ.2150 ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં. માતર પોલીસે સંધાણા ગામની સીમમાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડી, પત્તાપાનાનો જુગાર રમતાં મહેબુબખાન નુરમહંમદ પઠાણ, સરફરાજમીયાં નજીરમીયાં મલેક અને સાકીરમીયાં ઉર્ફે ગુડ્ડુ ઈસામમીયાં ચૌહાણને કુલ રૂ.4280 ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં.  ખેડા જિલ્લામાં દારૂ-જુગારની બદી દિન-પ્રતિદિન સતત વધી રહી છે. ત્યારે દારૂ-જુગારની બદીને નાથવા માટે પોલીસતંત્ર સક્રીય થયું છે.

Most Popular

To Top