SURAT

JEE મેઇનના ફર્સ્ટ સેશનમાં સુરતનો નિશ્ચય અગ્રવાલ મેદાન મારી ગયો

સુરત : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઇનની ફર્સ્ટ સેશનની પરીક્ષાનું (Exam) પરિણામ (Result) જાહેર કરાયું છે. જેમાં સુરતના (Surat) નિશ્ચય અગ્રવાલે શહેરમાં પહેલા નંબર પર સ્થાન મેળવ્યું છે. જોકે, આ વખતે પણ JEE મેઇનમાં સુરતના એક પણ વિદ્યાર્થીએ પૂરેપૂરા 100% પર્સન્ટાઇલ મેળવવામાં સફળ થયા નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી, 2023 સુધી JEE મેઇન ફર્સ્ટ સેશનની પરીક્ષા લીધી હતી. જેનું પરિણામ જાહેર કરાયું છે. પરંતુ હાલમાં રેન્ક જાહેર કરાયો નથી. JEE મેઇનની સેકન્ડ સેશનની પરીક્ષાના પરિણામની સાથે સાથે રેન્ક જાહેર કરવામાં આવશે.

JEE મેઇનના ફર્સ્ટ સેશનના સુરતના નિશ્ચિય અગ્રવાલે 99.9986276 પર્સન્ટાઇલ સ્કોર મેળવ્યા છે. જ્યારે જત્સય જરીવાલાએ 99.9906031 પર્સન્ટાઇલ સ્કોર અને ભૂમિન હિરપરાએ 99.9723658 પર્સન્ટાઇલ સ્કોર મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, JEE મેઇન માટે નવ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાં 8.6 લાખ વિદ્યાર્થીઓએ બીઇ-બીટેક માટે નોંધણી કરાવી હતી. JEE મેઇનની ફર્સ્ટ સેશનની પરીક્ષાની તૈયારી મામલે ટોપર્સએ જણાવ્યું હતું કે જે પણ ટોપિક ભણાવતા હતા, તેનું ઘરે આવીને રિવિઝન કરી જતા હતા. ત્યાર બાદ તે જ ટોપિકને લગતા પ્રશ્નો જોતા અને તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરતા હતા. આમ, આવી રીતે પરીક્ષાની તૈયારી કરવાથી JEE મેઇનના ફર્સ્ટ સેશનનાં પર્સન્ટાઇલ સ્કોર કરવામાં ખૂબ જ મદદ મળી છે.

બોક્સ: જે ટોપિક ભણતો તેના પ્રશ્નો સોલ્વો કરતો, આ સિસ્ટમથી સ્કોર બનાવવામાં ફાયદો થયો
મૂળ રાજસ્થાનનો નિશ્ચય અગ્રવાલ સુરતની સ્કોલર ઇંગ્લિશ એકેડેમિકમાં ધો.12માં અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે, જ્યારે માતા વેસુની એલ. પી. સવાણી સ્કૂલમાં કો-ઓર્ડિનેટર છે. નિશ્ચયે જણાવ્યું હતું કે કોચિંગમાં જે પણ ટોપિક ભણતો તે ઘરે આવીને રિવિઝન કરી જતો હતો. ઉપરાંત એસાઇમેન્ટ, મોડ્યુલ્સ, પ્રશ્નબેંક અને જૂના પેપરોમાં આવતા પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયાસ કરતો હતો. આમ આ સિસ્ટમથી JEE મેઇનમાં સ્કોર બનાવવામાં ફાયદો થયો છે. હવે હું ધોરણ-12ની સીબીએસઇની સાથે JEE એડવાન્સની પરીક્ષાની તૈયારી કરનારો છું. મારે આઇઆઇટી મુંબઇ ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવું છે.

નિશ્ચયનો સ્કોર
ફિઝિક્સમાં 99.8819751
કેમેસ્ટ્રીમાં 99.9972552
મેથેમેટિક્સમાં 99.9835314

JEE એડવાન્સની તૈયારી કરતો હોવાથી મેઇનમાં સારા સ્કોર બનાવી શકયો
ભૂમિન હિરપરા પણ સુરતનો છે અને તે પણ સ્કોલ ઇંગ્લિશ એકેડેમિકમાં ધો. 12માં અભ્યાસ કરી રહ્યો છે. ભૂમિને JEE મેઇનની તૈયારી મામલે જણાવ્યું હતું કે જે ટિપક ભણતો હોવ છું, તેના મોડ્યૂલ અને શીટ સહિતના સાહિત્યોમાં આવતા પ્રશ્નો પર ભાર આપ્યો હતો. જેને કારણે સ્કોર કરવામાં ખૂબ ફાયદો થયો છે. હાલમાં JEE સેકેન્ડ સેશન અને JEE એડવાન્સ પરીક્ષાની સાથે ધોરણ-12ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. ખાસ કરી JEE એડવાન્સની તૈયારી કરવાને કારણે JEE મેઇનની પરીક્ષા ફાયદો થયો છે. ભૂમિને પણ આઇઆઇટી મુંબઇ ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો છે.

જે પણ ટોપિક ભણું છું, તે ઘરે આવીને રિવિઝન કરી જાવ છું
મૂળ સુરતનો જત્સય જરીવાલા પણ સુરતની સ્કોલર ઇંગ્લિશ એકેડેમિકમાં ધો.12માં અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે, જ્યારે તેની માતા હાઉસ વાઇફ છે અને તેની બહેન આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહી છે. જત્સયને સિતાર વગાડવાનો શોખ છે. ધોરણ-10માં જત્સયના 93 ટકા આવ્યા હતા. જત્સયએ જણાવ્યું હતું કે દરેક ટોપિકનું ઘરે આવીને રિવિઝન કરી જાવ છું. ઉપરાંત તે જ ટોપિકને લગતા ક્વેશ્ચન સોલ્વ કરી લઉં છું. આમ, રોજ આઠેક કલાક જેવો અભ્યાસ કરતો હતો. હાલમાં JEE સેકેડન્ડ સેશનન સાથે JEE એડવાન્સની પરીક્ષાની તૈયારી કરીશ. અહીં, જત્સયએ ફિઝિક્સમાં 99.7895571, કેમેસ્ટ્રીમાં 100.000000 અને મેથેમેટિક્સમાં 99.9906031 સ્કોર હાંસીલ કર્યો છે. જત્સયને પણ મુંબઇ આઇઆઇટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો છે.

JEE મેઇનની પરીક્ષામાં શ્રી વશિષ્ઠ વિદ્યાલયનો પણ દબદબો, ઓમે 99.80 પર્સન્ટાઇલ મેળવ્યા
JEE મેઇનની પરીક્ષામાં સુરત જિલ્લાની શ્રી વશિષ્ઠ વિદ્યાલયનો પણ દબદબો જોવા મળ્યો છે. સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ 99 પ્લસ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. જેમાં 99.80 પર્સન્ટાઇલ મેળવીને અણધણ ઓમે સુરત શહેર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ઉપરાંત પ્રજાપતિ નીલે 99.45, કાછડિયા ઋત્વિકે 99.35, મહિડા ધ્રુવિલસિંહે 99.24, મૈસુરીયા ઓમ 99.14 અને ભલાણી નિશાંત 99.00 પર્સન્ટાઇલ મેળવ્યા છે. તે સાથે 12 વિદ્યાર્થીઓને 98+ , 18 વિદ્યાર્થીઓને 97+, 25 વિદ્યાર્થીઓને 95+ અને 40 વિદ્યાર્થીઓને 90+ પર્સન્ટાઇલ મેળવ્યા હતા.

પી. પી. સવાણી સ્કૂલનો ધ્રુવ પાનસુરીયાએ ૯૯.૯૦ પર્સન્ટાઇલ મેળવ્યા
JEE મેઇનના પરિણામમાં પી. પી. સવાણી સ્કૂલનો ધ્રુવ પાનસુરીયાએ ૯૯.૯૦ પર્સન્ટાઇલ મેળવ્યા છે. તે પછી વાઘાણી કુંજે ૯૯.૦૭ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત 99 પર્સન્ટાઇલ ઉપર 11 વિદ્યાર્થીઓ, 95 પર્સન્ટાઇલ ઉપર 72 વિદ્યાર્થીઓ, 90 પર્સન્ટાઇલ ઉપર 164 વિદ્યાર્થીઓએ સ્કોર હાંસીલ કર્યો છે. અહીં ધ્રુવ પાનસુરીયા એમના પરિવાર સાથે અમરોલીમાં છાપરા-ભાઠા રોડ પર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહે છે. ધ્રુવ જામનગર જીલ્લાના મકરાણી ગામનો વતની છે. તેના પિતા વિમા એજન્ટ છે અને માતા ગૃહિણી છે. ધ્રુવ ઇલેક્ટ્રનિક્સ બ્રાન્ટમાંથી આઇઆઇટીમાંથી અભ્યાસ કરવા ઇચ્છે છે.

જે. બી. ડાયમંડ કોર્પ વિદ્યા સંકુલનો ગજેરા જીત 98 પર્સન્ટાઇલ લાવ્યો
JEE મેઇનની પરીક્ષામાં જે.બી એન્ડ કાર્પ વિદ્યાસંકુલના વિદ્યાર્થી ધામેલીયા ખુશ 98.84 પર્સન્ટાઇલ સાથે સ્કૂલમાં પ્રથમ રહ્યો છે. જે પછી ગજેરા જીતે 98.35 પર્સન્ટાઇલ સાથે દ્વિતિય તથા સુરાણી મિલન 96.79 પર્સન્ટાઇલ તૃતિય નંબર પ્રાપ્ત કર્યો છે. સ્કૂલના 11 વિદ્યાર્થીઓએ 90 પર્સન્ટાઇલ રેન્ક સાથે પાસ થયા હતા તથા 37 વિદ્યાર્થીઓ કોલ્લોફાઈટ થયા હતા.

Most Popular

To Top