National

“જો હિંમત હોય તો તાજમહેલ-લાલ કિલ્લાને મંદિરોમાં ફેરવો” મહેબૂબા મુફ્તીનો ભાજપને પડકાર

જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ 10 મેના રોજ ભાજપની (BJP) આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર એમ કહીને પ્રહાર કર્યો હતો કે તે ‘હિંદુ-મુસ્લિમ’ની રાજનીતિ કરી રહી છે. ભારતમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના (Tajmahal) સર્વેની પણ માંગ ઉઠી છે. આ દરમિયાન મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) તાજમહેલ અને લાલ કિલ્લાનેને લઈને ભાજપને મોટો પડકાર આપ્યો છે.

હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિરોમાં ફેરવો : મહેબૂબા મુફ્તી
પીડીપીના વડાએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ રોજગાર આપી શકતું નથી. મોંઘવારી આસમાને છે. ગરીબીની બાબતમાં આપણો દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ કરતા પણ ખરાબ છે. તેમની પાસે લોકોને આપવા માટે કંઈ નથી. તેથી જ તેઓ લોકોને મુસલમાનોની પાછળ લગાવી રહ્યા છે. આમાં મુસ્લિમોની મસ્જિદો અને તાજમહેલનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે હિંમત કરો, તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિરોમાં ફેરવો, પછી આપણે જોઈશું કે કેટલા લોકો ભારતને જોવા આવે છે.

તાજમહલના સર્વેની માંગ કરી
હિંદુ સંગઠનો દ્વારા વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના સર્વેની પણ માંગ ઉઠી છે. તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ હોવાના દાવા સાથે લખનૌ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ સાથે તાજમહેલનો સર્વે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજમહેલમાં એક શિવ મંદિર હતું અને ઈમારતના 22 બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, એટલા માટે આ રૂમો ખોલવાની વાત આ અરજીમાં કહેવામાં આવી છે.

ભાજપ બિનસાંપ્રદાયિકતાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે : મહેબૂબા મુફ્તી
કોઈપણ તાર્કિક આધાર વિના ભારતની પાકિસ્તાન સાથે સરખામણી કરતા પીડીપીના વડાએ વધુમાં કહ્યું હતું કે આ દેશના ડીએનએમાં બિનસાંપ્રદાયિકતા છે, તેમ છતાં ભાજપ બિનસાંપ્રદાયિકતાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે યોગીજીની તો શું વાત કરવી? ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે જેવું પાકિસ્તાનમાં થયું છે. લાઉડસ્પીકરનો મુદ્દો, હિજાબનો મુદ્દો અને હિંદુ મુસ્લિમનો મુદ્દો ચાલી રહ્યો છે. આપણા દેશમાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ધર્મના નામે લોકોને તલવારો આપવામાં આવી રહી છે.

Most Popular

To Top