Charchapatra

જૈસે કો તૈસા

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના આંવલા તાલુકાના સિરૌલી થાણા હેઠળના હરદાસપુર ગામમાં લાઇનમેન ભગવાન સ્વરૂપ ઉર્ફે પિન્કી વીજળી કનેકશનનો ફોલ્ટ ઠીક કરીને બાઇક પર રાત્રે પાછા જતા હતા ત્યારે ગામની બહાર કામચલાઉ બનાવાયેલી ચોકી નજીક પોલીસ અમલદાર મોદીસિંહે એને હેલમેટ સહિત જરૂરી કાગળ જોવા માગ્યા હતા. લાઇનમેન પાસે આ બધું ઉપલબ્ધ નહીં હોવાથી દંડનો ભોગ બન્યો હતો. આથી ઘુંઘવાયેલા લાઇનમેને સહકર્મચારીઓને બોલાવીને ચોકીમાં લેવાયેલ વીજળીના ગેરકાનૂની જોડાણની બીનાથી વાકેફ કર્યા બાદ વીજ પૂરવઠો બંધ કરી દીધો. પોલીસ સ્ટાફ વીજળી વિભાગના કર્મચારીઓ વિરુધ્ધ કશું કરી શકયા નહીં. પરિણામે આખી રાત ઉકળાટથી વાજ આવી ગયા હતા.
અમદાવાદ          – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top