National

કોંગ્રેસના આ નેતાની સંસ્થાઓમાં ITના દરોડા, 250 કરોડની ગણતરી થઇ, 136 બેગ નોટો ગણવાની બાકી

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઓડિશા (Odisha) અને રાંચી (Ranchi) સ્થિત ઠેકાણાઓ, ડિસ્ટીલરી સમૂહો અને નેતાથી જોડાયેલી અન્ય સંસ્થાઓ ઉપર ઇન્કમ ટેક્સના (Income Tax) દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ દરોડા 6 ડીસેમ્બરના રોજ પાડવામાં આવ્યા હતાં. જેમાં ખૂબ મોટા જથ્થામાં ચલણી નોટો મળી હતી. આ નોટોનો જથ્થો એટલો વધુ હતો કે તેને ગણતરી દરમિયાન નોટ ગણવાનું મશીન ખરાબ થઇ ગયું હતું. ત્યારે નવા મશીનો મંગાવી ગણતરી (Counting) ફરી શરૂ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 6 ડીસેમ્બરના રોજ ઇન્કમ ટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં નગદ નોટો ઝડપી પાડવામાં આવી હતી. જે 290 કરોડથી પણ વધુ છે. તેમજ આ કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં પકડવામાં આવેલી આ અત્યાર સુધીની “સૌથી વધુ” રકમ છે. લગભગ 136થી વધુ બેગ ભરી ને 500 કરોડ જેટલા નાણાં સિવાય આ દરોડામાં જ્વેલરીની 3 સૂટકેસ પણ મળી આવી હતી. તમામ રકમની ગણતરી કરવા માટે 50થી વધુ અધિકારીઓ કામ કરી રહ્યા છે. તેમજ 40 મોટી મશીનો પાછલા 4 દિવસથી નોટો ગણી રહી છે. પરંતુ હજી સુધી તે ગણી શકાઇ નથી.

બાલાંગિર જિલ્લામાં વિવિધ સ્થળોએ આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ધીરજ પ્રસાદ સાહુના રાંચી સ્થિત પરિસરમાં દરોડા ચાલુ છે. ઇન્કમ ટેક્સએ ચલણી નોટો ગણવા માટે લગભગ 40 મોટા અને નાના મશીનોને કામે લગાવ્યા છે. તેમજ ઇન્કમ ટેક્સ વિભાગ અને બેંકોના વધુ કર્મચારીઓને ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ દરોડા 6 ડિસેમ્બરે બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય શાખાઓમાં પાડવામાં આવ્યા હતાં.

બાલાંગિરની SBIના મેનેજર ભગત બેહેરાએ સમગ્ર મામલે જણઅવ્યું હતું કે ‘અમે બે દિવસમાં તમામ નાણાંની ગણતરી કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ નાણાંની ગણતરી કરી રહ્યા છે અને અન્યને જલ્દી અમારી સાથે જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે. અમને 176 નાણાની બેગો મળી છે. જેમાથી અમે માત્ર 40 બેગની ગણતરી પૂરી કરી છે. 136 બેગના પેકેટોની ગણતરી ચાલુ છે. અમે જે 46 બેગ ગણ્યા તેમાંથી અમને 40 કરોડ રૂપિયા મળ્યા છે. તદ્ઉપરાંત તિતલાગઢમાં પણ કેટલાક નાણાની ગણતરી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ગણાયેલી રકમના આંકડાઓ હજી સ્પષ્ટ રીતે જાણી શકાયા નથી. ગણતરી દરમિયાન આવકવેરા અને પોલીસ વિભાગે બેંકના વિસ્તારોમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે.‘

Most Popular

To Top