Sports

IPL-2023 શરૂ થતાં પહેલા CSK માટે મોટાં સમાચાર, આ ખેલાડીની એન્ટ્રીથી ધોની ખુશ

નવી દિલ્હી: IPL 2023 માર્ચ મહિનાની 31 તારીખથી શરૂ થઈ રહ્યું છે. આ લીગની 16મી સીઝનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગામી કેટલાક મહિનાઓ ક્રિકેટના (Cricket) સંદર્ભમાં ખૂબ જ ભરચક રહેવાના છે. તે જ સમયે આઈપીએલ (IPL) શરૂ થવાના એક મહિના પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. CSKના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક IPL 2023માં પ્રવેશવા માટે તૈયાર છે. જાણકારી મુજબ દીપક ચહર આ મેચથી બે વર્શ પછી એન્ટ્રી લેશે.

ગયા વર્ષે ઈજાઓ સામે ઝઝૂમ્યા બાદ ભારતીય ઝડપી બોલર દીપક ચહરે કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આવતા મહિને શરૂ થઈ રહેલી IPLમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. ફાસ્ટ બોલરને સ્ટ્રેસ ફ્રેક્ચર અને પછી ગ્રેડ III જાંઘની ઈજામાંથી સાજા થવામાં મુશ્કેલ સમય હતો. તે ભારત માટે છેલ્લી વખત બાંગ્લાદેશમાં બીજી વનડેમાં રમ્યો હતો જ્યાં તે માત્ર ત્રણ ઓવર જ ફેંકી શક્યો હતો. ચહર 2022માં ભારત માટે માત્ર 15 મેચ જ રમી શક્યો હતો અને ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પુનર્વસનમાંથી પસાર થયા પછી, ચહર IPL માટે તૈયારી કરી રહ્યો છે જ્યાં તે હવે CSK માટે રમશે.

ચહરે કહ્યું કે હું છેલ્લા બે-ત્રણ મહિનાથી મારી ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છું, હું સંપૂર્ણ રીતે ફિટ છું અને IPL માટે સારી તૈયારી કરી રહ્યો છું. તેણે કહ્યું કે મને બે મોટી ઈજાઓ થઈ છે. સ્ટ્રેસ ફ્રેક્ચર અને ગ્રેડ III જાંઘમાં ઈજા થઈ હતી. બંનેને મોટી ઈજાઓ છે. ઈજામાંથી સાજા થવામાં સમય લાગે છે, ખાસ કરીને ઝડપી બોલરો માટે. જણાવી દઈએ કે દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની IPL કરિયરમાં તેણે અત્યાર સુધી 63 મેચ રમી છે તેમજ 59 વિકેટ લીધી છે.

Most Popular

To Top