Columns

ઇનોવેટિવ હ્યુમન રીસોર્સીસ M. A. બારૈયાથી શીખવું પડે

કો વિડની વિકટ પરિસ્થિતિ પછી ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટીલ, પાવર અને વૉટર સેક્ટર જેવા અનેક ક્ષેત્રોની ગાડી ફરી પાટે ચડી રહી છે. આવા સંજોગોમાં કર્મચારીઓને જાળવી રાખવા અને સાથે સાથે કંપનીમાં યોગદાન આપતા રહે તે જોવું એ સૌથી મોટો પડકાર કંપનીમાં હોય છે. આવા વખતે કંપનીનું HR ડિપાર્ટમેન્ટ જો ઇનોવેટિવ હોય તો કંપનીની બધી જ ચેલેન્જમાં સહભાગી થઇ શકે છે. સંસ્થાના HR વિભાગના વડાએ પણ પોતાની વિશેષ જવાબદારી નિભાવવી પડે છે. કંપનીના HR હેડ જો કંપનીના બિઝનેસને ઊંડાણથી સમજે અને કંપનીના પ્રમોટરની જેમ વિચારી વિકાસમાં સહભાગી થઈ, વેલ્યુ એડિશન આપે તે જ ખરા અર્થમાં HR પ્રોફેશનલ કહી શકાય અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કલ્પતરુ પાવર ટ્રાન્સમિશનના HR – હેડ M. A. બારૈયા. ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ સોશ્યલ સાયન્સિસમાં એજ્યુકેશન લઇ M. A. બારૈયાએ પોતાની કરિયરની શરૂઆત GSFCમાં પ્લાન્ટ HRના રોલથી કરી. થોડા વર્ષો કામ કર્યા પછી અતુલ લિમિટેડમાં જોડાયા અને ત્યાં તેમણે એમ્પ્લોયી રિલેશનના વડા તરીકે કામ કર્યું. ત્યાર બાદ કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં વર્ષો સુધી ઇનોવેટિવ હ્યુમન રીસોર્સીસના વડા તરીકે કાર્યરત રહી અને હાલમાં M. A. બારૈયા કલ્પતરુ પાવર ટ્રાન્સમિશનના HR ડિપાર્મેન્ટના પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.

સ્વભાવે મૃદુ, સદાય હસતો ચહેરો અને નમ્રતાના પર્યાય એવા M. A. બારૈયા પોતાની આગવી નંબર ડ્રિવન HR પ્રોસેસીસ માટે ફક્ત ગુજરાત નહિ પરંતુ આખા દેશમાં જાણીતા છે. બારૈયાનું માનવું છે કે જો તમે કંપનીના પ્રમોટર્સને આંકડાકીય વેલ્યુ એડિશન બતાવી શકો, તો જ તમે ખરા અર્થમાં કંપનીના બિઝનેસ પાર્ટનર ગણાઈ શકો. M. A. બારૈયાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ઇનોવેટિવ HRનો ખ્યાલ કેવી રીતે આવ્યો, ત્યારે તેમણે તેની ક્રેડિટ કેડિલા ફાર્માના હાલના ચેરમેન ડૉ. રાજીવ મોદીને આપી. ડો. રાજીવ મોદીએ HR ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ માટે વિવિધ ઇનોવેટિવ HR પ્રેક્ટિસ અમલામાં મૂકવા માટે પ્રેરણા અને સરસ પ્લેટફોર્મ આપ્યું અને તેમાં જબરજસ્ત સફળતા મળી અને તેની ચર્ચા બધી જગ્યાએ થવા માડી. હાલમાં M. A. બારૈયા જ્યાં કાર્યરત છે ત્યાં કલ્પતરુ પાવર ટ્રાન્સમિશનના પ્રમોટર્સ પણ HR વિભાગને કંપનીના મહત્ત્વના અંગ તરીકે જોઈ રહ્યા છે. કલ્પતરુ પાવર ટ્રાન્સમિશનના M.D. મનીષ મોહનોત પણ એક પ્રોગ્રેસીવ લીડર છે અને HR ડિપાર્ટમેન્ટને હંમેશાં પ્રેરણા દર્શાવતા રહ્યા છે.

M. A. બારૈયાના માર્ગદર્શન હેઠળ વિવિધ ઇનોવેટિવ HR પ્રેક્ટીસીસ જેવી કે ક્રોસ ફંકશનલ ટીમ્સ, કોમ્પીટન્સી ડેવલપમેન્ટ, સક્સેશન પ્લાનિંગ, રિટેનશન પ્રોગ્રામ્સ વગેરેને વિવિધ ઓર્ગેનિઝેશનમાં અમલમાં મુકાઈ છે. M. A. બારૈયાની ખાસિયત એ છે, જે કંઈ કામ કરે તેમાં સીધું બિઝનેસ વેલ્યુ એડિશન દેખાય. M. A. બારૈયા તેમની ટીમને મોટિવેશન આપવા માટે ખૂબ જ જાણીતા છે. તેમની કેબીનમાંથી બહાર આવનાર દરેક ટીમ મેમ્બરના ચહેરા પર તમે હાસ્ય જોઈ શકશો. મેનેજમેન્ટનું કોઈ પણ પ્રકારનું પ્રેશર પોતાના ટીમ મેમ્બર્સ જોડે ભૂલથી પણ ન પહોંચે તે વાતનું ધ્યાન M. A. બારૈયા ખાસ રાખે છે.

M. A. બારૈયાને જ્યારે તેમની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો કંપનીના લોકોને સાથે લઈને આગળ વધવાની ભાવના હોય, કંપનીના કર્મચારીઓને માત્ર પ્રોફેશનલ નહીં ગણતાં તેમને બિઝનેસ પાર્ટનર તરીકે જોવામાં આવે તેમ જ કંપનીની પ્રગતિ સાથે કર્મચારીઓની પ્રગતિ થાય તો કોઈ પણ ઉદ્યોગ સાહસિક પોતાના ઓર્ગેનાઇઝેશનને શ્રેષ્ઠ ઓર્ગેનાઇઝેશન બનાવી શકે છે. M. A. બારૈયાએ કહ્યું કે દરેક લાઈન મેનેજરે શ્રેષ્ઠ બનવા માટે સારા HR મેનેજર બનવું પડે છે. જો તમારી જોડે સારી ટીમ હશે તો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકશે નહિ.

ઇનોવેટિવ હ્યુમન રિસોર્સિસ આજના સમયની માગ છે.
M. A. બારૈયાએ HR પ્રોફેશનલ્સને નીચે મુજબની સલાહ આપી છે
HR પ્રોફેશનલ્સ પોતાની નિષ્ફળતા માટે મોટે ભાગે પ્રમોટરનો વાંક કાઢતા હોય છે પરંતુ જો HR પ્રોફેશનલ બિઝનેસમાં વેલ્યુ એડિશન આપે તો કદાપિ નિષ્ફળ થાય નહિ.
જ્યારે પણ કંપનીમાં નવું HR ઇનિશ્યેટિવ લેવામાં આવે ત્યારે તેનો સીધો ફાયદો બિઝનેસ ગ્રોથમાં થવો જોઇએ.
એવી કોઈ પણ બાબતમાં સમય ન બગાડવો, જેમાં નંબર ન દેખાય.
જ્યારે તમે લાઈન મેનેજરને વેલ્યુ એડિશન આપશો તો જ તમારી રિસ્પેક્ટ કંપનીમાં રહેશે.
જો તમે બિઝનેસ નહિ સમજો તો ક્યારે પણ તમે સારા HR મેનેજર નહિ બની શકો.
HR મેનેજરે હંમેશાં બેલેન્સ્ડ અપ્રોચ રાખવો જોઈએ, જેથી કંપનીના કર્મચારીઓ અને પ્રમોટર બંને તેનો ભરોસો કરી શકે છે.
HR મેનેજરે કોઈ દિવસ કંપનીમાં ખોટું કરવું ન જોઈએ અને ખોટું ચલાવી પણ ન લેવું જોઈએ.

Most Popular

To Top